________________
કવિલા ઇત્યંપિ” વચનનો વિચાર
૨૪૫ परिज्ञानाभावात्कथञ्चिदनाभोगहेतुकमुत्सूत्रमिति वदतो माता च मे वन्ध्या चेति न्यायापात इति द्रष्टव्यम् । किञ्च तस्योत्सूत्राभोगो नासीदित्यपि दुःश्रद्धानं, व्युत्पन्नस्य तस्य तादृशास्पष्टवचनेऽप्युत्सूत्रत्वप्रत्ययावश्यकत्वाद् । न च साधुभक्तस्य तस्य तथोत्सूत्रभाषणमसंभव्येवेति शङ्कनीयं, कर्मपरिणतेर्विचित्रत्वाद् । अस्पष्टत्वं च तत्राभिमतानभिमतविधिनिषेधावधारणाऽक्षमत्वलक्षणं नोत्सूत्राभोगाभावात्, किन्त्वनभिमतनिषेधांशे देशविध्यारोपप्रयोजकतथाविधसङ्कलेशात् । अत एव स्फुटाप्ररूपणमप्यस्यास्पष्टताऽऽख्यजातिविशेषशालिन्युत्सूत्रप्ररूपण एव पर्यवस्यति । तदुक्तं पाक्षिकसप्ततिकावृत्तौ - "उत्सूत्रप्ररूपणायाः संसारहेतुत्वात्," यथोक्तं - फुडपागडमकहंतो जहठ्ठियं बोहिलाभमुवहणइ । जह भगवओ विसालो जरामरणमहोअही आसि ।। त्ति । (उप. माला १०६) किञ्च 'इहत्ति' देशविरत्यभिप्रायेणैवोक्तमिति कुतो निर्णीतम् ? उपदेशमालावृत्तौ 'कपिल ! इहान्यत्रापि'
વચન કથંચિત્ અનાભોગ પ્રયુક્ત ઉસૂત્ર હતું. (તેથી અનંતસંસાર ફળક ન બન્યું.)” આવું કહેનારે તો સમજી લેવું જોઈએ કે પોતે “મારી મા વાંઝણી છે” એવું બોલી રહ્યો છે, કેમ કે “વિપરીત બોધ કરાવશે” એવું જાણ્યા પછી તાદશ ખ્યાલ ન આવવો એ વિરુદ્ધ વાત છે. વળી તેને ઉસૂત્રનો ખ્યાલ નહોતો' એ વાત તો મગજમાં જ બેસે તેવી નથી, કેમકે અગ્યાર અંગ ભણવાથી વ્યુત્પન્ન થયેલા તેને તેવા અસ્પષ્ટ વચનમાં પણ ઉત્સુત્રપણાનો ખ્યાલ અવશ્ય હોવો જ જોઈએ. “સાધુઓના ભગત એવા તેનું ભાષણ ઉત્સુત્ર હોવું સંભવતું નથી.” એવી શંકા ન કરવી, કારણ કે કર્મપરિણતિ વિચિત્ર હોય છે. અર્થાત્ ગમે તેવાને તે ભૂલથાપ ખવડાવી દે છે.
| (સંક્લેશ પ્રયુક્ત અસ્પષ્ટપ્રરૂપણા એ પણ ઉત્સુત્રપ્રરૂપણા) વળી કયા અભિમત અંશનું વિધાન છે? અને કયા અનભિમત અંશનો નિષેધ છે? એવો નિર્ણય ન થઈ શકવા રૂપ અસ્પષ્ટપણે તેના વચનમાં જે હતું તે “તેને ઉસૂત્રનો ખ્યાલ નહોતો' એ કારણે નહિ, પણ અનભિમત (પરિવ્રાજકવેષ)ના નિષેધ અંશમાં પણ આંશિકવિધાન જેનાથી થઈ જાય તેવા સંક્લેશના કારણે જ હતું. તેથી જ તેનું આ અસ્પષ્ટ પ્રરૂપણ પણ અસ્પષ્ટતા નામની વિશેષ પ્રકારની જાતિવાળા ઉસૂત્ર પ્રરૂપણમાં જ ફલિત થાય છે. આ વાત અમારા ઘરની નથી, કેમ કે પાક્ષિક સપ્તતિકા વૃત્તિમાં કહ્યું છે કે – “કેમકે ઉત્સુત્ર પ્રરૂપણા એ સંસારનો હેતુ છે.” વળી, ઉપદેશમાળા (૧૦૬) માં કહ્યું છે કે “સ્પષ્ટ પ્રકટ રીતે યથાસ્થિતપણે ન કહેતો વક્તા બોધિલાભને હણી નાખે છે. જેમ કે એવા વચનના કારણે પ્રભુ મહાવીરનો જરા-મરણના સમુદ્ર રૂપ સંસાર વિશાળ હતો(વધ્યો.)” १. स्फुटप्रकटमकथयन् यथास्थितं बोधिलाभमुपहन्ति । यथा भगवतो विशालो जरामरणमहोदधिरासीत् ।