________________
કવિલા ઈત્યંપિ૦’ વચનનો વિચાર
૨૫૧ तथा तत्रैव प्रदेशान्तरे प्रोक्तं – 'केचिद् गुरव आलंबनं विनैव सततं बहुतरप्रमादसेवितया कुचारित्रिणः देशनायामप्यचातुर्यभृतश्च, यथा तथाविधाः पार्श्वस्थादयः यथा वा मरीचिः ‘कविला इत्थंपि इहयंपि' इत्यादि देशनाकृद् । देशनायाश्चातुर्यं चोत्सूत्रपरिहारेण सम्यक् सभाप्रस्तावौचित्यादिगुणवत्त्वेन च ज्ञेयम् ।।' (तट १ अंश २ तरंग ११) इत्यादि । __ यत्तु कश्चिदाह 'उत्सूत्रलेशवचनसामर्थ्यादेव प्रतीयते मरीचेर्वचनं न केवलमुत्सूत्रं किन्तूत्सूत्रमिश्रमि'ति । तत्र, एवं सति 'जो चेव भावलेसो सो चेव भगवओ बहुमओ उ ।' त्ति षष्ठपञ्चाशक (३३) वचनाद् ‘य एव भावलेशो भगवद्बहुमानरूपो द्रव्यस्तवाद् भवति, स एव भगवतो मुख्यवृत्त्याऽनुमत' इत्यर्थप्रतीतौ तत्र भावलेशस्याभावमिश्रितस्य भगवद्बहुमतत्वापत्तेः, तस्माल्लेशपदमपकर्षाभिधायकं न तु मिश्रितत्वाभिधायकमिति मन्तव्यम् । स्यादयमभिप्रायः “धर्मस्यापि ह्यशुभानुबन्धादित्याह - 'धम्मो वि सबलओ होइ' इत्यादिना शास्त्रे शबलत्वमुच्यते, शबलत्वं च मिश्रत्वमेव। (इति) मरीचिवचनस्यापि कुदर्शनप्रवृत्त्याऽशुभानुबन्धान्मिश्रत्वमविरुद्धं, कुदर्शनप्रवृत्तेरेव तस्य संसार
ઉપદેશ રત્નાકરમાં જ બીજે (૧-૨-૧૧) કહ્યું છે કે “કેટલાક ગુરુઓ વિના કારણે જ સતત ઘણો પ્રમાદ સેવવા-વાળા હોઈ કુચારિત્રી હોય છે તેમ જ દેશના આપવામાં પણ ચાતુર્ય વિનાના હોય છે. જેમકે પાસત્થા વગેરે અથવા જેમકે “કવિલા...” ઇત્યાદિ દેશના આપનાર મરીચિ. ઉસૂત્રનો પરિહાર કરવાપૂર્વક સભા-પ્રકરણ-ઔચિત્ય વગેરે ગુણોને જાળવી રાખવા એ અહીં દેશના ચાતુર્ય જાણવું.”
(“લેશ” શબ્દ મિશ્રપણાને જણાવતો નથી) “અહીં ‘ઉસૂત્રલેશ” એવું જે કહ્યું છે તેના પરથી જ જણાય છે કે મરીચિનું વચન ઉસૂત્ર નહોતું પણ ઉત્સુત્રમિશ્ર હતું.” આવું કોઈએ જે કહ્યું છે તે ખોટું જાણવું, કેમકે “જે ભાવલેશ હોય છે તે જ ભગવાનને બહુમત હોય છે. આવા પંચાશક (૬-૩૩)ના વચનનો જે અર્થ જણાય છે કે “દ્રવ્યસ્તવથી ભગવાન પર બહુમાન જાગવારૂપ જે ભાવલેશ પ્રગટે છે તે જ મુખ્યતયા ભગવાનને અનુમત હોય છે તેમાં પણ લેશ શબ્દનો અર્થ મિશ્રિતત્વ થવાથી “અભાવમિશ્રિત ભાવ ભગવાનને અનુમત છે' એવો અર્થ ફલિત થવાની આપત્તિ આવે. તેથી લેશ” શબ્દ ઓછાશનો વાચક છે, મિશ્રતનો નહિ એ માનવું જોઈએ. કોઈને એવો અભિપ્રાય જાગે કે ““ધર્મ પણ શબલ થાય છે' ઇત્યાદિવચનથી શાસ્ત્રમાં ધર્મમાં પણ અશુભ અનુબંધથી શબલ– કહ્યું છે. અને શબલત્વ તો મિશ્રત્વરૂપ જ છે. તેથી કુદર્શન પ્રવર્તવાના કારણે અશુભ અનુબંધવાળું હોઈ મરીચિનું વચન પણ શબલ=મિશ્ર હોવું વિરુદ્ધ નથી. આવશ્યકચૂર્ણિમાં તેનાથી કુદર્શન પ્રવર્યું હોવાના કારણે જ તેને સંસારવૃદ્ધિના હેતુ તરીકે કહ્યું છે.” તો આ અભિપ્રાયને
१. यश्चैव भावलेशः स चैव भगवता बहुमतो तु । ૨. ધડપ અવતો અવતા