________________
ધર્મપરીક્ષા ભાગ-૧ / ગાથા-૪૦
-
व्याख्यायां च – 'एकेन्द्रियादिजातिषु दूरं मनुजत्वविलक्षणास्वरघट्टघटीयन्त्रन्यायक्रमेण पुनः पुनरावर्त्तते । एतदपि कुतः सिद्धम् ? इत्याह यद् = यस्मात्कारणाद्, दीर्घा = द्राघीयसी, कायस्थितिः पुनः पुनर्मृत्वा तत्रैव काय उत्पादलक्षणा, भणिता=प्रतिपादिता, सिद्धान्ते, एकेन्द्रियादीनां जातीनामिति एकेन्द्रियद्वीन्द्रियादिलक्षणानां जीवाનામિતિ ।।'
૨૬૦
तत एकेन्द्रियादिजात्याश्रितस्यैवारघट्टघटीयन्त्रन्यायस्याश्रयणान्न दृष्टान्तदाष्टन्तिकयोर्वैषम्यमिति । तदसत्, तत्र मनुजत्वगतिदौर्लभ्याधिकारादरघट्टघटीयन्त्रन्यायसामान्यस्यैकेन्द्रियादिजातिमात्रेण विशेषविवक्षायामप्यत्र सर्वज्ञमतविकोपकस्य चतुरशीतिलक्षजीवयोनिसङ्कुलसंसारपरिभ्रमणाधिकारात् पुनः पुनर्गतिचतुष्टयभ्रमणाश्रितस्यैव विवक्षितत्वाद् । अत एव ' श्रुतविराधनातश्चातुर्गतिकसंसारपरिभ्रमणं भवति' इति स्फुटमेवान्यत्राभिहितं, जमालिदृष्टान्तश्च तत्रोपन्यस्त इति ।
तथा हि
'ईच्चेइयं दुवालसंगं गणिपिडगं तीते काले अणंता जीवा आणाए विराहेत्ता चातुरंतसंसारकंतारं अणुपरि
૫૨થી આ વાત (માનવભવની દુર્લભતા) જાણવી.” એની વ્યાખ્યામાં કહ્યું છે કે - “મનુષ્યપણાથી અત્યંત વિલક્ષણ એવી એકેન્દ્રિયાદિ જાતિઓમાં અરઘટ્ટઘટીયંત્રન્યાય મુજબ પુનઃ પુનઃ ફરે છે. આ વાત એના પરથી જણાય છે કે સિદ્ધાન્તમાં એકેન્દ્રિય બેઇન્દ્રિયાદિ જીવોની તે જ કાયમાં પુનઃ પુનઃ મરીને ઉત્પન્ન થવા રૂપ કાયસ્થિતિ દીર્ઘ કહી છે.”
આમ અહીં જેમ એકેન્દ્રિયાદિજાતિની અપેક્ષાએ જ અરઘટ્ટઘટીયંત્રન્યાય કહ્યો છે તેમ જમાલિની બાબતમાં પણ તે જ રીતે એ ન્યાય લેવાથી જમાલિનો અનંતસંસાર સિદ્ધ થવા છતાં ચારે ગતિમાં ભ્રમણરૂપ દાન્તિક અર્થ માનવાની આવશ્યકતા રહેતી નથી.
(પ્રસ્તુતમાં એ ન્યાય ચતુર્ગતિભ્રમણનો સૂચક-ઉત્તરપક્ષ)
ઉત્તરપક્ષ : આવી દલીલ યોગ્ય નથી, કેમ કે ઉપદેશપદમાં તો માનવભવની દુર્લભતાનો અધિકા૨ હોઈ અરઘટ્ટઘટીયંત્રના સામાન્ય ન્યાયની પણ એકેન્દ્રિયાદિજાતિમાં ભ્રમણરૂપે વિશેષ વિવક્ષા કરી છે. કિન્તુ પ્રસ્તુતમાં તો સર્વજ્ઞમતને ઊડાડનાર જીવના ચોર્યાશી લાખ જીવયોનિથી વ્યાપ્ત સંસારમાં થતા પરિભ્રમણનો અધિકાર હોઈ ચારે ગતિમાં ભ્રમણરૂપ સામાન્યન્યાયની જ વિવક્ષા છે. તેથી જ ‘શ્રુતવિરાધનાથી ચારેગતિમાં ભ્રમણ થાય છે’ એવું માત્ર ઉક્ત ન્યાય દ્વારા જ નહિ, પણ સ્પષ્ટ શબ્દો દ્વારા પણ અન્ય શાસ્ત્રમાં પ્રતિપાદન કર્યું છે અને ત્યાં પણ જમાલિનું દૃષ્ટાન્ત આપ્યું છે. જેમકે નંદીસૂત્રમાં કહ્યું છે કે : “આ દ્વાદશાંગ ગણિપિટકને આજ્ઞાની વિરાધના દ્વારા વિરાધીને અનંતા જીવો ભૂતકાળમાં
१. इतीदं द्वादशाङ्गं गणिपिटकमतीते काले अनन्ता जीवा आज्ञातो विराध्य चातुरन्तसंसारकान्तारं अनुपर्यटन् ।