________________
કવિલા ઈત્યંપિ” વચનનો વિચાર
૨૫૭ त्वाद् । 'अनन्तसंसाराधिकाराभावादिह तदृष्टान्तानुक्तिः' इति तु प्रकृतग्रन्थस्य खण्डनं, न तु मंडनं, 'सा चायुक्ततरा दुरन्तानन्तसंसारहेतुः' इत्यवस्थितपाठपरित्यागेनैव तदृष्टान्ताऽध्याहारसंभवात्, तस्मादुक्तोपलक्षणव्याख्यानरीत्यैव प्रकृतोपनयसमर्थनं न्याय्यम् । ईदृशोत्सूत्रवचने स्वरूपतोऽनन्तसंसारहेतुत्ववचने चरमशरीरिक्रियमाणारंभेऽपि स्वरूपतो नरकहेतुत्ववचनवत् प्रक्रियाऽविरोधादिति सम्यग् विभावनीयम् । इत्थं च
(એટલે કે વિશેષ્ય બનેલ જે સંસારમાં દુરંતપણું હોય તે સંસારમાં અનંતપણું ન જ હોય એવો નિયમ નથી.) એમ “અનંત સંસારનો અહીં અધિકાર નથી, (કારણ કે શ્રાવકને તેવા સંક્લિષ્ટ અધ્યવસાય પૂર્વક વિપરીત પ્રરૂપણા હોતી નથી), તેથી અનંત સંસારનું દૃષ્ટાંત આપ્યું નથી એવું જે કહ્યું છે તે પણ પ્રસ્તુત ગ્રન્થના ખંડનરૂપ જ છે, મંડળરૂપ નહિ. કેમ કે “સા=વિપરીત પ્રરૂપણા અત્યંત અયુક્ત છે, કેમ કે દુરંત અનંત સંસારનો હેતુ છે' એવો જે નિશ્ચિતપાઠ મળે છે તેનો ત્યાગ કરીને જ દૃષ્ટાંતનું અકથન સંભવી શકે છે. કેમકે એ પાઠ હોય ત્યાં સુધી તો અનંતસંસારનો અધિકાર ચૂર્ણિકારને અભિપ્રેત હોવો પ્રસ્તુતમાં જણાયા કરે છે. માટે પૂર્વે કહી ગયા એ રીતે “ઉપલક્ષણ વ્યાખ્યાનથી મરીચિનું દૃષ્ટાંત આપ્યું છે' એ રીતે સમર્થન કરવું એ જ યોગ્ય છે. (કહેવાનો આશય એ છે કે પ્રસ્તુતમાં વિપરીત પ્રરૂપણાના અધિકારમાં સાવદ્યાચાર્ય વગેરેનું દૃષ્ટાન્ત ન કહેતાં મરીચિનું દષ્ટાંત કહેવાયું છે. મરીચિ તો અસંખ્ય સંસાર જ રખડ્યો છે, અનંત સંસાર નહિ. માટે દષ્ટાન્તગ્રન્થને સંગત ઠેરવવા પૂર્વપક્ષી એમ કહે છે કે અહીં અસંખ્ય સંસારનો જ અધિકાર છે, અનંતસંસારનો નહિ, અને તેથી અસંખ્ય સંસારની કારણતાવાળી મરીચિની વિપરીત પ્રરૂપણાને અહીં દષ્ટાંત તરીકે કહી છે એ સંગત રહે છે. (આમ કહેવામાં પૂર્વપક્ષીનો આશય તો એ જ છે કે “જ્યાં અનંતસંસારનો અધિકાર નથી એવા પણ આ સ્થાનમાં મરીચિનું દૃષ્ટાંત આપ્યું છે તે સૂચવે છે કે સાવદ્યાચાર્ય વગેરેનું ઉસૂત્ર કે જે અનંત સંસારનો હેતુ છે તેના કરતાં મરીચિની પ્રરૂપણા વિલક્ષણ હતી. એટલે કે એ ઉસૂત્ર નહિ, પણ ઉત્સુત્રમિશ્ર હતી.”) પ્રથકારનું કહેવું એ છે કે આ રીતે ગ્રન્થસંગતિ કરવી એ ગ્રન્થનું મંડન નથી, પણ ખંડન છે, કેમ કે ગ્રન્થમાં વિપરીત પ્રરૂપણાનું સ્વરૂપ દેખાડીને પછી જે કહ્યું છે કે “તે (આ) વિપરીતપ્રરૂપણા અત્યંત અયુક્ત છે, કેમ કે દુરન્ત અનંતસંસારનો હેતુ છે.” તેના પરથી જણાય છે કે અહીં અનંતસંસારનો જ અધિકાર છે. અસંખ્ય સંસારનો નહિ. માટે જો અહીં અસંખ્યસંસારનો જ અધિકાર લેવો હોય તો “તે અત્યંત અયુક્ત છે, કેમ કે દુરન્ત...” વગેરે પાઠ કાઢી નાંખવો પડે જે ગ્રન્થના ખંડનરૂપ છે. માટે પ્રસ્તુતમાં પણ “અનંતસંસારનો અધિકાર છે. એવું માનવું એ જ યોગ્ય છે. તેમ છતાં અસંખ્યકાળ જ સંસારમાં રખડેલા મરીચિનું જે દાંત અપાયું છે તેના કારણે થોડી અસંગતિ જેવું લાગે છે. એટલે તેનું વારણ કરવા ગ્રન્થકારે પૂર્વે દર્શાવાઈ ગયેલી ઉપલક્ષણ વ્યાખ્યાનો નિર્દેશ કર્યો છે.)