________________
ધર્મપરીક્ષા ભાગ-૧ / ગાથા-૪૦
मत्संबंधिनि साधुसंबन्धिनि चानुष्ठाने धर्मोऽस्तीति भणनात् । न च तत्र 'साधुसम्बन्धिनि' इति भणनेन 'मत्संबंधिनि देशविरत्यनुष्ठाने धर्मोऽस्ति' इत्येवाभिप्राय इति वाच्यम् ।
૨૪૬
–
जिनधर्मालसं ज्ञात्वा शिष्यमिच्छन् स तं जगौ । मार्गे जैनेऽपि धर्मोऽस्ति मम मार्गेऽपि विद्यते ।। इति हैमवीरचरित्रवचनात्स्वमार्गेऽपि तेन धर्माभिधानात् । स्वमार्गश्च तस्य स्वपरिगृहीतलिङ्गाचारलक्षणं कापिलदर्शनमेव । तत्र च मार्गे नियतकारणताविशेषसंबन्धेन धर्ममात्रमेव नास्ति कुतो देशविरत्यनुष्ठानम् ? इत्युत्सूत्रमेवैतदिति । अनियमाभिप्रायेण त्वस्योत्सूत्रपरिहारेऽन्यलिङ्गादि
અહીં ઉત્સૂત્ર પ્રરૂપણાની સંસા૨હેતુતાનો અધિકાર દેખાડી એમાં ભગવાનની અસ્પષ્ટ વચનથી થયેલ સંસારવૃદ્ધિનો ઉલ્લેખ કરનાર ઉપદેશમાળાની ગાથા સાક્ષી તરીકે વૃત્તિકા૨ે ટાંકી છે એના પરથી નિઃશંક રીતે જણાય છે જ કે પૂર્વાચાર્યોને ઉક્ત અસ્પષ્ટ પ્રરૂપણા પણ ઉત્સૂત્ર તરીકે જ માન્ય હતી. (મરીચિવચનમાં રહેલ ‘ FT ’ શબ્દના અર્થની વિચારણા)
વળી ‘મરીચિએ સ્વવચનમાં ‘ઇહ’ શબ્દનો ઉલ્લેખ દેશવિરતિરૂપ આંશિક ધર્મની અપેક્ષાએ જ કર્યો હતો' તેવો નિર્ણય શેના પરથી કર્યો ? ઉપદેશમાલાવૃત્તિમાં તો ‘કપિલ! અહીં અને અન્યત્ર પણ’ એ વાક્યની ‘મારા અનુષ્ઠાન અને સાધુના અનુષ્ઠાનમાં ધર્મ છે' એવી વ્યાખ્યા કરી છે. અર્થાત્ ઇહ શબ્દથી મરીચિએ છત્ર-પાવડી રાખવા વગેરે રૂપ પોતાના અનુષ્ઠાનનો જ ઉલ્લેખ કર્યો હતો.
શંકા : ‘સાધુસંબંધી’ એવો શબ્દ વૃત્તિમાં સાથે જે વપરાયો છે તેનાથી જણાય છે કે વૃત્તિમાં રહેલ ‘મત્સંબંધી’ શબ્દનો અર્થ એવો ક૨વાનો છે કે તેનો ઇહ શબ્દથી “મસંબંધી=મારા દેશવિરતિ અનુષ્ઠાનમાં ધર્મ છે” એવું જણાવવાનો અભિપ્રાય હતો.
સમાધાન : આ વાત બરાબર નથી. કારણ કે “જૈનધર્મની આળસવાળો જાણી શિષ્યને ઇચ્છતા મરીચિએ તેને કહ્યું કે જૈન માર્ગમાં પણ ધર્મ છે અને મારા માર્ગમાં પણ છે.” એવા હૈમવીરચરિત્રના વચનથી જણાય છે કે તેણે પોતાના માર્ગમાં પણ ધર્મ કહ્યો હતો. અને તેનો માર્ગ તો પોતે સ્વીકારેલ લિંગ-આચારરૂપ કાપિલદર્શન જ હતું. તે માર્ગમાં નિયતકારણતાવિશેષ સંબંધથી ધર્મમાત્રનો અભાવ હતો. (અર્થાત્ તે માર્ગ માર્ગાનુસારિતા વગેરે રૂપ સામાન્યધર્મનો પણ વિશેષ પ્રકારના નિયતકારણરૂપ નહોતો. એટલે કે શ્રીજિનેશ્વરદેવો વિશે કુશળચિત્ત, શાસ્ત્રલેખન, પૂજન વગેરે અનુષ્ઠાનઘટિત માર્ગ જેવા વિશેષપ્રકારના નિયતકારણરૂપ છે, આ ત્રિદંડ-શિખા વગેરે રાખવા વગેરે રૂપ કાપિલમાર્ગ તેવા વિશેષ પ્રકારના નિયત કારણરૂપ નહોતો. ધર્મ માટે જે વિશેષપ્રકારનું નિયત કારણ હોય તેમાં ધર્મ નિયતકારણતાવિશેષ સંબંધથી રહે.) તો દેશિવરિત અનુષ્ઠાન તો ક્યાંથી સંભવે ? તેથી એનું વચન ઉત્સૂત્ર જ હતું.
શંકા ઃ એ માર્ગ નિયતકારણરૂપ ભલે નહોતો, પણ ક્યારેક તો એ માર્ગથી પણ ધર્મ શક્ય હોઈ