Book Title: Dharm Pariksha Part 01
Author(s): Yashovijay Maharaj, Abhayshekharsuri
Publisher: Divyadarshan Trust

View full book text
Previous | Next

Page 307
________________ ૨૬૪ ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૪૦ तित्थयरपवयणसुअं०" इत्याद्युपदेशपदवचनात् (४२२-२३) शीतलविहारिणां पार्श्वस्थादीनां नियमादनन्तसंसारापत्तिः, इष्यते च तत्र परिणामभेदाद् भेदः, इत्यत्राप्यध्यवसायप्रत्ययः संसारविशेषो महानिशीथोक्तरीत्या श्रद्धेयः । किञ्च 'अरघट्टघटीयन्त्रन्यायेन यत्र संसारपरिभ्रमणप्रदर्शनं तत्र नियमादनन्तसंसारः' इत्यभ्युपगमे उत्सूत्रभाषिणामिव कामासक्तानामपि नियमतोऽनन्तसंसाराभ्युपगमप्रसङ्गः, तेषामपि संसारभ्रमणे तन्न्यायप्रदर्शनात् । तदुक्तमाचाराङ्गशीतोष्णीयाध्ययनवृत्तौ (उ० २ गा. २) 'संसिच्चमाणा पुणरिति गब्भं' इत्यवयवव्याख्याने 'तेन कामोपादानजनितेन कर्मणा संसिच्यमाना आपूर्यमाणाः गर्भाद् गर्भान्तरमुपयान्ति संसारचक्रवालेऽरघट्टघटीयन्त्रन्यायेन पर्यटन्त आसते इत्युक्तं भवतीति' । एवमनेकेषु प्रदेशेष्वित्थमभिधानमस्तीति न किञ्चिदेतत् । यच्च-'जमाली णं भंते ! देवे ताओ देवलोगाओ आउक्खएणं जाव कहिं उववज्जिहि ? गोयमा ! चत्तारि पंच થાય છે. અને આશાતનાથી ક્લેશપ્રચુર અનંત સંસાર થાય છે. કેમ કે કહ્યું છે કે તીર્થંકર, પ્રવચન, શ્રત, આચાર્ય, ગણધર, લબ્ધિધર મુનિ વગેરેના દોષો ગાવા, અનુચિત વર્તવું, અવજ્ઞા કરવી વગેરે રૂપ આશાતના કરનાર અનંતસંસારી થાય છે.” ઇત્યાદિ ઉપદેશપદના વચન (૪૨૧-૪૨૩) થી શીતલવિહારી પાસત્થા વગેરેનો પણ અનંતસંસાર નિયમો હોવાની આપત્તિ આવશે. એ પાસત્થા વગેરેનો સંસાર જેમ પરિણામભેદના કારણે ઓછો વત્તો માનો છો એ રીતે ઉસૂત્રભાષીઓનો પણ અધ્યવસાયનિમિત્તક સંસાર જુદો જુદો હોવો મહાનિશીથસૂત્રમાં કહ્યા મુજબ માનવો જોઈએ. વળી “અરઘટ્ટાટીયંત્રન્યાયે જ્યાં સંસારભ્રમણ દેખાડ્યું હોય ત્યાં નિયમ અનંતસંસાર સમજવો” એવું માનવામાં તો ઉસૂત્રભાષીની જેમ કામ ભોગોમાં આસક્ત જીવો માટે પણ એવો નિયમ માનવાની આપત્તિ આવશે, કેમ કે તેઓના સંસારભ્રમણ અંગે પણ તે ન્યાય દેખાડ્યો છે. જેમ કે આચારાંગ શીતોષ્ણીય અધ્યયન (૨-૨)ની વૃત્તિમાં “સંસિચ્ચમાણા' અવયવના વિવરણમાં કહ્યું છે કે – “કામભોગજનિત કર્મથી ભારે થતાં તે જીવો એક ગર્ભમાંથી બીજા ગર્ભમાં જાય છે, અર્થાત્ સંસારચક્રવાલમાં અરઘટ્ટઘટીયંત્ર ન્યાયે ભટકતાં રહે છે.” આ ન્યાયાદિની વાત હોવા છતાં અહીં અનંતસંસારનો નિયમ નથી. આવું જ અન્યત્ર પણ અનેક સ્થાનોમાં જોવા મળે છે. તેથી અરઘટ્ટઘટીયંત્ર ન્યાયને દેખાડીને જમાલિનું જે દૃષ્ટાન્ત આપ્યું છે એટલા માત્ર પરથી એનો અનંતસંસાર સિદ્ધ કરવો એ તુચ્છ બાબત છે. (જમાલિના સંસારને જણાવનારું ભગવતીજીનું સૂત્ર) પૂર્વપક્ષ: “હે ભગવન્! જમાલિ દેવ તે દેવલોમાંથી આયુષ્ય પૂરું કરીને ક્યાં ઉત્પન્ન થશે? . તીર્થવF-કવન-શ્રુતં ૨. સિમના પુનર્યાન્તિ ન્ | ३. जमालिर्भगवन् ! देवस्तस्माद् देवलोकादायुःक्षयेण यावत्क्व उत्पस्यते ? गौतम ! चत्वारि पञ्च

Loading...

Page Navigation
1 ... 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332