________________
૨પ૬
ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૪૦ एव भाव्याः । येन कारणेन कस्यचिदनाभोगमूलकमप्युत्सूत्रं कुदर्शनप्रवृत्तिहेतुत्वेन दीर्घसंसारहेतुरपि भवति, तेन दुरन्तसंसारमधिकृत्य मरीचिरेव दृष्टान्ततया दर्शितः । तस्य च तथाभूतमप्युत्सूत्रं तथैव सञ्जातं, श्रीआवश्यकचूर्णावपि तथैवोक्तत्वात्, अन्यथा द्वित्रादिभवभाविमुक्तीनामपि मुनिप्रभृतीनामनन्तसंसारित्ववक्तव्यताऽऽपत्तौ जैनप्रक्रियाया मूलत एवोच्छेदः स्याद्-इत्यादि परेणोक्तम्, तदसत्, श्रावकस्यापि 'जणस्स धम्म परिकहेइ' त्ति वचनाद् गुरूपदेशायत्ततया धर्मकथनाधिकारित्वश्रवणात् कर्मपरिणतिवैचित्र्येण तस्यापि गुरूपदेशायत्ततां परित्यज्य कथञ्चित्सावद्याचार्यादीनामिव विपरीतप्ररूपणासंभवात्, तस्याश्च स्वरूपतोऽनन्तसंसारकारणत्वात् तत्प्रतिक्रमणार्थमिहेत्थमुपनिबन्धाद् । न चान्यत्र दुरन्ताभिधानमनन्तत्वप्रतिक्षेपकं, दुरन्तत्वस्यानन्तत्वाविरोधिવિચારી લેવું. વળી શ્રાવકનું અનાભોગથી થયેલું ઉસૂત્ર પણ કુદર્શનની પ્રવૃત્તિનો હેતુ બનવા દ્વારા કોઈકને દીર્ઘ (દુરંત - અસંખ્ય) સંસારનો હેતુ બને છે. તેથી દુરંતસંસારરૂપ ફળ દેખાડવાની અપેક્ષાએ જ (અનંતસંસાર ફળ નહિ) મરીચિને જ દૃષ્ટાંત તરીકે કહ્યો છે. કારણ કે અનાભોગથી બોલાયેલું ઉસૂત્ર પણ કુદર્શનની પરંપરા દ્વારા તેના તો દુરંતસંસારનો હેતુ બની ગયું હતું. શ્રી આવશ્યકચૂર્ણિમાં પણ તેમજ કહ્યું છે. બાકી યોગ્યતા ધરાવવા માત્રથી અનંતસંસાર વધવાના અધિકારમાં દષ્ટાન્ત તરીકે જો મરીચિને કહી શકાતો હોય તો તો, જેમાં અનંતસંસાર વૃદ્ધિની સ્વરૂપયોગ્યતા રહેલી હોય તેવી વિરાધના કરી બેસનારા, પણ તેમ છતાં જેઓ બે-ત્રણ ભવમાં જ મુક્તિ પમાનારા છે એવા પણ મહાત્માને “આ અધિકૃત વિરાધના અનંતસંસારનું કારણ બને છે, જેમ કે, અમુક (આ) મહાત્માને એ રીતે અનંતસંસારિતાના દાંત તરીકે કહેવાની આપત્તિ આવશે. અને તો પછી અનંતસંસાર વગેરે અંગેની જૈન પ્રક્રિયાનો મૂળથી જ લોપ થઈ જશે.
(તેમાં પણ અનંત સંસારનો જ અધિકાર છે - ઉત્તરપક્ષ). સમાધાનઃ આવું કહેવું યોગ્ય નથી, કેમ કે “શ્રાવકોને પણ ગુરુઉપદેશને આધીન રહીને ધર્મ કહેવાનો અધિકાર હોય છે એવું ઉપદેશમાળાના (૨૩૩) “લોકોને ધર્મ કહે' ઇત્યાદિ વચનથી જણાય છે. કર્મપરિણતિની વિચિત્રતાના કારણે ક્યારેક તે પણ ગુરુઉપદેશની આધીનતાને છોડી વિપરીત પ્રરૂપણા કરી બેસે એવું સંભવે છે, જે સ્વરૂપત અનંતસંસારનું કારણ હોય છે. માટે તેનું પ્રતિક્રમણ આવશ્યક બનવાથી અહીં તેનો ઉલ્લેખ કર્યો છે. માટે અહીં પણ અનંતસંસારનો અધિકાર છે જ. વળી આવશ્યકવૃત્તિમાં જે માત્ર “દુરંત' શબ્દ જ કહ્યો છે તે પણ કાંઈ અનંતત્વના અભાવને જણાવતો નથી. (એટલે કે સંસારને લગાડેલું દુરંત એવું વિશેષણ, “પ્રસ્તુત અધિકારમાં અસંખ્ય સંસારનો જ અધિકાર છે, અનંત સંસારનો નહિ એવું જણાવતું નથી) તેનું કારણ એ કે દુરંતત્વ એ અનંતત્વનું વિરોધી નથી.
૧. નન
ધર્મ પરિફથતિ.