________________
જમાલિના સંસારભ્રમણનો વિચાર
૨૬૩ तदसम्बद्धवाग्वादमात्रं, चतुरन्तशब्दार्थस्य संसारविशेषणत्वे चतुरन्तसंसारपरिभ्रमणस्य विशिष्टसाध्यस्य पर्यवसानात् चतुरन्तान्वितसंसारस्य भ्रमणेऽन्वयात्, तथा च दृष्टान्ते जमालौ साध्यवैकल्यदोषानुद्धारात्, न हि विशिष्टे साध्ये विशेष्यांशसद्भावमात्रेण दृष्टान्ते साध्यवैकल्यदोष उद्धर्तुं शक्यते । 'अनभिज्ञस्याहच्चैत्यानगारशब्दाभ्यामिव चतुरन्तसंसारकान्तारशब्दाभ्यामेकस्यैवार्थस्य बोधनं' इत्यभ्युपगमे च प्रेक्षावतामुपहासपात्रत्वापत्तिः ।
गत्यादीनां च यथा प्रतिप्राणिनं भिन्नत्वं तथा संसारस्याप्यध्यवसायविशेषाद् भिन्नत्वं किं नेष्यते ? "उम्मग्गमग्गसंपट्ठियाणं०" (गच्छा. प्र. ३१) इत्यादिनोत्सूत्रभाषिणां नियमादनन्तसंसारसिद्धौ च "सीअलविहारओ खलु भगवंतासायणाणिओगेण । तत्तो भवो अणंतो किलेसबहुलो जओ भणि ।।
ચારેય ગતિમાં ૧-૨ ભવ કરનારા અનંતસંસારી હોતા નથી જ્યારે નિગોદમાં અનંતકાળ રખડી દેવ કે નરકમાં ગયા વગર મોક્ષે જનારા અનંતસંસારી હોય છે. તેથી ભટકવાની તે તે ગતિઓ તો પ્રાણીએ પ્રાણીએ ભિન્ન હોવાથી એનો નિયમ નથી, પણ અનંતસંસારનો નિયમ તો છે જ. માટે ઉપલક્ષણ વ્યાખ્યાન કર્યા વિના પણ દૃષ્ટાન્તની કોઈ અસંગતિ નથી.
ઉત્તરપક્ષઃ તમારું આવું સમાધાન માત્ર અસંબદ્ધ પ્રલાપરૂપ જ છે, “ચતુરંત' શબ્દનો જે અર્થ છે તે જો સંસારનું વિશેષણ હોય તો સાધ્ય વિશિષ્ટરૂપે ફલિત થઈ જશે. અર્થાતુ હવે માત્ર સંસાર ભ્રમણ સાધ્ય નહિ રહે, પણ “ચતુરંતસંસારભ્રમણ એ સાધ્ય બનશે. અને તેથી દષ્ટાન્ત જમાલિમાં સાધ્યશૂન્યતાનો દોષ ઊભો જ રહેશે, કેમકે જ્યારે વિશિષ્ટ' ચીજ સાધ્ય હોય (એટલે કે વિશેષણ યુક્ત વિશેષ્ય સાધ્ય હોય, ત્યારે વિશેષણશૂન્ય માત્ર વિશેષ્ય અંશની હાજરીથી જ દષ્ટાન્તનો સાધ્યવૈકલ્પ દોષ દૂર થઈ શકતો નથી. “અનભિજ્ઞ (સ્થાનકવાસી) જેમ અઈચૈત્ય અને અણગાર શબ્દથી એક જ (સાધુ) અર્થનો બોધ કરે છે તેમ ચતુરંત અને સંસારકાન્તાર શબ્દથી એક જ (અનંતસંસાર) અર્થનો બોધ કરવાનો છે” એવું જો માનશો તો ડાહ્યા માણસોમાં હાંસી પાત્ર જ બનવાનું છે. વળી જીવે જીવે ભટકવાની ગતિ વગેરે જે જુદી જુદી માનો છો તેમ અધ્યવસાય ભેદના કારણે સંસાર પણ ઓછોવત્તો જુદો જુદો કેમ માનતા નથી? એટલે કે દરેક ઉસૂત્રભાષીનો સંસાર અનંત જ હોય એવો આગ્રહ શા માટે રાખો છો?
(અન્યથા અન્ય બાબતોમાં ય અનંત સંસારનો નિયમ માનવાની આપત્તિ) બાકી “હે ગૌતમ ! ઉન્માર્ગ માર્ગમાં રહેલા સન્માર્ગ નાશક સાધુઓનો સંસાર અનંત હોય છે.” આવું જણાવનાર ગચ્છાચારપ્રકીર્ણક (૩૧)ના વચન પરથી ઉસૂત્રભાષીઓને નિયમા અનંતસંસાર હોય છે એવું જો સિદ્ધ થતું હોય ને, તો તો “શિથિલવિહારથી ખરેખર અવશ્ય ભગવાનની આશાતના
- - - - - - - - - - - - - - - - - - - ૨. ૩ન્મામાલિંસ્થિતાનાં २. शीतलविहारतः खलु भगवदाशातनानियोगेन । तत्तो भवोऽनन्तः क्लेशबहुलो यतो भणितम् ॥
-
-
-
-
-
-
-
-