________________
૨૪૪
ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૪૦ भेदोपरक्ताभिप्रायोपश्लेषादुत्सूत्रमित्रत्वसंभवादिति चेत् ? न, सूत्रकथनांशेऽभिप्रायस्य प्राबल्येऽनुत्सूत्रस्योत्सूत्रकथनांशे तत्प्राबल्ये चोत्सूत्रस्यैव संभवान्मिथ्याव्यपदेशेन मिश्रस्यानवकाशाद्, अन्यथा 'क्रियमाणं न कृतं' इत्यंशेऽसत्यं प्रतिपादयामि इतरांशे च सत्यमिति मिथ्याव्यपदेशेन वदतो जमाल्यनुसारिणोऽपि नोत्सूत्रं स्यात् किन्तूत्सूत्रमिश्रमिति महदसमञ्जसम् ।
अपि च 'इदं मरीचिवचनमुत्सूत्रमिथ' इति वदता मूलत एव जैनी प्रक्रिया न ज्ञाता, यतः सूत्रोत्सूत्रव्यवस्था तावच्छूतभावभाषामाश्रित्य क्रियते । सा च सत्यासत्यानुभयरूपत्वात् त्रिविधैव दशवैकालिकनियुक्त्यादिसिद्धान्ते प्रतिपादिता । पराभिप्रायेण तु मिश्ररूपाया अपि तस्याः सिद्धौ भगवद्भद्रबाहूक्तविभागव्याघातप्रसङ्ग इति न किञ्चिदेतद् । इत्थं च मरीच्यपेक्षया मरीचेरनुत्सूत्रमेवेदं वचनं कपिलापेक्षया च विपर्यासबुद्धिजनकत्वज्ञानेऽपीत्थमुच्यमानमेतद्वचनं ममोत्सूत्रमिति
અને અસત્યબોધકપ્રકારના ભેદથી રંગાયેલો હોય, એટલે કે વિશેષ્યના એક સભૂતપ્રકારને અને એક અસભૂત (ગેરહાજર) પ્રકારને જણાવવાના અભિપ્રાયથી ઉત્સુત્રમિશ્રવચન સંભવી શકે છે.
ઉત્તરપક્ષ: એ રીતે પણ તે સંભવતું નથી, કેમ કે એમાં સૂત્રકથનાંશ (સદૂભૂત પ્રકાર) તરફ અભિપ્રાયનો જો ઝોક વધુ હોય તો અનુસૂત્ર (સૂત્રાનુસારી) વચન જ બોલાવું સંભવે છે અને ઉસૂત્રકથનાંશ (અસભૂત) પ્રકારને જણાવવાનો અભિપ્રાય જો જોર કરી જતો હોય તો ઉસૂત્રવચન બોલાવું સંભવે છે. તેથી મિથ્યાવ્યપદેશથી વચનપ્રયોગ મિશ્ર બનવાનો અવકાશ રહેતો નથી. નહીંતર તો ક્રિયમાણ ન કૃતમ્ એટલા અંશમા અસત્યનું પ્રતિપાદન કરું અને શેષ અંશમાં સત્યનું પ્રતિપાદન કરું એવા અભિપ્રાયથી મિથ્યાવ્યપદેશ કરતાં જમાલિના અનુયાયીઓનું વચન પણ ઉસૂત્રમિશ્ર જ થશે, ઉસૂત્ર નહિ, જે મોટું અસમંજસ છે.
(સૂત્ર-ઉત્સુત્ર વિભાગ શ્રુતભાવભાષાને સાપેક્ષ) વળી આ મરીચિવચનને ઉસૂત્રમિશ્ર કહેનારે તો મૂળથી જ જૈનપ્રક્રિયા જાણી નથી. કેમ કે સૂત્રઉત્સુત્રનો વિભાગ શ્રુતભાવભાષાની અપેક્ષાએ પાડવામાં આવે છે. જે શ્રુતભાવભાષા દશવૈકાલિકનિર્યુક્તિ વગેરે સિદ્ધાન્તમાં સત્ય-અસત્ય અને અનુભવ એવા ત્રણ પ્રકારવાળી જ કહી છે. ઉત્સુત્રમિશ્ર વચનને સ્વીકારનારે તો તેવા વિભાગ માટે મિશ્રરૂપ શ્રુતભાવભાષા પણ માનવી પડશે, જેનાથી ભગવાન શ્રીભદ્રબાહુસ્વામીએ બતાવેલ તે વિભાગનો વ્યાઘાત થઈ જવાની આપત્તિ આવે છે. માટે મિશ્રવચન માનવાની વાત તુચ્છ છે.
મરીચિને પોતાની અપેક્ષાએ તો એ વચન અનુસૂત્ર જ હતું. વળી “આ રીતે બોલાયેલું મારું વચન કપિલને વિપરીત બોધ કરાવશે,' એવું મરીચિ જાણતો પણ તો, તેમ છતાં “આ રીતે બોલાતું વચન કપિલની અપેક્ષાએ મારું ઉત્સુત્ર ભાષણ જ બનશે,' એવો ખ્યાલ મરીચિને ન હોવાથી તેનું એ