________________
ધર્મપરીક્ષા ભાગ-૧ / ગાથા-૪૦
वत्युं पयासेइ, एवंविहा एगंतवायप्पहाणा परूवणा विवरीयपरूवणा भवइ, अओ तेसिं पडिक्कमणं ति चउत्थो हेऊ । इयमयुक्ततरा दुरन्तानन्तसंसारकारणं यदुक्तमागमे
२
૨૫૪
–
दुभासिएण इक्केण मरीई दुक्खसागरं पत्तो ।
મમિઓ જોડાજોડી સાગરસરિગાધિન્નાનું ।। (આ.નિ. ૪રૂ૮)
अत्र कश्चिदाह - 'नन्वत्र दुरन्तानन्तशब्दौ दुःखलभ्यान्तत्वेनाऽन्ताभावेन चासंख्यातानन्ताभिधायकौ विरुद्धार्थाविति कथमेतदुपपत्तिरिति, स भ्रान्तः । वैणस्सइकायमइगओ उक्कोसं जीवो उ संवसे ।।
कालमणंतदुरंतं समयं गोअम ! मा पमायए ।। (उत्तरा . १०)
इत्यादावनन्तशब्दसमानाधिकरणस्य दुरन्तशब्दस्य दर्शनाद् दुरन्तानन्तवचनस्यातिशयितानन्तवाचकत्वेन विरोधाभावाद् । इत्थं सति विपरीतप्ररूपणाया दुरन्तानन्तसंसारकारणत्वे मरीचि -
અથવા વસ્તુ એકાન્તે નિત્ય જ છે-એકાન્તે અનિત્ય જ છે અથવા દ્રવ્યમય જ છે કે પર્યાયમય જ છે અથવા સામાન્ય રૂપ જ છે કે વિશેષરૂપ જ છે...' આવી બધી એકાન્તવાદની પ્રધાનતાવાળી પ્રરૂપણાઓ એ વિપરીત પ્રરૂપણા બને છે. તેથી એનું પ્રતિક્રમણ કરવું પડે છે. આ પ્રતિક્રમણનો ચોથો હેતુ બતાવ્યો. ચારેમાં આ જ સૌથી વધુ અયુક્તતર છે, તેમજ દુરન્ત અનંત સંસારનું કારણ છે. આગમમાં કહ્યું છે કે ‘એક દુર્ભાષિતથી મરીચિ દુઃખસાગર પામ્યો. કોડાકોડી સાગરોપમ સુધી સંસારમાં ભમ્યો.” (દુરંત અને અનંત એ બે વિશેષણો વિરુદ્ધ નથી)
“અહીં ‘દુરંત’ એટલે દુઃખે કરીને જેનો અંત પામી શકાય તે. તેથી એ અસંખ્યાતકાળને જણાવે છે. અને ‘અનંત' એટલે જેનો અંત નથી તે. તેથી એ અનંતકાળને જણાવે છે. તેથી વિરુદ્ધ અર્થને જણાવનાર આ બંને શબ્દો એકી સાથે સંસારના વિશેષણ બનવા શી રીતે સંગત થાય ?” આવું પૂછનાર ભ્રમમાં પડેલો છે, કેમકે ઉત્તરાધ્યયનના (૧૦ અ) “વનસ્પતિકાયમાં ગયેલો જીવ ઉત્કૃષ્ટથી દુરંત અનંતકાલ રહે છે. માટે હે ગૌતમ ! એક સમયનો પણ પ્રમાદ ન કર.” ઇત્યાદિ વચનથી જણાય છે કે અનંત-દુરંત શબ્દો એક જ વસ્તુના વિશેષણ હોવા પણ શાસ્ત્રસંમત છે. તે પણ એટલા માટે કે દુરન્ત અનંત શબ્દ વધુ ભીષણ અનંતનો વાચક હોઈ એમાં કોઈ વિરોધ નથી. આટલું નિર્ણીત થયે છતે આવી જે કુશંકા છે કે “વિપરીત પ્રરૂપણા દુરંત અનંત સંસારનું કારણ બને છે એ બાબતમાં મરીચિનું દૃષ્ટાંત
१. वस्तु प्रकाशयति, एवंविधा एकान्तवादप्रधाना प्ररूपणा विपरीतप्ररूपणा भवति । अतस्तेषां प्रतिक्रमणमिति चतुर्थो हेतुः । २. दुर्भाषितेनेकैन मरीचिर्दुःखसागरं प्राप्तः । भ्रान्तः कोटाकोटीसागरसदृग्नामधेयानाम् ।
३. वनस्पतिकायमतिगत उत्कृष्टं जीवस्तु संवसेत् । कालमनन्तदुरन्तं समयं गौतम ! मा प्रमादीः ॥