________________
૨૦૬
ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૩૫ सर्वत्रापि तत्त्वतो भगवत्प्रणीतमेवेति तत्प्रशंसया भवत्येव भगवद्बहुमानः । व्युत्पन्ना ह्यन्यशास्त्रे कथञ्चिदुपनिबद्धानपि मार्गानुसारिगुणान् भगवत्प्रणीतत्वेनैव प्रतियन्ति । तदाहुः श्रीसिद्धसेनસૂરઃ –
सुनिश्चितं नः परतन्त्रयुक्तिषु स्फुरन्ति याः काश्चन सूक्तसंपदः । तवैव ताः पूर्वमहार्णवोद्धृता जगत्प्रमाणं जिन! वाक्यविघुषः ।। इति । (द्वात्रिंशद् द्वात्रिंशिका १/३०) नन्दिवृत्तावप्येवमेवोक्तं - 'परदर्शनशास्त्रेष्वपि हि यः कश्चित्समीचीनोऽर्थः संसारासारतास्वर्गापवर्गादिहेतुः प्राण्यहिंसादिरूपः स भगवत्प्रणीतशास्त्रेभ्य एव समुद्धृतो वेदितव्यः । न खल्वतीन्द्रियार्थपरिज्ञानमन्तरेणातीन्द्रियः प्रमाणाबाधितार्थः पुरुषमात्रेणोपदेष्टुं शक्यते, अविषयत्वाद् । न चातीन्द्रियार्थपरिज्ञानं परतीथिकानामस्तीत्येतदग्रे वक्ष्यामः, ततस्ते भगवत्प्रणीतशास्त्रेभ्यो मौलं समीचीनमर्थलेशमुपादाय पश्चादभिनिवेशवशतः स्वस्वमत्यनुसारेण तास्ताः स्वस्वप्रक्रियाः प्रपञ्चितवन्तः । उक्तं च स्तुतिकारेण - ‘सुनिश्चितं इत्यादि' ।।'
ननु दयादिवचनानि परमते तत्त्वतो जिनवचनमूलान्यपि स्वस्वमताधिदेवतावचनत्वेन परिगृहीतપણ ધર્મમાં રહેલ સ્વરૂપશુદ્ધ અનુષ્ઠાન વાસ્તવિક રીતે તો જિનપ્રણીત જ છે. તેથી તેની પ્રશંસાથી ભગવર્બહુમાન્ થાય જ છે. પ્રજ્ઞાવાન પુરુષો તો અન્યશાસ્ત્રોમાં કોઈક રીતે કહેવાઈ ગયેલા માર્ગાનુસારી ગુણોને જિનોક્ત હોવા તરીકે જ સ્વીકારે છે. જેમકે શ્રીસિદ્ધસેન દિવાકરસૂરિ મહારાજે કહ્યું છે કે (દ્વા. ૧-૩૦) “અમને આ વાતનો પૂરેપૂરો નિશ્ચય થઈ ગયો છે કે અન્ય શાસ્ત્રોમાં જે કોઈ સુવચનોની સંપત્તિ ઝળહળે છે તે હે જિન ! તારા જ ચૌદ પૂર્વ રૂપ મહાસમુદ્રમાંથી ઉદ્ધરેલા (ઊડેલા) છે. તારા વચનરૂપી બિંદુઓને ઊડવાનું ક્ષેત્ર જગપ્રમાણ છે.... અર્થાત્ આખા જગમાં એ સુંદર વચનો પથરાયેલાં છે.”
શ્રી નંદીસૂત્રની વૃત્તિમાં પણ કહ્યું છે કે “અન્ય દર્શનના શાસ્ત્રોમાં પણ જે કોઈ સંસારની અસારતા જણાવનાર કે સ્વર્ગ-મોક્ષાદિના હેતુભૂત જીવઅહિંસા વગેરે રૂપ સમીચીન અર્થ જોવા મળે છે તે જિનોક્તશાસ્ત્રોમાંથી જ ઉદ્ધત થયેલો જાણવો, કેમ કે અતીન્દ્રિય પદાર્થોના જ્ઞાન વગર અતીન્દ્રિય પદાર્થની પ્રમાણથી અબાધિત પ્રરૂપણા ગમે તે પુરુષ કરી દે એ વાત શક્ય નથી તે પણ એટલા માટે કે એ અતીન્દ્રિય પદાર્થો તેનો (તેના અનતિશાયી જ્ઞાનનો) વિષય હોતા નથી. “પરતીર્થિકોને અતીન્દ્રિય પદાર્થોનું જ્ઞાન હોતું નથી' એ અમે આગળ જણાવીશું. એટલે તેઓએ ભગવત્પણીત શાસ્ત્રોમાંથી મૂળભૂત સમીચીન પદાર્થના મુખ્ય અંશને જાણીને પછી અભિનિવેશાદિવશાત્ પોતપોતાની મતિ અનુસાર પોતપોતાની તે તે પ્રક્રિયાઓ રચી છે એ નિશ્ચિત થાય છે. સ્તુતિકાર શ્રીસિદ્ધસેન દિવાકર સૂરિ મહારાજે પણ કહ્યું છે કે સુનિશ્ચિતં......... ઇત્યાદિ.”
શંકાઃ અન્ય દર્શનમાં રહેલ દયાદિપ્રતિપાદકવચનો વાસ્તવમાં જિનવચનમૂલક હોવા છતાં તે