________________
૨૪૦
ધર્મપરીક્ષા ભાગ-૧ / ગાથા-૪૦
o
स्तोकादपि ततः = उत्सूत्रात्,
योज्यः, सर्वेषामेव गुणाननुमोदेत, भव्य इति शेषः । यद् = यस्मात्, मरीचिरिव दुःखं लभेत । मरीचिर्हि 'कविला ! इत्यंपि इहयंपि' इति स्तोकादप्युत्सूत्रात्सागरोपमकोटाकोटीमानसंसारपरिभ्रमणजन्यदुःखं लब्धवान्, ततो यो मार्गानुसार्यनुमोदनां लुम्पन्नुत्सूत्रसहस्रवादी तस्य किं वाच्यमिति भावः ।
अत्र केचिदाहुः- मरीचिरुत्सूत्राद् दुःखं लब्धवानिति वयं न सहामहे, उत्सूत्रस्य नियमतोऽनन्तसंसारकारणत्वात्, तेन चासंख्येयसंसारार्जनात्, तत उत्सूत्रमिश्रितमेवेदं मरीचिवचनं, न तूत्सूत्रमिति प्रतिपत्तव्यम् । तथाहि - साधुधर्मे द्विरुक्तेऽपि साधुधर्मानभिमुखेन कपिलेन 'युष्मत्समीपे ઋષિદ્ધર્મોઽસ્તિ?' કૃતિ પૃષ્ટ, આવશ્યવૃત્ત્વભિપ્રાયેળ તુ ‘મવદર્શને િિગ્નદ્ધર્મો?િ’ રૂતિ વૃષ્ટ, ‘અહો । अयं प्रचुरकर्मा द्विरुक्तोऽपि साधुधर्मानभिमुखो मदुचितः सहायः संवृत' इति विचिन्त्य 'मम देशविरतिधर्मोऽस्ति' इत्यभिप्रायेण 'मनागिहाप्यस्ति' इति मरीचिरुक्तवान् । तत्र मरीचेर्यदि देशविरतिविमर्शना नाभविष्यत्तर्हि 'मनाग्' इति नाभणिष्यत् । एतद्वचनं परिव्राजकवेषे सति परिव्राजकदर्शने किञ्चिद्धर्मव्यवस्थापकं
પણ ઉત્સૂત્રથી મરીચિની જેમ દુઃખ આવે છે. ‘કપિલ ! (ધર્મ) ત્યાં પણ છે અને અહીં પણ છે.’ એટલા અલ્પ ઉત્સૂત્રથી એક કોડાકોડી સાગરોપમ સુધી સંસારમાં પરિભ્રમણનું દુઃખ મરીચિ પામ્યો હતો, તો માર્ગાનુસારીની અનુમોદનાનો વિલોપ કરનાર હજારો ઉત્સૂત્ર બોલનારનું તો શું થશે ? એ વિચારવું જોઈએ.
(મરીચિનું વચન ઉત્સૂત્રમિશ્ર હતું : પૂર્વપક્ષ)
પૂર્વપક્ષ : ‘મરીચિ ઉત્સૂત્રથી દુઃખ પામ્યો' એ વચનને અમે સહી શકતાં નથી, કારણ કે ઉત્સૂત્રભાષણ નિયમા અનંત સંસારનું કારણ બને છે જ્યારે મરીચિનો તો અસંખ્ય સંસાર જ વધ્યો હતો. તેથી ‘તેનું ઉક્તવચન ઉત્સૂત્રમિશ્રિત જ હતું, નહિ કે ઉત્સૂત્ર' એ વાત સ્વીકારવી જ જોઈએ. તે આ રીતે યુક્ત પણ ઠરે છે – બે વાર સાધુ ધર્મનો ઉપદેશ આપવા છતાં સાધુ ધર્મ માટેની તૈયારી વિનાના કપિલે ‘તમારી પાસે કોઈ ધર્મ છે કે નહિ ?’ એવું પૂછ્યું. (આવશ્યકવૃત્તિના અભિપ્રાય મુજબ - ‘તમારા દર્શનમાં કોઈ ધર્મ છે કે નહિ ? એવું પૂછ્યું) ત્યારે ‘અહો ! બે વાર સમજાવવા છતાં ભારેકર્મી હોઈ સાધુધર્મને અભિમુખ ન થયેલો આ મારે માટે યોગ્ય સહાયક બની રહેશે' એવો વિચાર કરીને અને ‘મારી પાસે દેશવિરતિ ધર્મ તો છે’ એવા અભિપ્રાયથી મરીચિએ ‘અહીં પણ કાંઈક ધર્મ છે' એવું કહ્યું. એમાં મરીચિને જો પોતાના દેશવિરતિ ધર્મ નજરમાં આવ્યો ન હોત અને શિષ્યના લોભથી અસત્ય જ બોલવું હોત તો એ ‘કંઈક’ એવું ન કહેત. આમ મરીચિએ તો દેશવિરતિધર્મની અપેક્ષાએ જ એ વચન કહ્યું હતું, પણ એનો
ન
૨. પિત ! ત્યમપીહાતિ ।