Book Title: Dharm Pariksha Part 01
Author(s): Yashovijay Maharaj, Abhayshekharsuri
Publisher: Divyadarshan Trust

View full book text
Previous | Next

Page 301
________________ ૨૫૮ ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૪૦ 'आयरिअपरंपरएण आगयं जो उ आणुपुव्वीए (छेयबुद्धीए) । જોવે છે વારું નમાનિળાસં વ ળાસીરિn' (ફૂ. 9.) 'आचार्याः श्रीसुधर्मस्वामिजम्बूनामप्रभवार्यरक्षिताद्यास्तेषां परंपरा प्रणालिका=पारंपर्यं तेन आगतं यद् व्याख्यानं= सूत्राभिप्रायः, तद्यथा-'व्यवहारनयाभिप्रायेण क्रियमाणमपि कृतं भवति' । यस्तु कुतर्कदध्मातमानसो मिथ्यात्वोपहतदृष्टितया, छेकबुद्ध्या निपुणबुद्ध्या 'कुशाग्रीयशेमुषीकोऽहं' इति कृत्वा, कोपयति–दूषयति अन्यथा तमर्थं सर्वज्ञप्रणीतमपि व्याचष्टे, 'कृतं कृतं' इत्येवं ब्रूयाद्, वक्ति च 'न हि मृत्पिण्डक्रियाकाल एव घटो निष्पद्यते, कर्मगुणव्यपदेशानामनुपलब्धेः'; स एवं छेकवादी=निपुणोऽहं' इत्येवंवादी पंडिताभिमानी, जमालिनाशं= जमालिनिह्नववत्सर्वज्ञमतविगो(को)पको, विनक्ष्यति अरघट्टघटीयन्त्रन्यायेन संसारचक्रवालं बंभ्रमिष्यति ।' વળી પ્રક્રિયાવિલોપની જે તમે આપત્તિ આપી છે એ પણ યોગ્ય નથી, કેમ કે જેમ ચરમશરીરીથી કરાતા આરંભ-સમારંભમાં પણ સ્વરૂપતઃ નરકહેતુતા કહેવામાં કોઈ પ્રક્રિયા વિરોધ નથી તેમ આવા મરીચિના ઉસૂત્રવચનમાં સ્વરૂપ અનંતસંસારહેતુતા કહેવામાં કોઈ પ્રક્રિયાવિરોધ નથી. આ વાત બરાબર વિચારવી. (જમાલિનાં દષ્ટાંતનું સમર્થન પણ ઉપલક્ષણ વ્યાખ્યાથી) આ રીતે દૃષ્ટાંતનું સમર્થન કરવું યોગ્ય હોવાથી જમાલિની બાબતમાં પણ આવું જ સમર્થન જાણવું. કહેવાનો ભાવ એ છે કે સૂત્રકૃતાંગ-યથાતથ્ય અધ્યયનનિર્યુક્તિ-વૃત્તિ( )ના વચનને પકડીને જેઓ આવું કહે છે કે “અરઘટ્ટઘટીયંત્રન્યાય મુજબ સંસારચક્રમાં થતાં ભ્રમણને સિદ્ધ કરવા જમાલિને જે દષ્ટાંત તરીકે કહ્યો છે તેનાથી તે અનંત સંસારી હોવો સિદ્ધ થાય છે, કારણ કે દષ્ટાંત અવશ્ય સાધ્યધર્મથી યુક્ત હોય છે તેઓને ઘણી બાબતોની પૂછપરછ કરવા જેવી છે. ઉક્તનિયુક્તિ-વૃત્તિ વચનનો ભાવાર્થ આવો છે : શ્રીસુધર્માસ્વામી-જંબૂસ્વામી-પ્રભવસ્વામી-આર્યરક્ષિતસૂરિમહારાજ વગેરેની પરંપરાથી સૂત્રના અભિપ્રાયરૂપ જે વિવેચન ચાલ્યું આવતું હોય - જેમ કે વ્યવહારનયના અભિપ્રાયે “ક્રિયમાણ પણ કૃત હોય છે' ઇત્યાદિ તેને કુતર્કના અભિમાનથી ગ્રસ્ત મનવાળી કેટલીક વ્યક્તિ મિથ્યાત્વથી સમ્યગ્દષ્ટિ હણાઈ ગયેલ હોવાના કારણે તીણબુદ્ધિવાળો છું એવું વિચારીને દૂષિત ઠેરવે છે, એટલે કે સર્વજ્ઞપ્રણીત એવા પણ તે અર્થનું બીજી રીતે વિવેચન કરે છે - જેમ કે કૃતં જ કૃત હોય, મૃત્પિાદિક્રિયાકાલમાં કાંઈ ઘડો ઉત્પન્ન થઈ જતો નથી, કેમકે તે કાલમાં તેના (ઘડાના) કાર્ય, ગુણ, કે શબ્દોલ્લેખ દેખાતાં નથી ઇત્યાદિ. “હું હોંશિયાર છું’ એવા પંડિતપણાના અભિમાનવાળી આવી તે વ્યક્તિ એકવાદી જમાલિનિતંવની જેમ અરઘટ્ટઘટીયન્સન્યાય મુજબ સંસારચક્રવાલમાં વારંવાર ભટકે છે.” १. आचार्यपारंपर्येणागतं यस्त्वानुपूर्व्या (छेकबुद्धया)। कोपयति छेकवादी जमालिनाशं विनंक्ष्यति ॥

Loading...

Page Navigation
1 ... 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332