________________
અનુમોદના પ્રશંસા વિચાર
૨૦૭ त्वादेव नानुमोदनीयानि, अत एव मिथ्यादृष्टिभिः स्वस्वदेवताबिम्बत्वेन परिगृहीताऽर्हत्प्रतिमाऽप्युपासकदशाङ्गादिष्ववन्द्यत्वेन प्रतिपादितेति चेत् ? अत्र वदन्ति संप्रदायविदः - .'यथा मिथ्यादृक्परिगृहीता तीर्थकृत्प्रतिमा मिथ्यात्वाभिवृद्धिनिवारणाय न विशेषेण नमस्क्रियते, सामान्येन तु 'जं किंचि नाम तित्थं' इत्यादिना 'जावंति चेइआई' इत्यादिना चाभिवन्द्यते एव, तत्त्वतस्तासामपि तीर्थत्वात् जिनबिम्बत्वाच्च, तथाऽत्रापि मिथ्यादृशां गुणाः ‘सर्वेषां जीवानां दयाशीलादिकं शोभनं' इत्येवं सामान्यरूपेणानुमोद्यमानाः केन वारयितुं शक्यन्ते?' इति, उक्तं चैतत् धर्मबिन्दुसूत्रवृत्त्योरपि (२-३) सद्धर्मदेशनाधिकारे साधारण्येन लोकलोकोत्तरगुणप्रशंसाप्रतिपादनात्, तथाहि-“साधारणगुणप्रशंसा' इति, साधारणानां लोकलोकोत्तरयोः सामान्यानां, गुणानां प्रशंसा–पुरस्कारो, देशनार्हस्याग्रतो विधेया । यथा
प्रदानं प्रच्छन्नं गृहमुपगते संभ्रमविधिः, प्रियं कृत्वा मौनं सदसि कथनं चाप्युपकृतेः ।। अनुत्सेको लक्ष्म्या निरभिभवसाराः परकथाः, श्रुते चासन्तोषः कथमनभिजाते निवसति ।।' इति ।
દર્શનમાં રહેલા જીવો તે વચનોને પોતપોતાના અભિમત દેવના વચન તરીકે જ સ્વીકારે છે. તેથી સ્વસ્વદેવોક્ત તરીકે કરાતાં તે અનુષ્ઠાનોને અનુમોદનીય કેમ મનાય? તાત્પર્ય એ છે કે જેમ મિથ્યાત્વીઓએ પોતપોતાના દેવ તરીકે સ્વીકારેલ જિનબિંબને ઉપાસકદશાંગ વગેરેમાં અવંદનીય તરીકે કહ્યું છે. તેમ મૂળમાં જિનોક્ત એવું પણ અનુષ્ઠાન જો અન્ય દેવોક્ત અનુષ્ઠાન તરીકે સ્વીકારાયેલું હોય તો અનુમોદનીય નથી.
(મિથ્યાત્વીના ગુણો પણ સામાન્યરૂપે અનુમોદનીય) સમાધાનઃ આ બાબતમાં સંપ્રદાયના જાણકારોનો અભિપ્રાય આવો છે – મિથ્યાદૃષ્ટિએ સ્વદેવ તરીકે માનેલી અરિહંતની પ્રતિમાને વંદનાદિ કરવામાં આવે તો જોનાર વગેરેનું મિથ્યાત્વ પ્રબળ બને છે. તેથી તેની પ્રતિમાને સાક્ષાત્ વિશેષ રૂપે (તે પ્રતિમા પાસે જઈને તેને જ ઉદેશીને) નમસ્કારાદિ કરાતાં નથી. છતાં મિથ્યાત્વની વૃદ્ધિ ન થાય એ રીતે સામાન્યથી તો “અંકિંચિનામ તિર્થં... “જાવંતિ ચેઈઆઈ.” ઈત્યાદિ સૂત્રો દ્વારા વંદના કરાય જ છે. કેમ કે વાસ્તવમાં તે પ્રતિમા પણ તીર્થરૂપ છે જ અને ચૈત્ય (જિનબિંબ) રૂપ પણ છે જ. એમ “બધા જીવોના દયા-શીલ વગેરે ગુણો સુંદર છે' ઇત્યાદિ સામાન્ય રૂપે કરાતી મિથ્યાત્વીના ગુણોની પણ અનુમોદનાને કોણ અટકાવી શકે છે? ધર્મબિંદુ સૂત્ર (૨-૩) અને તેની વૃત્તિમાં સદ્ધમદશનાધિકારમાં સાધારણ રીતે લૌકિક અને લોકોત્તર ગુણોની પ્રશંસાનું પ્રતિપાદન કરવા દ્વારા આ જ વાત કહી છે. તે આ રીતે – “સાધારણ ગુણ પ્રશંસા... લોક અને લોકોત્તરમાં રહેલા હોય તેવા સાધારણ ગુણોની દેશનાયોગ્ય શ્રોતા આગળ પ્રશંસા કરવી. જેમકે ગુપ્ત રીતે દાન કરવું, ઘરે અતિથિ વગેરે આવે ત્યારે સંભ્રમ-રોમાંચાદિ થવા, કોઈ પર પ્રિયaઉપકાર કરીને જાહેરમાં બોલવું
- ૨. િિશનામ તીર્થન ... ૨. યાન્તિ ચૈત્યાન (લૈત્યવંદનવૃત્રાળ)
-
-
-
-
-
-
-
-
-
-
-
-