________________
અનુમોદના-પ્રશંસા વિચાર
–
" विषयात्मानुबन्धैस्तु त्रिधा शुद्धमुदाहृतम् । अनुष्ठानं प्रधानत्वं ज्ञेयमस्य यथोत्तरम् ।। आद्यं यदेव मुक्त्यर्थं क्रियते पतनाद्यपि । तदेव मुक्त्युपादेयलेशभावाच्छुभं मतम् ।। द्वितीयं तु यमाद्येव लोकदृष्ट्या व्यवस्थितम् । न यथाशास्त्रमेवेह सम्यग्ज्ञानाद्ययोगतः ।। तृतीयमप्यदः किन्तु तत्त्वसंवेदनानुगम् । प्रशान्तवृत्त्या सर्वत्र दृढमौत्सुक्यवर्जितम् ।।"
૨૦૫
ननु भवतु विषयशुद्धाद्यनुष्ठानत्रयमपुनर्बन्धकादौ कथञ्चित्सुन्दरं, तथापि वीतरागवचनप्रतिपादितस्यैव तद्गतस्यानुष्ठानस्यानुमोद्यत्वं, नान्यस्य, 'जो चेव भावलेसो सो चेव भगवओ अणुमओ' इत्यत्र भगवद्बहुमानरूपस्यैव भावलेशस्यानुमोद्यत्वप्रतिपादनादिति चेत् ? न, अन्यत्रापि भवाभिनन्दिदोषप्रतिपक्षमोक्षाशयभावस्य तत्त्वतो भगवद्बहुमानरूपत्वाद्, 'भवनिर्वेदस्यैव भगवद्बहुमानत्वात् [यश्चैव भावलेशः स चैव भगवतोऽनुमतः ।] ' इति ललितविस्तरापञ्जिकावचनात्, स्वरूपशुद्धं चानुष्ठानं
અને અનુબંધ એ ત્રણ ભેદે અનુષ્ઠાનને શુદ્ધ કહ્યું છે. આમાં પણ ઉત્તરોત્તર અનુષ્ઠાનને વધુ પ્રધાન (શુદ્ધ) જાણવું. ‘આનાથી મારો મોક્ષ થાઓ' ઇત્યાદિ અભિપ્રાય પૂર્વક મોક્ષ માટે જે આત્મહત્યા વગેરે કરાય છે તે પહેલું વિષયશુદ્ધ અનુષ્ઠાન છે. સ્વરૂપે અશુદ્ધ એવું પણ આ અનુષ્ઠાન મોક્ષની ઉપાદેયતાના અંશયુક્ત હોઈ શુભ છે. લોકદષ્ટિએ ધર્મ તરીકે લેખાતું જે યમ-નિયમાદિ અનુષ્ઠાન સમ્યગ્ જ્ઞાનાદિ ન હોવાના કા૨ણે જૈન શાસ્ત્રાનુસારી નથી હોતું તે બીજું સ્વરૂપશુદ્ધ અનુષ્ઠાન છે. એ જ યમનિયમાદિ અનુષ્ઠાન જો જીવાદિ તત્ત્વના સમ્યપરિજ્ઞાન પૂર્વક હોય, તેમજ પ્રશાન્ત વૃત્તિના કારણે સર્વત્ર અત્યંત ઔત્સુક્યરહિત હોય તો એ ત્રીજા પ્રકારનું અનુબંધશુદ્ધ અનુષ્ઠાન છે.”
શંકા : અપુનર્બંધકાદિના વિષયશુદ્ધ વગેરે અનુષ્ઠાનો ભલે આ રીતે કથંચિત્ સુંદર હોય, છતાં પણ જિનાગમમાં જેનું પ્રતિપાદન કર્યું હોય તેવું જ તેનું અનુષ્ઠાન અનુમોદનીય છે, બીજું નહિ, કેમ કે “તે તે અનુષ્કાનાદિમાં જે ભાવાંશ હોય તે જ ભગવાનને સંમત છે.” ( ) ઇત્યાદિ ગ્રન્થમાં ભગવાન પરના બહુમાન રૂપ ભાવાંશને જ અનુમોદનીય કહ્યો છે.
(મોક્ષાશયનો ભાવ એ તત્ત્વથી ભગવદ્ બહુમાન રૂપ)
સમાધાન ઃ તમારી શંકા યોગ્ય નથી. કેમ કે જિનાગમથી અપ્રતિપાદિત અનુષ્ઠાનમાં પણ તેઓનો ભવાભિનંદી દોષોના પ્રતિપક્ષભૂત મોક્ષાશયરૂપ શુભભાવ તો ભળેલો જ હોય છે. મોક્ષના આશયરૂપ આ ભાવ ભવર્નિવેદરૂપ છે. વળી લલિતવિસ્તરાની પંજિકા ટીકામાં કહ્યું છે કે ‘ભવનિર્વેદ જ ભગવદ્બહુમાનરૂપ છે.’ તેથી મોક્ષાશય પણ ભગવદ્બહુમાન રૂપ ફલિત થતો હોઈ અપુનર્બંધકાદિના, જિનાગમમાં સાક્ષાદ્ નહિ કહેલા અન્ય અનુષ્ઠાનો પણ અનુમોદનીય હોવા સિદ્ધ થાય જ છે. તેમજ કોઈ १. यश्चैव भावलेशः स चैव भगवतोऽनुमतः ।