________________
કવિલા ઈત્યંપિ૦’ વચનનો વિચાર
૨૪૭ सिद्धाभ्युपगमाच्चारित्रादेरपि तत्राभ्युपगमापत्तिरिति न किञ्चिदेतत् । एतेन 'कविला इत्थंपि' त्ति 'अपि' शब्दस्यैवकारार्थत्वानिरुपचरितः खल्वव साधुमार्गे, 'इहयंपि' त्ति स्वल्पस्त्वत्रापि विद्यते, स ह्येवमाकर्ण्य तत्सकाश एव प्रव्रजितः, मरीचिनाऽप्यनेन दुर्वचनेन संसारोऽभिनिवर्तितः इति ज्ञानसागरसूरिवचनमपि व्याख्यातं, तत्रापि मार्गभेदाभिप्रायेणैव धर्मभेदाभिधानात्, न हि साधुश्रावकयोर्मार्गभेदेन धर्मभेदः संभवदुक्तिकोऽपीति विचारणीयम् ।।
यत्तु मरीचिवचनमिदमावश्यकनियुक्तो दुर्भाषितमेवोक्तं न तूत्सूत्रमिति नेदमुत्सूत्रं वक्तव्यमिति केनचिदुच्यते तदसत्, दुर्भाषितपदस्यानागमिकार्थोपदेशे रूढत्वात् तदुत्सूत्रताया व्यक्तत्वात् । तदुक्तं પંવાશફૂટવૃાોઃ (૧૨/૨૭) 'संविग्गोणुवएसं ण देइ दुब्भासियं कडुविवागं । जाणतो तंमि तहा अतहक्कारो उ मिच्छत्तं ।।
તે માર્ગ અનિયતકારણરૂપ તો છે જ. તેથી અનિયતકારણતા સંબંધથી તો ધર્મ એમાં રહ્યો જ હતો ને !
સમાધાનઃ આ રીતે તો તેઓના માર્ગમાં ચારિત્રની પણ હાજરી માનવાની આપત્તિ આવશે, કેમ કે અન્યલિંગસિદ્ધ વગેરે ભેદો માન્યા છે એના પરથી જણાય છે કે કોઈકને તે માર્ગ પણ ચારિત્રનું કારણ બની જાય છે. તેથી આવો બચાવ પાંગળો છે. તેથી જ, “કવિલા ઇત્યંપિમાં રહેલો “અપિ” શબ્દ જકારાર્થક હોઈ મરીચિનું તાત્પર્ય એવું જણાય છે કે - આ સાધુમાર્ગમાં જ નિરુપચરિત રીતે ધર્મ રહ્યો છે, અને અલ્પ ધર્મ તો અહીં પણ રહ્યો છે. આવું સાંભળીને કપિલ મરીચિ પાસે દીક્ષિત થયો. મરીચિએ પણ આ દુર્વચનથી પોતાનો સંસાર વધાર્યો” એવી જ્ઞાનસાગરસૂરિ મહારાજની વાતની પણ વ્યાખ્યા થઈ ગયેલી જાણવી. કેમકે આવા શબ્દોથી તેમણે પણ જુદા જુદા માર્ગના અભિપ્રાયથી જ ધર્મનો ભેદ કહ્યો છે. અને સાધુ અને શ્રાવકનો ધર્મ જુદા જુદા માર્ગરૂપ છે અને તેથી તે બે ધર્મ જુદા જુદા છે એવું તો કોઈ રીતે કહેવું પણ સંભવતું નથી તે પણ વિચારવું. અર્થાત્ ઇહ શબ્દથી અન્યમાર્ગ તરીકે એણે દેશવિરતિનો જ ઉલ્લેખ કર્યો હતો એવું કહેવું કોઈ રીતે યોગ્ય નથી.
0 (‘દુર્ભાષિત” એટલે પણ ઉસૂત્ર) આવશ્યકનિર્યુક્તિમાં આ મરીચિવચનને દુભાષિત કહ્યું છે, ઉત્સુત્ર નહિ. તેથી એને ઉત્સુત્ર ન કહેવું જોઈએ” એવું કથન ખોટું જાણવું, કારણ કે ‘દુર્ભાષિત' શબ્દનો “અનાગમિક (આગમબાહ્ય) અર્થનો અપાતો ઉપદેશ' એવો અર્થ રૂઢ છે, અને તે ઉપદેશ ઉત્સુત્ર હોવો તો સ્પષ્ટ જ છે. પંચાશકસૂત્ર (૧૨-૧૭) અને તેની વૃત્તિમાં કહ્યું છે કે
“અનાગમિક અર્થના ઉપદેશરૂપ દુર્ભાષિત દુરન્તસંસારરૂપ દારુણ વિપાકવાળું હોય છે, જેમ કે
=
=
=
=
१. संविग्नोऽनुपदेशं न ददाति दुर्भाषितं कटुविपाकम् । जानंस्तस्मिंस्तथाऽतथाकारस्तु मिथ्यात्वम् ।