SearchBrowseAboutContactDonate
Page Preview
Page 249
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૬ ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૩૫ सर्वत्रापि तत्त्वतो भगवत्प्रणीतमेवेति तत्प्रशंसया भवत्येव भगवद्बहुमानः । व्युत्पन्ना ह्यन्यशास्त्रे कथञ्चिदुपनिबद्धानपि मार्गानुसारिगुणान् भगवत्प्रणीतत्वेनैव प्रतियन्ति । तदाहुः श्रीसिद्धसेनસૂરઃ – सुनिश्चितं नः परतन्त्रयुक्तिषु स्फुरन्ति याः काश्चन सूक्तसंपदः । तवैव ताः पूर्वमहार्णवोद्धृता जगत्प्रमाणं जिन! वाक्यविघुषः ।। इति । (द्वात्रिंशद् द्वात्रिंशिका १/३०) नन्दिवृत्तावप्येवमेवोक्तं - 'परदर्शनशास्त्रेष्वपि हि यः कश्चित्समीचीनोऽर्थः संसारासारतास्वर्गापवर्गादिहेतुः प्राण्यहिंसादिरूपः स भगवत्प्रणीतशास्त्रेभ्य एव समुद्धृतो वेदितव्यः । न खल्वतीन्द्रियार्थपरिज्ञानमन्तरेणातीन्द्रियः प्रमाणाबाधितार्थः पुरुषमात्रेणोपदेष्टुं शक्यते, अविषयत्वाद् । न चातीन्द्रियार्थपरिज्ञानं परतीथिकानामस्तीत्येतदग्रे वक्ष्यामः, ततस्ते भगवत्प्रणीतशास्त्रेभ्यो मौलं समीचीनमर्थलेशमुपादाय पश्चादभिनिवेशवशतः स्वस्वमत्यनुसारेण तास्ताः स्वस्वप्रक्रियाः प्रपञ्चितवन्तः । उक्तं च स्तुतिकारेण - ‘सुनिश्चितं इत्यादि' ।।' ननु दयादिवचनानि परमते तत्त्वतो जिनवचनमूलान्यपि स्वस्वमताधिदेवतावचनत्वेन परिगृहीतપણ ધર્મમાં રહેલ સ્વરૂપશુદ્ધ અનુષ્ઠાન વાસ્તવિક રીતે તો જિનપ્રણીત જ છે. તેથી તેની પ્રશંસાથી ભગવર્બહુમાન્ થાય જ છે. પ્રજ્ઞાવાન પુરુષો તો અન્યશાસ્ત્રોમાં કોઈક રીતે કહેવાઈ ગયેલા માર્ગાનુસારી ગુણોને જિનોક્ત હોવા તરીકે જ સ્વીકારે છે. જેમકે શ્રીસિદ્ધસેન દિવાકરસૂરિ મહારાજે કહ્યું છે કે (દ્વા. ૧-૩૦) “અમને આ વાતનો પૂરેપૂરો નિશ્ચય થઈ ગયો છે કે અન્ય શાસ્ત્રોમાં જે કોઈ સુવચનોની સંપત્તિ ઝળહળે છે તે હે જિન ! તારા જ ચૌદ પૂર્વ રૂપ મહાસમુદ્રમાંથી ઉદ્ધરેલા (ઊડેલા) છે. તારા વચનરૂપી બિંદુઓને ઊડવાનું ક્ષેત્ર જગપ્રમાણ છે.... અર્થાત્ આખા જગમાં એ સુંદર વચનો પથરાયેલાં છે.” શ્રી નંદીસૂત્રની વૃત્તિમાં પણ કહ્યું છે કે “અન્ય દર્શનના શાસ્ત્રોમાં પણ જે કોઈ સંસારની અસારતા જણાવનાર કે સ્વર્ગ-મોક્ષાદિના હેતુભૂત જીવઅહિંસા વગેરે રૂપ સમીચીન અર્થ જોવા મળે છે તે જિનોક્તશાસ્ત્રોમાંથી જ ઉદ્ધત થયેલો જાણવો, કેમ કે અતીન્દ્રિય પદાર્થોના જ્ઞાન વગર અતીન્દ્રિય પદાર્થની પ્રમાણથી અબાધિત પ્રરૂપણા ગમે તે પુરુષ કરી દે એ વાત શક્ય નથી તે પણ એટલા માટે કે એ અતીન્દ્રિય પદાર્થો તેનો (તેના અનતિશાયી જ્ઞાનનો) વિષય હોતા નથી. “પરતીર્થિકોને અતીન્દ્રિય પદાર્થોનું જ્ઞાન હોતું નથી' એ અમે આગળ જણાવીશું. એટલે તેઓએ ભગવત્પણીત શાસ્ત્રોમાંથી મૂળભૂત સમીચીન પદાર્થના મુખ્ય અંશને જાણીને પછી અભિનિવેશાદિવશાત્ પોતપોતાની મતિ અનુસાર પોતપોતાની તે તે પ્રક્રિયાઓ રચી છે એ નિશ્ચિત થાય છે. સ્તુતિકાર શ્રીસિદ્ધસેન દિવાકર સૂરિ મહારાજે પણ કહ્યું છે કે સુનિશ્ચિતં......... ઇત્યાદિ.” શંકાઃ અન્ય દર્શનમાં રહેલ દયાદિપ્રતિપાદકવચનો વાસ્તવમાં જિનવચનમૂલક હોવા છતાં તે
SR No.022192
Book TitleDharm Pariksha Part 01
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorAbhayshekharsuri
PublisherDivyadarshan Trust
Publication Year2015
Total Pages332
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy