________________
આરાધક-વિરાધક ચતુર્ભગી
૧૮૭ परिव्राजकादीनां ज्योतिष्कादूर्ध्वमुपपाताभावः प्रसज्येत, मोक्षकारणभूतानां सम्यग्ज्ञानादीनां त्रयाणां लेशतोऽप्यभावेन देशविरतिसर्वविरत्योर्युगपद्विराधकत्वात् । तथा 'द्वादशाङ्गपर्यन्तनानाश्रुतावधिप्रवृत्त्यप्राप्तिमान् छद्मस्थसंयतो दूरे, केवल्यप्यप्राप्तजिनकल्पादेविराधकः प्रसज्येत' - इति यत्परेण प्राचीनग्रन्थदूषणरसिकेण प्रोक्तं तत्परिभाषाज्ञानाभावविजृम्भितमिति द्रष्टव्यम्, 'यो यदप्राप्तिमान् स तद्विराधक' इति व्याप्तावत्र तात्पर्याभावात्; किन्तूक्तपरिभाषायामेव तात्पर्यात् ।। અવિરત સમ્યકત્વીજીવો આ ભાંગામાં આવી જતાં હોવાથી એ ભાંગો નિરર્થક તો રહેતો જ નથી. તો પછી ‘અપ્રાતે' એવા વિકલ્પવ્યાખ્યાનની જરૂર શી છે? હા ! હજુ “પ્રાપ્તના અપાલનથી” એવી પ્રથમ વ્યાખ્યા કરવા છતાં કોઈ જીવ આ ભાંગામાં આવી શકતો ન હોત અને તેથી આ ભાંગો શૂન્ય રહેવાના કારણે સૂત્ર અપ્રમાણ બનવાની આપત્તિ આવતી હોત તો તો એવું વિકલ્પ વ્યાખ્યાન આવશ્યક બને... પણ એવું તો છે નહિ. તેથી જેમાં મોટી અસંગતિ ઊભી થાય છે તેવી આ વિકલ્પ વ્યાખ્યાની જરૂર શી છે?
(પ્રતેવ' વ્યાખ્યામાં પૂર્વપક્ષીએ કલ્પેલી અસંગતિ) એ મોટી અસંગતિ આ પ્રમાણે - જો અપ્રાપ્તિ હોવા માત્રથી વિરાધક થઈ જવાતું હોય તો તો ચરક-પરિવ્રાજક વગેરે જ્યોતિષ દેવલોકથી ઉપર જઈ જ શકશે નહિ, કેમ કે મોક્ષના કારણભૂત સમ્યગુજ્ઞાન વગેરે ત્રણમાંથી એકેયની આંશિક પ્રાપ્તિ પણ તેઓને ન હોવાથી તેઓ તો દેશવિરતિ-સર્વવિરતિના એક સાથે વિરાધક ઠરે છે. દેશવિરાધક જીવો જઘન્યથી ભવનપતિમાં અને ઉત્કૃષ્ટથી જ્યોતિષમાં જાય છે, એવું ભગવતીજી સૂત્ર (૧-૨૫-૫-)માં કહ્યું છે. તેમજ દ્વાદશાંગી સુધીનું વિવિધ શ્રત, અવધિજ્ઞાન વગેરેને ન પામેલ છદ્મસ્થ સાધુ તો શું, પણ કેવલજ્ઞાની પણ અપ્રાપ્ય એવા જિનકલ્પ વગેરેના વિરાધક થઈ જશે. માટે અપ્રાપ્તિ હોવા માત્રથી વિરાધકતા માનવી યોગ્ય નથી.
| ('મwવ' વ્યાખ્યાનું તાત્પય). સમાધાનઃ દૂધમાંથી પોરા કાઢવાની જેમ પ્રાચીન ગ્રન્થોમાંથી દૂષણો શોધવાના રસિયા પૂર્વપક્ષીએ જે આ શંકા કરી છે તે પરિભાષાના જ્ઞાનના અભાવનું જ પરાક્રમ છે એ જાણવું. ‘અપ્રાપ્ત’ એવી વ્યાખ્યાનું “જેને જેની પ્રાપ્તિ થઈ ન હોય તે તેનો વિરાધક છે” એવી સાર્વત્રિક વ્યાપ્તિ જણાવવાનું તાત્પર્ય જ નથી કે જેથી ચરકપરિવ્રાજકાદિ અપ્રાપ્ય એવા દેશવિરતિ વગેરેના અને કેવળી ભગવંતો અપ્રાપ્ત એવા જિનકલ્પ વગેરેના વિરાધક હોવા ફલિત થાય. કિન્તુ આ ચતુર્ભગીની પરિભાષામાં જ એ વચનનું તાત્પર્ય છે. અર્થાત્ આ પારિભાષિક ચતુર્ભગીના બીજા ભાંગામાં ચારિત્રાંશને નહિ પામેલા અવિરતસમ્યક્ત્વનો પણ પારિભાષિક દેશવિરાધક તરીકે સમાવેશ કરવો એટલું જ એનું તાત્પર્ય છે. (તેથી ચરકાદિમાં આ પરિભાષિક દેશવિરાધત્વ આવવા છતાં તેઓ જ્યોતિષ દેવલોકની ઉપર જઈ