________________
૨૨૬
ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૩૭ पुग्गल.....' इत्याद्येव लक्षणं वृत्तिकृतोक्तम्। 'दुविहा णेरइआ पण्णत्ता, तं जहा-कण्हपक्खिआ चेव सुक्कपक्खिआ चेव ।' इत्यत्र पाक्षिकदण्डके चेदमुक्तं-'शुक्लो विशुद्धत्वात्पक्षः=अभ्युपगमः शुक्लपक्षः, तेन चरन्तीति शुक्लपाक्षिकाः शुक्लत्वं च क्रियावादित्वेनेति । आह च - 'किरियावाई भव्वे णो अभव्वे, सुक्कपक्खिए, णो कण्हपक्खिएत्ति । शुक्लानां वा=आस्तिकत्वेन विशुद्धानां, पक्षो=वर्गः शुक्लपक्षः, तत्र भवाः शुक्ल-पाक्षिकाः तद्विपरीताः कृष्णपाक्षिकाः' इति प्रागुक्तमेव युक्तमिति ।
यत्तूच्यते केनचित् 'अकामनिर्जराङ्गत्वान्न मिथ्यादृशां किमपि कृत्यमनुमोदनीयमिति तदसत्, मिथ्यादृशामपि प्रकृतिभद्रकत्वादिगुणवतां 'कर्मक्षयो मे भूयाद्' इतीच्छया स्वयोग्यशीलतपःप्रभृतिसदनुष्ठानकारिणां सकामनिर्जराऽनपायात् । 'सह कामेन-मोक्षाभिलाषेण, वर्त्तते या सा
સિમવો પુપત..' ઇત્યાદિ (કાળની અપેક્ષાવાળું) જ લક્ષણ કર્યું છે. જ્યારે બે પ્રકારે નારકો કહ્યા છે – કૃષ્ણપાક્ષિક અને શુક્લપાક્ષિક એવા પાક્ષિકદંડકમાં અભ્યગામની અપેક્ષાએ તે લક્ષણ કહ્યું છે. તે આ રીતે - વિશુદ્ધ હોવાના કારણે જે પક્ષ અભુગમ વિશુદ્ધ છે. તે શુક્લપક્ષ. તેને મુખ્ય કરીને વિચરે તે શુક્લપાક્ષિક. અહીં શુક્લત્વ ક્રિયાવાદિત્વની અપેક્ષાએ જાણવું. અર્થાત્ ક્રિયાવાદિતારૂપ અભ્યપગમના કારણે તેઓ શુક્લપાક્ષિક છે. કહ્યું છે કે, “ક્રિયાવાદી ભવ્ય હોય છે, અભવ્ય નહિ, એમ શુક્લપાક્ષિક હોય છે, કૃષ્ણપાક્ષિક નહિ.” અથવા આસ્તિકતાના કારણે વિશુદ્ધ હોય તેઓ શુક્લ. તેઓનો પક્ષ (વર્ગ) એ શુક્લપક્ષ. તેમાં થયેલા જીવો એ શુક્લપાક્ષિક. એનાથી વિપરીત હોય તે કૃષ્ણપાક્ષિક.” આમ દશાશ્રુતસ્કંધ ચૂર્ણિના વચનોની સંગતિ કરવા તેમાં ક્રિયારુચિરૂપ શુક્લપક્ષની વિવેક્ષા છે.' ઇત્યાદિ કહીને અમે જે સંગતિ કરી દેખાડી એ પણ, અભ્યપગમ સાપેક્ષ લક્ષણ પણ શાસ્ત્રસિદ્ધ હોઈ નવી કલ્પના રૂપ નથી. તેથી અમે પહેલી જે સંગતિ દેખાડી તે જ યોગ્ય છે.
(ગ્રન્થકારે “á તુ ધ્યેયં....' વગેરે પાછળથી ઉમેર્યું લાગે છે એમાં ઉક્ત વચનોની સંગતિ કરવા પોતે જે બે વિવક્ષાઓ દેખાડી હતી તેમાંથી પ્રથમ વિવલા નવી કલ્પના રૂપ નથી એ સિદ્ધ થવાથી એ જ બધી રીતે યોગ્ય છે, અને તેથી બીજી વિવક્ષાની જરૂર રહેતી નથી. એવું પ્રથકારને અભિપ્રેત હોય એમ લાગે છે, કેમ કે શુક્લ-પાક્ષિકને કાળની અપેક્ષાએ પણ શ્રાવકપ્રજ્ઞપ્તિ વગેરેમાં દેશોન અર્ધપરાવર્ત શેષ સંસારવાળા કહ્યા છે. ચરમાવર્ત શેષ સંસારવાળા નહિ.)
(મિથ્યાત્વીઓમાં પણ સકામનિર્જરા સંભવિત) વળી “મિથ્યાત્વીનું કોઈપણ અનુષ્ઠાન અકામનિર્જરાનું જ કારણ બનતું હોઈ અનુમોદનીય હોતું નથી.” એવું જે કોઈએ કહ્યું છે તે અસત્ છે, કેમ કે ભદ્રકપ્રકૃતિ વગેરે ગુણવાળા અને મારા કર્મ ખપો”
१. द्विविधा नैरयिकाः प्रज्ञप्ताः, तद्यथा-कृष्णपाक्षिकाश्चैव शुक्लपाक्षिकाश्चैव । २. क्रियावादी भव्यः, नाभव्यः, शुक्लपाक्षिकः, न कृष्णपाक्षिकः ।