________________
અનુમોદના-પ્રશંસા વિચાર
૧૯૯ चाज्ञाबाह्यस्य वस्तुनः प्रशंसाव्यवस्थितेः, भवति हि निजकार्यादिनिमित्तमसद्गुणस्यापि प्रशंसा, अत વાયના મોડપિ (સ્થા.૪/૩૭૦) – "चउहिं ठाणेहिं असंते गुणे दीवेज्जा, अब्भासवत्तियं, परछंदाणुवत्तियं, कज्जहेउ, कयपडिकइए त्ति ।।"
सा चेयमनिष्टप्रशंसाऽतिचाररूपापि प्रयोजनविशेषेण कस्यचित्कादाचित्की स्याद्" इत्येतदपि वचनं शोभनं, स्वारसिकप्रशंसाया अनिष्टाऽविषयत्वात्, पुष्टालंबनकानिष्टप्रशंसाया अपीष्टविषयत्वपर्यवसानात्, न हि किञ्चिज्जात्येष्टमनिष्टं वा वस्तु विद्यते, किन्तु परिणामविशेषेण भजनीयमिति । यदुवाच कल्पाकल्पविभागमाश्रित्य वाचकमुख्यः -
ધાર્મિક અનુષ્ઠાનની અને અનિષ્ટ એવા આજ્ઞાબાહ્ય અનુષ્ઠાનની પણ પ્રશંસા થતી દેખાય છે પોતાનું કામ કઢાવી લેવા માટે અવિદ્યમાન ગુણોની પણ પ્રશંસા થાય છે. (કિન્તુ અનુમોદના થતી નથી.) તેથી જ આગમમાં (સ્થા. ૪-૩૭૦) કહ્યું છે કે “ચાર નિમિત્તોએ અવિદ્યમાન ગુણોની પણ પ્રશંસા થાય છે. (૧) અભ્યાસ નજીક રહેવાના કારણે (૨) પરાભિપ્રાયને અનુસરવા માટે (૩) પોતાનું કાર્ય કરાવવા માટે, અને (૪) કરેલા ઉપકારના પ્રતિઉપકાર માટે.” આવી અનિષ્ટની પ્રશંસા સામાન્યતઃ અતિચાર રૂપ હોવા છતાં પણ વિશેષ પ્રયોજનના કારણે ક્યારેક કોઈકની કરવી પડે છે. જ્યારે અનિષ્ટની અનુમોદના તો ક્યારેય કરવાની હોતી જ નથી. તેથી એ બંનેના વિષયો જુદા છે અને તેથી જ તે બંને પણ અત્યંત ભિન્ન જ છે.
ઉત્તરપક્ષઃ પૂર્વપક્ષીની આ વાતો શોભતી નથી, કેમકે સ્વારસિક પ્રશંસા અનિષ્ટ વિષયની હોતી નથી. અને પુષ્ટ આલંબનના કારણે થતી અનિષ્ટ પ્રશંસા તો ઇષ્ટ વિષયની પ્રશંસા રૂપે જ ફલિત થાય છે. કહેવાનો આશય એ છે કે કોઈપણ વ્યક્તિ હોંશથી તો ઇષ્ટ વિષયની જ પ્રશંસા કરે છે. પણ ક્યારેક તેવી હોંશ ન હોવા છતાં પણ તેવું કોઈક કારણ ઉપસ્થિત થયું હોવાના કારણે અણગમતી ચીજની પણ પ્રશંસા કરે છે. આ પોતાને ન ગમતી ચીજની પણ તે જે પ્રશંસા કરે છે તેમાં પણ તેનો આશય તો એ પ્રશંસા દ્વારા પોતાનું ઇષ્ટ કાર્ય સાધી લેવાનો જ હોય છે. તેથી જેમ ઇમ્પ્રશંસા દ્વારા સ્વઇષ્ટની સિદ્ધિ પામે છે તેમ અનિષ્ટ પ્રશંસા દ્વારા પણ પરિણામે તો ઈષ્ટની જ સિદ્ધિ થાય છે. તેથી એ અનિષ્ટ પ્રશંસા પણ પરિણામે તો ઈષ્ટપ્રશંસારૂપ જ બને છે તેથી અનિષ્ટની જેમ અનુમોદના હોતી નથી, તેમ પ્રશંસા પણ હોતી જ નથી. વળી ~ “અનિષ્ટની પ્રશંસા પરિણામે ઈષ્ટ પ્રશંસા રૂપ બનતી હોવા છતાં તેનો વિષય સ્વરૂપ તો અનિષ્ટ જ હોય છે. અનુમોદના તો ક્યારેય સ્વરૂપતઃ અનિષ્ટ પદાર્થની હોતી જ નથી.” ~ એવી શંકા ન કરવી, કેમ કે કોઈ વસ્તુ સ્વરૂપે ઈષ્ટ કે અનિષ્ટ હોતી નથી, પણ પરિણામવશાત્ જ તે ઈષ્ટ કે અનિષ્ટ બને છે. કલ્પ-અકલ્પ વિભાગને આશ્રીને વાચકમુખ્ય શ્રી ઉમાસ્વાતિ મહારાજે કહ્યું १. चतुभिः स्थानैरसतो गुणान् दीपयेत् - अभ्यासप्रत्ययं, परच्छन्दनानुवृत्तिकं, कार्यहेतु, कृतप्रतिकृत्या इति।