SearchBrowseAboutContactDonate
Page Preview
Page 278
Loading...
Download File
Download File
Page Text
________________ સકામ-અકામનિર્જરા વિચાર ૨૩૫ परिणतितारतम्येऽपि बुद्धिमत्त्वसामान्यफलाभेदस्तथा मार्गानुसारिणां मिथ्यादृशां मिथ्यात्वगुणस्थानावान्तरपरिणतितारतम्येऽपि। अत एवापुनर्बन्धकादीनामादित एवारभ्यानाभोगतोऽपि सदन्धन्यायेन मार्गगमनमेवेत्युपदिशन्त्यध्यात्मचिन्तकाः । यत्तु मिथ्यादृशां सकामनिर्जरासंभवे सम्यग्दृष्टिमिथ्यादृष्ट्योरविशेषप्रसङ्गः इति केनचिदुच्यते, तदसत्, एवं सति मिथ्यादृष्ट्यादीनां सयोगिकेवलिपर्यन्तानां शुक्ललेश्यावत्त्वेनाविशेषप्रसङ्गात्। अवान्तरविशेषान तदविशेष इति चेत्? सोऽयं प्रकृतेऽपि तुल्यः, सम्यग्दृष्टिनिर्जरापेक्षया मिथ्यादृष्टिनिर्जराया अल्पत्वस्याभ्युपगमादिति यथाशास्त्रं भावनीયમ્ રૂછા _ 'नन्वेवं मिथ्यादृशां गुणानुमोदनेन परपाखण्डिप्रशंसालक्षणः सम्यक्त्वातिचारः स्याद्' इत्याशङ्कां परिहर्तुमाह - परपाखंडिपसंसा इहइं खलु कोवि णेवमइआरो । सो तम्मयगुणमोहा अणवत्थाए व होज्जाहि ।।३८।। છતાં બુદ્ધિમત્તાના સામાન્ય ફળમાં તો ભેદ પડતો નથી તેમ માર્ગાનુસારી મિથ્યાત્વીઓની મિથ્યાત્વ ગુણઠાણાની અવાન્તર પરિણતિઓમાં તારતમ્ય હોવા છતાં બુદ્ધિમત્તાના સામાન્ય ફળમાં તો ભેદ પડતો જ નથી. તેથી જ, “અપુનબંધકાદિ જીવોનું અનાભોગ હોય તો પણ શરૂઆતથી જ સદન્વાયે માર્ગગમન જ થાય છે.” એવું અધ્યાત્મચિન્તકો કહે છે. “મિથ્યાત્વીઓને પણ જો સકામનિર્જરા હોય તો સમ્યકત્વીઓમાં અને તેઓમાં ફેર જ રહેશે નહિ' એવું જે કોઈનું કહેવું છે તે અસત્ છે, કેમકે એ રીતે સકામનિર્જરારૂપ સમાનતા થવા માત્રથી જો કોઈ જ ફેર રહી શકતો ન હોય તો તો શુક્લ લેગ્યારૂપ સમાનતાવાળા મિથ્યાત્વીથી માંડીને સયોગી કેવળી સુધીના જીવોમાં પણ કોઈ ફેર જ ન રહેવાની આપત્તિ આવશે. “શુક્લલેશ્યા રૂપ સામ્ય હોવા છતાં તે શુક્લલશ્યાના અવાજોર ભેદોનો તફાવત હોવાથી તેઓમાં વિશેષતા અબાધિતપણે રહે છે.” એવો ઉત્તર પ્રસ્તુત સકામનિર્જરાની બાબતમાં પણ સમાન જ જાણવો, કેમ કે સમ્યગ્દષ્ટિને થતી નિર્જરાની અપેક્ષાએ મિથ્યાત્વીની નિર્જરા અલ્પ હોવા રૂપ વિશેષતા તો માનેલી જ છે. માટે મિથ્યાત્વીઓને પણ સકામનિર્જરા સંભવે છે એ વાત શાસ્ત્રાનુસારે વિચારવી. માટે “મિથ્યાત્વીનું કોઈપણ અનુષ્ઠાન અકામનિર્જરાનું જ કારણ બનતું હોઈ અનુમોદનીય હોતું નથી' એવી પૂર્વપક્ષીય દલીલ ઊડી જાય છે. તેથી માર્ગનુસારી મિથ્યાત્વીનું અનુષ્ઠાન અનુમોદનીય હોવું સિદ્ધ થાય છે. ll૩૭ી મિથ્યાત્વીઓના ગુણની આ રીતે અનુમોદના કરવામાં પરપાખંડીની પ્રશંસા કરવા રૂપ સમ્યકત્વનો અતિચાર લાગશે” એવી શંકાનો પરિહાર કરવા ગ્રંથકાર કહે છે ગાથાર્થઃ આ રીતે અનુમોદના કરવામાં પરપાખંડી પ્રશંસારૂપ કોઈ અતિચાર લાગતો નથી, કારણ કે તે અતિચાર તો (૧) માત્ર તેઓને સંમત એવા ગુણોના મોહથી કે (૨) અનવસ્થાથી થાય છે.
SR No.022192
Book TitleDharm Pariksha Part 01
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorAbhayshekharsuri
PublisherDivyadarshan Trust
Publication Year2015
Total Pages332
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy