________________
૨૩૦
ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૩૭
वाहित्ति व्याधिः, चारकनिरोधः कारागारग्रहः, शेषं सुबोधम् ।
सकामनिर्जरामाह - 'सकामणिज्जरा पुण णिज्जराभिलासीणं अणसण-ओमोयरिआ-भिक्खायरिय-रसच्चाय-कायकिलेस-पडिसंलिणआभेयं छव्विहं बाहिरं, पायच्छित्त-विणअ-वेयावच्च-सज्झाय-झाण-विउसग्गभेअं छव्विहमभिंतरं च तवं તવંતામાં |
निर्जराऽभिलाषिणामनशनादिभेदं षड्विधं बाह्यं, प्रायश्चित्तादिभेदं षड्विधमाभ्यन्तरं च तपस्तप्यमानानां भवति सकामा निर्जरेति संटङ्कः इत्यादि ।'
न च-अत्रापि तपसः सकामनिर्जरारूपत्वप्रतिपादनाद् मिथ्यादृशां च तदभावान सकामनिर्जरेतिवाच्यं, मिथ्यादृशामपि मार्गानुसारिणां तच्च चान्द्रायणं कृच्छ्रे' इत्यादिना (यो०बि० १३१) तपसः प्रतिपादनात् । किञ्च मार्गानुसार्यानुष्ठानमात्रमेव सकामनिर्जरायां बीजं, अविरतसम्यग्दृष्ट्यनुरोधात्, न तु तपोमात्रमेवेति न काऽप्यनुपपत्तिः, अत एव स्फुटमोक्षाभिलाषसत्त्वेऽपि मिथ्यादृशां प्रबलासद्ग्रहदोषवतां तदभाववतामादिधार्मिकाणामिव फलतो न सकामनिर्जरा, मार्गानुसार्य
યથાસંભવ છેદ-ભેદ-શીત-ઉષ્ણ-વર્ષા-જળ-અગ્નિ-ભૂખ-તરસ-કશ(ચાબૂક) અંકુશ વગેરે દ્વારા, નારકો ક્ષેત્રજન્ય, અન્યોન્ય કરેલ અને પરમાધામીએ કરેલ એમ વિવિધ વેદનાથી, મનુષ્યો ભૂખ-તરસ-વ્યાધિગરીબી-કેદ વગેરે દ્વારા અને દેવો પરાભિયોગ કિલ્બિષિકત્વાદિ દ્વારા અશાતા વેદનીય કર્મને અનુભવીને ખપાવે છે તે તેઓની અકામ નિર્જરા છે. હવે સૂત્રકાર સકામનિર્જરાને કહે છે - અનશન-ઉણોદરીભિક્ષાચર્યા-રસત્યાગ-કાયક્લેશ અને પ્રતિસલીનતા રૂપ છ પ્રકારના બાહ્ય તેમજ પ્રાયશ્ચિત-વિનયવૈયાવચ્ચ-સ્વાધ્યાય-ધ્યાન અને કાયોત્સર્ગ રૂપ છ પ્રકારના આભ્યન્તર તપને તપતાં નિર્જરાભિલાષી જીવોને સકામનિર્જરા થાય છે, (એમ સંબંધ જોડવો.)”
અહીં પણ તપને જ સકામનિર્જરા રૂપે કહ્યો છે. મિથ્યાત્વીઓને તપ પોતે જ સંભવતો ન હોવાથી સકામનિર્જરા પણ હોતી નથી.” એવી શંકા ન કરવી, કેમ કે મિથ્યાત્વી એવા પણ માર્ગાનુસારીને કુછુ ચાન્દ્રાયણતપ વગેરે હોવાનું યોગબિંદુ (૧૩૧) માં પ્રતિપાદન કર્યું છે. વળી અવિરત સમ્યગ્દષ્ટિમાં સકામનિર્જરા અબાધિત રહે એ માટે માર્ગાનુસારી સઘળાં કૃત્યોને સકામનિર્જરાનું બીજ માનવું પડે છે નહિ કે તપ માત્રને (કેમ કે અવિરત સમ્યક્ત્વમાં તપ તો નથી પણ હોતો). તેથી કોઈ અસંગતિ નથી. આમ માર્ગાનુસારી અનુષ્ઠાન માત્ર સકામનિર્જરામાં બીજભૂત હોવાથી જ પ્રક્ટ મોક્ષાભિલાષ હોવા છતાં દઢ કદાગ્રહવાળા (અને તેથી અમાગનુસારી) મિથ્યાત્વીઓને દઢ કદાગ્રહવિનાના આદિધાર્મિકોની
=
१. सकामनिर्जरा पुननिर्जराऽभिलाषिणामनशनोनोदरिकाभिक्षाचारसत्यागकायक्लेशप्रतिसंलीनताभेदं षविधं बाह्य, प्रायश्चित्तविनय
वैयावृत्त्यस्वाध्यायध्यानव्युत्सर्गभेदं षविधमाभ्यन्तरं तपस्तप्यमानानाम् ।