________________
૨૩૬
ધર્મપરીક્ષા ભાગ-૧ / ગાથા-૩૮
परपाखंडिप्रशंसेह खलु कोऽपि नैवमतिचारः । स तन्मतगुणमोहादनवस्थया वा भवेद् ।। ३८ ।।
परपाखंडिपसंसत्ति । एवं = उक्तप्रकारेण, इह = मार्गानुसारिगुणानुमोदने, परपाखंडिप्रशंसा ऽतिचारः कोऽपि न स्यात्, यतः स परपाखंडिप्रशंसातिचार : (१) तन्मताः = परपाखंडिमात्रसंमताः, ये गुणाः=अग्निहोत्रपञ्चाग्निसाधनकष्टादयस्तेषु मोहः = अज्ञानं तत्त्वतो जिनप्रणीततुल्यत्वादिमिथ्याज्ञानलक्षणं, ततो भवेत्, 'परपाखंडिनः = परदर्शनिनः, तेषां प्रशंसा' इत्यत्र व्युत्पत्तावर्थात् पाखंडताऽवच्छेदकधर्मप्रशंसाया एवातिचारत्वलाभाद्। यथा हि 'प्रमादिनो न प्रशंसनीयाः' इत्यत्र प्रमादिनां प्रमादिताऽवच्छेदकधर्मेणाप्रशंसनीयत्वं लभ्यते, न त्वविरतसम्यग्दृष्ट्यादीनां सम्यक्त्वादिनाऽपि, ' तथा पाखण्डिनो न प्रशंसनीयाः' इत्यत्रापि पाखंडिनां पाखंडताऽवच्छेदकधर्मेणैवाप्रशंसनीयत्वं लभ्यते, न तु मार्गानुसारिणां क्षमादिगुणेनापि, अभिनिवेशविशिष्टक्षमादिगुणानामपि पाखण्डताऽवच्छेदकत्वमेवेति तद्रूपेण प्रशंसायामप्यतिचार एव, अत एवोग्रकष्टकारिणामप्याज्ञोल्लंघनवृत्तीनां
આમ, અન્યમાર્ગસ્થ માર્ગાનુસારીના ગુણોની અનુમોદના કરવામાં પણ પરદર્શનીની પ્રશંસા થઈ જવા રૂપ કોઈ અતિચાર લાગતો નથી, કેમ કે તે અતિચાર લાગવાના બે કારણમાંથી એકેય અહીં સંપન્ન થતું નથી. તેમાંનું પહેલું કારણ (૧) માત્ર પરપાખંડીને જ સંમત એવા અગ્નિહોત્ર પંચાગ્નિસાધન કષ્ટ વગેરે રૂપ ગુણોમાં ‘આ બધા વાસ્તવિક રીતે જિનપ્રણીત અનુષ્ઠાનોને સમાન જ છે' ઇત્યાદિ મિથ્યાજ્ઞાન રૂપ મોહ. ‘પરપાખંડીપ્રશંસા’ એવા શબ્દનો વ્યુત્પત્તિથી ‘૫રદર્શનીઓની પ્રશંસા’ એવો અર્થ થાય છે. આમાં વિચાર કરતાં અર્થાપત્તિથી જણાય છે કે, ‘અહીં પાખંડીની પ્રશંસા અતિચાર રૂપ જ બને’ એવું નથી, પણ ‘પાખંડિતાઅવચ્છેદક ધર્મની પ્રશંસા અતિચાર રૂપ જ બને’ એવું છે. અર્થાત્ તે વ્યક્તિ પાખંડી હોવામાં જે ધર્મ મુખ્ય ભાગ ભજવે છે તે ધર્મની પ્રશંસા જ નિયમા અતિચાર રૂપ બને છે. જેમ કે ‘પ્રમાદીઓ પ્રશંસનીય નથી,' એવા વચનથી, તેઓ જે ધર્મને મુખ્ય કરીને પ્રમાદી છે તે પ્રમાદિતાઅવચ્છેદક ધર્મથી જ તેઓ અપ્રશંસનીય હોવા જણાય છે, નહિ કે સમ્યક્ત્વાદિ ધર્મથી પણ, કેમ કે નહીંતર તો અવિરતસમ્યક્ત્વી આદિની સમ્યક્ત્વને આગળ કરીને પણ પ્રશંસા કરી શકાય નહિ. આ જ રીતે ‘પાખંડીઓ પ્રશંસનીય નથી' એવું વચન પણ પાખંડતાઅવચ્છેદક ધર્મથી જ તેઓને અપ્રશંસનીય જણાવે છે, નહિ કે ક્ષમાદિગુણોથી માર્ગાનુસારી અન્યમાર્ગસ્થને પણ. અર્થાત્ ક્ષમાદિગુણોને આગળ કરીને માર્ગાનુસારીની કરાતી પ્રશંસા અતિચારરૂપ બનતી નથી. ‘આ રીતે તો અભિનિવિષ્ટ પાખંડી પણ તેના ક્ષમાદિગુણોના કારણે પ્રશંસનીય બની જવાની આપત્તિ આવશે' એવી શંકા ન કરવી, કેમ કે અભિનિવેશ યુક્ત ક્ષમાદિ ગુણો પણ પાખંડતાઅવચ્છેદક જ છે. તેથી તેઓને આગળ કરીને કરાતી પ્રશંસામાં પણ અતિચાર તો લાગે જ છે. તેથી જ ઉગ્ર કષ્ટ ઉપાડનારા પણ આજ્ઞાનું ઉલ્લંઘન