________________
સકામ-અકામનિર્જરા વિચાર
૨૩૩ इत्यादौ देवायुःकारणेषु च भेदेनाभिधानादकामनिर्जराबालतपसो दो यः प्रोच्यते स स्वरूपभेदं निजनिजफलभेदं चापेक्ष्य 'बालतपः सर्वमेवाकामनिर्जराङ्गं' इति परस्य भ्रान्तिनिरासाय । तत्त्वतस्तु यदुचितानुष्ठानं तत्राकामनिर्जराऽगं, यच्चानुचितानुष्ठानं तनिर्वाणानङ्गत्वात्फलतो बालतपो वोच्यतामकामनिर्जराऽङ्गं वा नाऽत्र कश्चिद्विशेष इति युक्तं पश्यामः ।
किञ्च मिथ्यादृष्टीनामपि मार्गसाधनयोगा गुणस्थानकत्वाभ्युपगमादेव हरिभद्राचार्यः प्रदर्शिताः, तथा च तेषामपि सकामनिर्जरायां न बाधकं, गुणलक्षणायास्तस्याः कुशलमूलत्वात् । तदुक्तं तत्त्वार्थभाष्ये नवमाध्याये-'निर्जरा वेदना विपाक इत्यनर्थान्तरम्, स द्विविधोऽबुद्धिपूर्वः कुशलमूलश्च तत्र नरकादिषु कर्मफलविपाको योऽबुद्धिपूर्वकस्तमवद्यतोऽनुचिन्तयेद् अकुशलानुबन्ध इति ।। तपःपरिषहजयकृतः कुशलमूलस्तं गुणतोऽनुचिन्तयेत् शुभानुबन्धो निरनुबन्धो वेति । एवमनुचिन्तयन् कर्मनिर्जरणायैव घटत' इति । ___ अत्र ह्यकुशलानुबन्धो विपाक इत्यकामनिर्जरायाः कुशलमूलश्च सकामनिर्जरायाः संज्ञाऽन्तरमेवेति । अथ मिथ्यादृष्टेबुद्धिरबुद्धिरेवेति न बुद्धिपूर्विका निर्जरेति चेत् ? न, मार्गानुसारिण्या बुद्धेरबुद्धित्वेनापनोतुमशक्यत्वाद्, अन्यथा माषतुषादीनामप्यकामनिर्जराप्रसङ्गात्, तेषां निर्जराया अबुद्धिपूर्वकत्वात्, फलतो बुद्धिसद्भावस्य चोभयत्राविशेषाद्, उचितगुणस्थानपरिणतिसत्त्वे फलतो
વળી મિથ્યાત્વીઓમાં પણ ગુણઠાણું હોવું સ્વીકારીને જ શ્રીહરિભદ્રસૂરિ મહારાજે માર્ગસાધન (મોક્ષ માર્ગલાવી આપે તેવા) યોગોની હાજરી કહી છે. અને તેથી તેઓને પણ સકામનિર્જરા અબાધિતપણે ઘટી શકે છે, કેમ કે ગુણસ્વરૂપ તે નિર્જરા કુશલમૂલક હોય છે. તત્ત્વાર્થભાષ્યમાં નવમા અધ્યાયમાં કહ્યું છે કે - “નિર્જરા, વેદના, વિપાક એ પર્યાયવાચી શબ્દો છે. તે (વિપાક) બે પ્રકારે હોય છે. અબુદ્ધિપૂર્વક અને કુશલગૂલ. તેમાં નરકાદિમાં જે કર્મફળવિપાક અબુદ્ધિપૂર્વક હોય તેને અવદ્ય (દોષ) તરીકે વિચારવોઅર્થાત્ અકુશલાનુબંધ જાણવો. તપ-પરિષહજય વગેરેથી જે કુશલગૂલ કર્મવિપાક થાય છે તેને ગુણ તરીકે વિચારવો, અર્થાત્ શુભાનુબંધ કે નિરનુબંધ જાણવો. આ રીતે વિચારતો તે કર્મનિર્જરા માટે ઉદ્યમશીલ બને.” અહીં અકુશલાનુબંધ વિપાક (અબુદ્ધિપૂર્વ) અને કુશલમૂલ વિપાક એવા જે બે શબ્દો વાપર્યા છે તે અનુક્રમે અકામ અને સકામનિર્જરાના જ બીજા પર્યાયવાચક શબ્દો જાણવા. “મિથ્યાત્વીની બુદ્ધિ અબુદ્ધિ જ હોવાથી તેને બુદ્ધિપૂર્વક નિર્જરા જ હોતી નથી, અબુદ્ધિપૂર્વક (અકામ) નિર્જરા જ હોય છે,” એવી શંકા ન કરવી, કેમ કે માર્થાનુસારી બુદ્ધિનો અબુદ્ધિ તરીકે અપલાપ કરી શકાતો નથી. નહીંતર તો માષતુષ વગેરેને પણ અકામનિર્જરા જ માનવાની આપત્તિ આવશે, કેમ કે તેઓની નિર્જરા પણ અબુદ્ધિપૂર્વક જ હતી. “માષતુષાદિમાં સાક્ષાત્ બુદ્ધિ ન હોવા છતાં ગુરુપારતત્ય વગેરે હોવાના કારણે, બુદ્ધિની હાજરીથી જે ફળ મળવાનું હોય તે તો મળતું જ હોવાથી ફળતઃ તો બુદ્ધિની હાજરી હતી જ” એવી દલીલ માર્થાનુસારી માટે પણ સમાન જ છે, કેમ કે ગુણઠાણાની ઉચિત પરિણતિની હાજરીમાં