________________
સકામ-અકામનિર્જરા વિચાર
૨૩૫ परिणतितारतम्येऽपि बुद्धिमत्त्वसामान्यफलाभेदस्तथा मार्गानुसारिणां मिथ्यादृशां मिथ्यात्वगुणस्थानावान्तरपरिणतितारतम्येऽपि। अत एवापुनर्बन्धकादीनामादित एवारभ्यानाभोगतोऽपि सदन्धन्यायेन मार्गगमनमेवेत्युपदिशन्त्यध्यात्मचिन्तकाः । यत्तु मिथ्यादृशां सकामनिर्जरासंभवे सम्यग्दृष्टिमिथ्यादृष्ट्योरविशेषप्रसङ्गः इति केनचिदुच्यते, तदसत्, एवं सति मिथ्यादृष्ट्यादीनां सयोगिकेवलिपर्यन्तानां शुक्ललेश्यावत्त्वेनाविशेषप्रसङ्गात्। अवान्तरविशेषान तदविशेष इति चेत्? सोऽयं प्रकृतेऽपि तुल्यः, सम्यग्दृष्टिनिर्जरापेक्षया मिथ्यादृष्टिनिर्जराया अल्पत्वस्याभ्युपगमादिति यथाशास्त्रं भावनीયમ્ રૂછા _ 'नन्वेवं मिथ्यादृशां गुणानुमोदनेन परपाखण्डिप्रशंसालक्षणः सम्यक्त्वातिचारः स्याद्' इत्याशङ्कां परिहर्तुमाह -
परपाखंडिपसंसा इहइं खलु कोवि णेवमइआरो ।
सो तम्मयगुणमोहा अणवत्थाए व होज्जाहि ।।३८।। છતાં બુદ્ધિમત્તાના સામાન્ય ફળમાં તો ભેદ પડતો નથી તેમ માર્ગાનુસારી મિથ્યાત્વીઓની મિથ્યાત્વ ગુણઠાણાની અવાન્તર પરિણતિઓમાં તારતમ્ય હોવા છતાં બુદ્ધિમત્તાના સામાન્ય ફળમાં તો ભેદ પડતો જ નથી. તેથી જ, “અપુનબંધકાદિ જીવોનું અનાભોગ હોય તો પણ શરૂઆતથી જ સદન્વાયે માર્ગગમન જ થાય છે.” એવું અધ્યાત્મચિન્તકો કહે છે. “મિથ્યાત્વીઓને પણ જો સકામનિર્જરા હોય તો સમ્યકત્વીઓમાં અને તેઓમાં ફેર જ રહેશે નહિ' એવું જે કોઈનું કહેવું છે તે અસત્ છે, કેમકે એ રીતે સકામનિર્જરારૂપ સમાનતા થવા માત્રથી જો કોઈ જ ફેર રહી શકતો ન હોય તો તો શુક્લ લેગ્યારૂપ સમાનતાવાળા મિથ્યાત્વીથી માંડીને સયોગી કેવળી સુધીના જીવોમાં પણ કોઈ ફેર જ ન રહેવાની આપત્તિ આવશે. “શુક્લલેશ્યા રૂપ સામ્ય હોવા છતાં તે શુક્લલશ્યાના અવાજોર ભેદોનો તફાવત હોવાથી તેઓમાં વિશેષતા અબાધિતપણે રહે છે.” એવો ઉત્તર પ્રસ્તુત સકામનિર્જરાની બાબતમાં પણ સમાન જ જાણવો, કેમ કે સમ્યગ્દષ્ટિને થતી નિર્જરાની અપેક્ષાએ મિથ્યાત્વીની નિર્જરા અલ્પ હોવા રૂપ વિશેષતા તો માનેલી જ છે. માટે મિથ્યાત્વીઓને પણ સકામનિર્જરા સંભવે છે એ વાત શાસ્ત્રાનુસારે વિચારવી.
માટે “મિથ્યાત્વીનું કોઈપણ અનુષ્ઠાન અકામનિર્જરાનું જ કારણ બનતું હોઈ અનુમોદનીય હોતું નથી' એવી પૂર્વપક્ષીય દલીલ ઊડી જાય છે. તેથી માર્ગનુસારી મિથ્યાત્વીનું અનુષ્ઠાન અનુમોદનીય હોવું સિદ્ધ થાય છે. ll૩૭ી
મિથ્યાત્વીઓના ગુણની આ રીતે અનુમોદના કરવામાં પરપાખંડીની પ્રશંસા કરવા રૂપ સમ્યકત્વનો અતિચાર લાગશે” એવી શંકાનો પરિહાર કરવા ગ્રંથકાર કહે છે
ગાથાર્થઃ આ રીતે અનુમોદના કરવામાં પરપાખંડી પ્રશંસારૂપ કોઈ અતિચાર લાગતો નથી, કારણ કે તે અતિચાર તો (૧) માત્ર તેઓને સંમત એવા ગુણોના મોહથી કે (૨) અનવસ્થાથી થાય છે.