________________
શુક્લપાક્ષિક-કૃષ્ણપાક્ષિક વિચાર
૨૨૫ निरवधारणपक्षाश्रयणे क्रियावादिवदक्रियावाद्यपि सम्यग्दृष्टिः स्यात्। अथवोत्कृष्टतः पुद्गलपरावर्त्तसंसारिजातीयत्वमत्र शुक्लपाक्षिकत्वं, तदधिकसंसारजातीयत्वं च कृष्णपाक्षिकत्वं विवक्षितमित्यदोष इति प्रतिभाति, तत्त्वं तु बहुश्रुता विदन्ति ।
→ इदं तु ध्येयं-कालापेक्षयाऽभ्युपगमापेक्षयैव च कृष्णशुक्लपक्षद्वैविध्याभिधानं ग्रन्थेष्वविरुद्धम्। अत एव स्थानांगे 'एगा कण्हपक्खियाणं वग्गणा एगा सुक्कपक्खिआणं वग्गणा' । इत्यत्र 'जेसिमवड्डो
પક્ષની વાત છે. અર્થાત્, ક્રિયારુચિવાળો એવો ક્રિયાપક્ષ એ જ શુક્લપક્ષ, અને એ વગરનો એવો અક્રિયાપક્ષ એ જ કૃષ્ણપક્ષ, આમાં દેશોન અર્ધ કે એક પુદ્ગલપરાવર્તરૂપે કાળની વિવક્ષા નથી. ક્રિયાવાદીને (પછી ભલે ને તે દેશોન અર્ધપુદ્ગલપરાવર્ત કરતાં વધુ સંસારવાળો પણ હોય) ક્રિયારુચિ તો હોય જ છે. તેથી એ શુક્લપાક્ષિક જ હોવાનો નિયમ સંગત થઈ જાય છે. તેમજ અક્રિયાવાદી કોઈપણ જીવને (પછી ભલે ને તેનો સંસાર અલ્પ ભવ જેટલો જ શેષ હોય) ક્રિયારુચિ ન હોવાથી તે અવશ્ય કૃષ્ણપાક્ષિક જ હોય એવો નિયમ પણ સંગત થઈ જાય છે. વળી આ રીતે જ કારયુક્ત નિયમને સંગત કરવો એ આવશ્યક પણ છે જ, કેમકે નહીંતર ક્રિયાવાદીની જેમ અક્રિયાવાદી પણ સમ્યકત્વી હોવાની આપત્તિ આવે.
(“દશાશ્રુતસ્કંધ ચૂર્ણિના વચનોની સંગતિ કરવા તમે ક્રિયારુચિને આગળ કરીને શુક્લપાક્ષિકત્વની વિવક્ષા કરો છો. પણ આવી વિવફા ક્યાંય અન્યત્ર શાસ્ત્રમાં જોયેલી છે કે જેથી તમે કહી શકો? અન્યત્ર શાસ્ત્રમાં તો કાળની અપેક્ષાએ એની પ્રરૂપણા કરેલી દેખાય છે.” આવી સંભવિત શંકાને ધ્યાનમાં રાખીને ગ્રન્થકાર વૃત્તિમાં બીજી સંગતિ દેખાડે છે.)
અથવા (૨) દશાશ્રુતસ્કંધમાં બતાવેલા નિયમની બીજી રીતે સંગતિ – ઉત્કૃષ્ટથી પુદ્ગલ પરાવર્તસંસારવાળા હોવું તે અહીં શુક્લપાક્ષિકત્વ તરીકે અને એના કરતાં પણ વધુ સંસારવાળા હોવું તે કૃષ્ણપાક્ષિકત્વ તરીકે વિવસ્યું છે. - તેથી કોઈ દોષ રહેતો નથી. આમ, ક્રિયારુચિની કે કાળની અપેક્ષાએ શુક્લપાક્ષિકત્વની વિરક્ષા કરી ઉક્તનિયમની સંગતિ કરવી જોઈએ, એવું અમને નિર્દોષ લાગે છે, બાકી સાચું રહસ્ય તો બહુશ્રુતો જાણે છે, પણ ગીતાર્થ પરંપરા પ્રાપ્ત કોઈ પણ ગ્રંથને અપ્રમાણ ઠેરવી ઊડાડી દેવો એ તો કોઈ રીતે યોગ્ય નથી.)
(શુક્લ-કૃષ્ણપક્ષની બે વિવક્ષાઓ શાસ્ત્રસિદ્ધ) આ વાત ધ્યાનમાં રાખવી -પ્રન્થોમાં કૃષ્ણપક્ષ અને શુક્લપક્ષ એ બે પ્રકારનું કથન, કાળની અપેક્ષાએ અને અભ્યાગમની અપેક્ષાએ એ બંને અપેક્ષાએ હોવું વિરુદ્ધ નથી. તેથી જ ઠાણાંગમાં “એક કૃષ્ણપાક્ષિકોની વર્ગણા છે અને એક શુક્લપાક્ષિકોની આ સૂત્રની વૃત્તિમાં વૃત્તિકાર શુક્લપાક્ષિકાદિનું
— આ અધિકાર માટે પૃ. ૪૦ પરની ટીપ્પણ જુઓ. १. एका कृष्णपाक्षिकाणां वर्गणा, एका शुक्लपाक्षिकाणां वर्गणा।