________________
ધર્મપરીક્ષા ભાગ-૧ / ગાથા-૪૦ संसारकान्तारं नरकतिर्यग्नरामरविविधवृक्षजालदुस्तरं भवाटवीगहनमित्यर्थः अनुपरावृत्तवन्त आसन् जमालिवद् । अर्थाज्ञया पुनरभिनिवेशतोऽन्यथाप्ररूपणादिलक्षणया विराधनया गोष्ठामाहिलवत् । (उभयाज्ञया पुनः पञ्चविधाचारपरिज्ञानकरणोद्यतगुर्वादेशादिलक्षणया गुरुप्रत्यनीकद्रव्यलिङ्गधार्यनेकश्रमणवद् ।)' इति तु हारिभद्र्यामेतद्वृत्तावुक्तमिति ।। तस्मादुपलक्षणव्याख्यान एव यथोक्तदृष्टान्तोपपत्तिरिति स्मर्त्तव्यम् ।
यत्तु - आशातनाबहुलानां नियमेनानन्तसंसारो भवतीति ज्ञापनार्थमेवेदं जमालिदृष्टान्तोपदर्शनं, चतुरन्तशब्दस्तु संसारविशेषणत्वेन संसारस्वरूपाभिधायको, न पुनः सर्वेषामप्याशातनाकारिणां गतिचतुष्टयाभिधायकः, न हि गतिचतुष्टयगमनमेवानन्तसंसारित्वाभिव्यञ्जकं, अन्वयव्यतिरेकाभ्यां व्यभिचारात्, तस्माद् गत्यादीनां प्रतिप्राणिनं भिन्नत्वान्न तौल्यं इति परेणात्र सामाधानं क्रियते
૨૬૨
<
કાલમાં અનંતા જીવો નારક-તિર્યંચ-મનુષ્ય-દેવ ગતિરૂપ વિવિધ વૃક્ષજાલના કારણે દુસ્તર એવા ચાઉંરંત સંસાર કાન્તારમાં જમાલિની જેમ ભટક્યા. અર્થાજ્ઞાથી, અભિનિવેશના કારણે અન્યથા અર્થપ્રરૂપણા રૂપ વિરાધનાથી ગોષ્ઠામાહિલાદિ (અને પંચાચારના પરિજ્ઞાન અને પાલનમાં ઉદ્યત ગુરુના આદેશાદિ રૂપ ઉભયાજ્ઞાથી વિરાધના કરીને ગુરુપ્રત્યનીક દ્રવ્યલિંગી અનેક શ્રમણો) સંસારમાં ભટક્યા.'
‘સર્વજ્ઞમતલોપકને ચતુર્ગતિક સંસાર પરિભ્રમણ થાય છે' તે વાત જણાવીને તેમાં જમાલિનું દૃષ્ટાન્ન અનેક શાસ્ત્રમાં આપેલ છે. તેમ છતાં તમારા અભિપ્રાય મુજબ પણ જમાલિને ચારે ગતિમાં ભ્રમણ છે તો નહિ જ. તેથી ઉપલક્ષણ વ્યાખ્યા દ્વારા જ એ દૃષ્ટાન્ત સંગત થાય છે એ યાદ રાખવું. એટલે કે ચતુર્ગતિક સંસાર પરિભ્રમણની બાબતમાં જમાલિનું દૃષ્ટાન્ત આપ્યું હોવા છતાં જેમ તેનામાં ચતુર્ગતિકસંસાર પરિભ્રમણ સિદ્ધ થઈ જતું નથી (કેમકે એ નરકમાં તો જવાનો નથી) તેમ અનંત સંસારની બાબતમાં તેનું દૃષ્ટાન્ત આપ્યું હોવા માત્રથી એનો સંસાર અનંત હોવો શી રીતે સિદ્ધ થઈ જાય ? વળી દૃષ્ટાન્તભૂત જમાલિમાં જ ચતુર્ગતિભ્રમણ કે અનંતસંસાર ન હોવાથી જે અસંગતિ જેવું દેખાય છે તેની સંગતિ આગળ કહી ગયા મુજબ ઉપલક્ષણ વ્યાખ્યાથી કરવી. એટલે કે સર્વજ્ઞમતલોપક શું કરી રહ્યો છે ? એવા પ્રશ્નના જવાબમાં ‘ચતુર્ગતિભ્રમણ ઊભું કરી રહ્યો છે’ એવું જે કહેવાય છે એ લક્ષણભૂત નથી, પણ ઉપલક્ષણભૂત છે.
(અધ્યવસાયભેદે ગતિ-સંસારકાળ વગેરેનો ભેદ)
પૂર્વપક્ષ ઃ ‘આશાતનાપ્રચુરજીવો નિયમા અનંતસંસારી હોય છે' એવું જણાવવા માટે જ જમાલિનું દૃષ્ટાન્ત કહ્યું છે. ચતુરંત શબ્દ તો સંસારનું વિશેષણ હોઈ તેના સ્વરૂપ માત્રને જણાવે છે, નહિ કે ‘આશાતના કરનાર બધા જીવો ચારે ગતિમાં ભમે જ' એવા નિયમને, ‘ચાર' ગતિમાં ભટકવાનો ન હોય તો અનંતસંસારી હોવો જ શી રીતે જણાય ?' એવું ન પૂછવું, કેમ કે ચારેગતિમાં જવું એ જ કાંઈ અનંત સંસારને જણાવનાર અભિવ્યંજક નથી, કારણ કે એ ગમનમાં અન્વય-વ્યતિરેક ઉભય-વ્યભિચાર છે.