________________
૧૭૩
ધર્મપક્ષ-અધર્મપક્ષ, આરાધક-વિરાધક ચતુર્ભગી देशाराधकत्वं ब्रूमः, किन्तु रागद्वेषासद्ग्रहादिमान्द्येन मार्गानुसारिण्यैव तया, सा च सामान्यधर्मपर्यवसनापि धर्मपक्षे न समवतरति, तत्र भावविरतेरेव परिगणनात्, तदभावे बालत्वात्, तदुक्तं 'अविरइं पडुच्च बाले आहिज्जइ' त्ति । एतवृत्तिर्यथा-'येयमविरतिरसंयमरूपा सम्यक्त्वाभावान्मिथ्यादृष्टेद्रव्यतो विरतिरप्यविरतिरेव, तां प्रतीत्य आश्रित्य, बालवद् बालोऽज्ञः, सदसद्विवेकविकलत्वात्, इत्येवमाधीयते व्यवस्थाप्यते वेति' । द्रव्यविरतिश्च मिथ्यात्वप्राबल्येऽप्राधान्येन तन्मान्ये च मार्गानुसारित्वरूपा प्राधान्येनापि संभवतीत्येवं विषयविभागपर्यालोचनायां न कोऽपि दोष इति, अवश्यं चैतदगीकर्तव्यं, अन्यथा परस्य मार्गानुसारिणो मिथ्यादृष्टेविलोपापत्तिः, मिथ्यात्वसहिताया अनुकंपादिक्रियाया अप्यकिञ्चित्करत्वाद् । 'यदीयानन्तानुबन्धिनां जीर्णत्वेन न सम्यक्त्वप्राप्तिप्रतिबन्धकत्वं तेषां मार्गानुसारित्वं, ते च सम्यक्त्वाभिमुखत्वेन सम्यग्दृष्टिवदेवावसातव्याः' इति त्वावयोः समानमिति, न चेदेवं तदाऽऽदिधार्मिकविधिः सर्वोऽप्युच्छिद्येतेति सर्वथाऽभिनिविष्टचित्तानां मिथ्यादृशां
કહેતાં નથી. કિન્તુ રાગ-દ્વેષ-અસદ્ગહ વગેરેની મંદતા યુક્ત માર્ગાનુસારી ક્રિયાના કારણે જ તે કહીએ છીએ. સામાન્યધર્મરૂપે ફલિત થતી પણ તે ક્રિયા ધર્મપક્ષમાં ગણાતી નથી, કેમ કે તેમાં તો માત્ર ભાવવિરતિ જ ગણાય છે જેના અભાવમાં જીવની “બાળ' તરીકે ગણતરી થાય છે. કહ્યું છે કે (સૂ.કૃ. ૨-૨-૮૪) “અવિરતિના કારણે જીવો બાળ કહેવાય છે.” આની વૃત્તિ - “મિથ્યાત્વીની દ્રવ્યવિરતિ પણ સમ્યકત્વનો અભાવ હોવાના કારણે અવિરતિ જ છે. આવી અસંયમરૂપ અવિરતિના કારણે જીવ બાલ=અજ્ઞ કહેવાય છે, કેમ કે બાળકની જેમ એ પણ સ-અસત્ વિવેકશૂન્ય હોય છે.” વળી દ્રવ્યવિરતિ તો મિથ્યાત્વની પ્રબળતા હોય તો અપ્રધાનતયા (ભાવવિરતિનું કારણ પણ ન બનવાથી) અને મંદતા હોય તો માર્ગાનુસારિતારૂપે પ્રધાનતયા પણ સંભવે છે. આમ ધર્મપક્ષમાં નહિ અવતરતી એવી પણ મિથ્યાત્વીઓની ક્રિયામાં પ્રધાનતયા - અપ્રધાનતયા દ્રવિરતિ બનવા રૂપ વિશેષતા હોય છે. આવા વિષયવિભાગનું પર્યાલોચન કરવાથી કોઈ દોષ રહેતો નથી.
આવો વિષયવિભાગ અવશ્ય સ્વીકારવો પણ પડે જ છે, કેમ કે નહીંતર તો આવો વિષયવિભાગ ન માની બધા મિથ્યાત્વીઓની ક્રિયાને સમાન રીતે અધર્મપક્ષમાં ગણવાની હોય તો) અન્યમાર્ગસ્થ માર્ગાનુસારી જીવો જેવા કોઈ જીવો જ રહેશે નહિ, કેમ કે તેઓની અનુકંપા વગેરે ક્રિયાઓ પણ મિથ્યાત્વયુક્ત હોઈ મોક્ષ માટે અકિંચિકર જ હોવાના કારણે તેઓમાં અન્ય મિથ્યાત્વીઓ (ભવાભિનંદી) કરતાં કોઈ વિશેષતા રહેતી નથી.” ~ “જેઓના અનંતાનુબંધી કષાયો માંદલા થઈ ગયા હોવાથી સમ્યકત્વની પ્રાપ્તિનો પ્રતિબંધ કરી શકતા નથી તેવા જીવો માર્ગાનુસારી છે. અને તેઓનો તો, તેઓ સમ્યકત્વને અભિમુખ હોઈ સમ્યકત્વીઓમાં જ અંતર્ભાવ કરવાનો છે.” ~ એવી વિવેક્ષા તો આપણી બન્નેની સમાન જ છે. વળી મિથ્યાત્વીઓની ક્રિયામાં આવો તફાવત ન હોય તો તો આદિધાર્મિક
१. अविरतिं प्रतीत्य बाल आधीयते।