Book Title: Dharm Pariksha Part 01
Author(s): Yashovijay Maharaj, Abhayshekharsuri
Publisher: Divyadarshan Trust

View full book text
Previous | Next

Page 295
________________ ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૪૦ वृद्धिहेतुत्वेनावश्यकचूर्णावुक्तत्वादिति सोऽयं दुरभिप्रायः, यत इत्थं सति फलत एवेदमुत्सूत्रं स्यान्न तु स्वरूपतः, उच्यते स्वरूपतोऽपीदमुत्सूत्रं, उत्सूत्रत्वादेव च संसारहेतुरिति यत्किञ्चिदेतत् । अत एव श्राद्धप्रतिक्रमणसूत्रचूर्णावपि 'पंडिसिद्धाणं करणे' इति व्याख्याने विपरीतप्ररूपणां विविच्य तत्कृताशुभफलभागित्वेन मरीचिरेव दृष्टान्ततयोपदर्शितः । ૨૫૨ < - 'विवरीअपरूवणाए य'त्ति, 'च' शब्दः पूर्वापेक्षया, 'विपरीअं वितहं उस्सुत्तं भण्णइ, परूपणा पन्नवणा देसनत्ति णे पज्जाया' विपरीता चासौ प्ररूपणा च विपरीतप्ररूपणा, तस्यां सत्यां प्रतिक्रमणं भवति । सा चैवं रूपा - सिअवायमए समए परूवणेगंतवायमहिगिच्च । उस्सग्गववायाइसु कुग्गहरूवा मुणेयव्वा ।। ખરાબ જાણવો, કારણ કે અશુભ અનુબંધના કારણે જે ધર્મ શબલ બને છે તે સ્વરૂપતઃ તો શુદ્ધ જ હોય છે, અશુભઅનુબંધ (પરંપરા) રૂપ ફળના કારણે તેમાં અશુદ્ધતા આવવાથી શબલતા આવે છે. તેમ પ્રસ્તુતમાં પણ ફલિત એ થશે કે મરીચિનું વચન સ્વરૂપતઃ તો સૂત્રરૂપ જ હતું પણ એનાથી કુદર્શનની પરંપરા જે ચાલી તે ફળની અપેક્ષાએ એમાં ઉત્સૂત્રત્વ આવવાથી એ મિશ્ર બન્યું. પણ આવું તો છે નહિ, કેમ કે એ વચનને શાસ્ત્રોમાં સ્વરૂપતઃ ઉત્સૂત્રં જ કહ્યું છે. તેમજ તે પરંપરાના કારણે નહિ પણ ઉત્સૂત્રપણાના કારણે જ એ સંસારહેતુ પણ બન્યું હતું. માટે આવો અભિપ્રાય તુચ્છ છે. (ઉત્સૂત્રપ્રરૂપણાનું સ્વરૂપ) આમ, મરીચિનું વચન, કુદર્શનની પરંપરા ચાલી તેના કારણે નહિ, કિન્તુ સ્વરૂપે જ જે ‘ઉત્સૂત્ર’ હતું, અને સ્વરૂપે જ જે સંસારવૃદ્ધિનું કારણ હતું, તેના કારણે જ, શ્રાદ્ધપ્રતિક્રમણસૂત્રની ચૂર્ણિમાં પણ ‘પઽિસિદ્ધાળું રળે’ ની વ્યાખ્યામાં વિપરીત પ્રરૂપણાનું (ઉત્સૂત્ર પ્રરૂપણાનું) સ્વરૂપ દેખાડીને પછી તે સ્વરૂપવાળું ઉત્સૂત્રભાષણ ક૨ના૨ તરીકે અને તેનું સંસારભ્રમણરૂપ અશુભફળ પામનાર તરીકે મરીચિને જ દૃષ્ટાન્ત તરીકે કહ્યો છે. તે આ રીતે ‘વિવરીઅ પવણાએ.....' ‘ચ' શબ્દ પ્રતિષિદ્ધકરણાદિની પૂર્વવાતોની અપેક્ષાએ સમુચ્ચય કરવા માટે છે. વિતથ-ઉત્સૂત્ર એ વિપરીત કહેવાય છે. પ્રરૂપણા એટલે પ્રજ્ઞાપના-દેશના એ તેના પર્યાયવાચી શબ્દો છે. વિપરીત એવી પ્રરૂપણા તે વિપરીત પ્રરૂપણા. તે થઈ જાય તો પ્રતિક્રમણ કરવું પડે. તે વિપરીત પ્રરૂપણાનું સ્વરૂપ આવું જાણવું - સ્યાદ્વાદમય સિદ્ધાન્તમાં એકાન્તવાદને મુખ્ય કરી ઉત્સર્ગ १. पडिसिद्धाणं करणे किच्चाणमकरणे य पडिक्कमणं । असद्दहणे अ तहा विवरीअपरूवणाए य ॥ ૨. વિપરીતપ્રરૂપળામાં ન। ३. विपरीतं वितथं उत्सूत्रं भण्यते, प्ररूपणा प्रज्ञापना देशनेति एषां पर्यायाः । ४. स्याद्वादमये समये प्ररूपणैकान्तवादमधिकृत्य । उत्सर्गापवादादिषु कुग्रहरूपा ज्ञातव्या ॥

Loading...

Page Navigation
1 ... 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332