________________
૨૨૮
ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૩૭ निर्जरा तेषामेव भवेदिति, अन्यथा देशविरतानामविरतसम्यग्दृशां चाकामनिर्जरैव प्राप्नोति, तेषामपि यमिशब्दाव्यपदेश्यत्वेन विशेषाभावाद्, न चैतदिष्टम्, तस्मादेतद्वचनमुत्कृष्टसकामनिर्जराऽधिकारिकथनपरमिति न दोषः ।।
किञ्च 'ज्ञेया सकामा०' इत्यादि श्लोकव्याख्यानेऽप्यकामनिर्जरास्वामिनो निरभिलाषं निरभिप्रायं च कष्टं सहमाना एकेन्द्रियादय एवोक्ताः, न तु बालतपस्व्यादयो मिथ्यादृशोऽपि ।
तथाहि-'सकामा=निर्जराऽभिलाषवती, यमिनां यतीनां, विज्ञेया, ते हि कर्मक्षयार्थं तपस्तप्यन्ते। अकामा तु=कर्मक्षयलक्षणफलनिरपेक्षा निर्जरा, अन्यदेहिनां यतिव्यतिरिक्तानामेकेन्द्रियादीनां प्राणिनाम्। तथाहि-एकेन्द्रियाः पृथिव्यादयो वनस्पतिपर्यन्ताः शीतोष्णवर्षजलाग्निशस्त्राद्यभिघातच्छेदभेदादिनाऽसद्वेद्यं कर्मानुभूय नीरसं तत्स्वप्रदेशेभ्यः परिशाटयन्ति, विकलेन्द्रियाश्च क्षुत्पिपासाशीतोष्णवातादिभिः, पञ्चेन्द्रियास्तिर्यञ्चश्च छेदभेददाहशस्त्रादिभिः, नारकाश्च त्रिविधया वेदनया, मनुष्याश्च क्षुत्पिपासाव्याधिदारिद्र्यादिना, देवाश्च पराभियोगकिल्बिषत्वादिनाऽसद्वेद्यं कर्मानुभूय स्वप्रदेशेभ्यः परिशाटयन्तीत्येषामकामनिर्जरेति ।।'
તાત્પર્ય ન હોય તો તો દેશવિરતિ અને અવિરત સમ્યક્ત્વીઓને પણ અકામનિર્જરા હોવી માનવી પડે. તે એટલા માટે કે તેઓનો પણ “યમી' શબ્દથી ઉલ્લેખ થતો ન હોવાથી “અયમીઓ' તરીકે તેઓ મિથ્યાત્વીઓને સમાન જ હોય છે. પણ તેઓને અકામનિર્જરા માનવી તો તમને પણ સંમત નથી જ. તેથી યોગશાસ્ત્રનું એ વચન તો ઉત્કૃષ્ટ સકામનિર્જરા કરનારને જણાવવાના તાત્પર્યમાં જ છે એ નક્કી થાય છે. એટલે મિથ્યાત્વીને પણ સકામનિર્જરા કહેવામાં “એ વચનનો વિરોધ થવો વગેરે રૂપ કોઈ દોષ રહેતો નથી.
વળી એ શ્લોકની તો ટીકામાં પણ અકામનિર્જરાના સ્વામી તરીકે અભિલાષા અને અભિપ્રાય વગર જ કષ્ટને સહન કરનારા એકેન્દ્રિયાદિ જ કહ્યા છે, નહિ કે બાળતપસ્વી વગેરે મિથ્યાત્વીઓ. તે આ રીતે
સકામ નિર્જરા એટલે અભિલાષયુક્ત નિર્જરા. તે સાધુઓને હોય છે. કેમ કે તેઓ કર્મક્ષય માટે તપ તપે છે. અકામનિર્જરા એટલે કર્મક્ષયરૂપ ફળની અપેક્ષાશૂન્ય સહન કરવાની ક્રિયાથી થયેલ નિર્જરા.... તે સાધુ સિવાયના એકેન્દ્રિયાદિ જીવોને હોય છે. તે આ રીતે – પૃથ્વીકાયથી માંડીને વનસ્પતિકાય સુધીના એકેન્દ્રિય જીવો શીત-ઉષ્ણ-વર્ષા-જળ-અગ્નિ-શસ્ત્ર વગેરેના અભિઘાત છેદ-ભેદ વગેરે દ્વારા અશાતાવેદનીય કર્મને ભોગવી નીરસ બનાવી પોતાના આત્મપ્રદેશો પરથી દૂર કરે છે. એમ વિકલેન્દ્રિયો ભૂખ-તરસ-શીત-ઉષ્ણ-પવનાદિ દ્વારા, પંચેન્દ્રિય તિર્યંચો છેદ-ભેદ-દાહ-શસ્ત્રાદિ દ્વારા, નારકો ત્રણ પ્રકારની વેદના દ્વારા, મનુષ્યો સુધા-પિપાસા રોગ-ગરીબી વગેરે દ્વારા અને દેવો બીજાનું આજ્ઞાપાલનકિલ્બિષત્વ વગેરે દ્વારા-અશાતાવેદનીય કર્મ અનુભવીને પોતાના આત્મપ્રદેશો પરથી દૂર કરે છે. તેથી