________________
૨૧૦
ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૩૫ मिव दयादिगुणेषु न स्फुटो दोषः, दयादिगुणानामभिनिविष्टान्यतीर्थिकसाक्षिकत्वाभावेन मिथ्यात्वाभावात्, प्रत्युत तत्त्वतो जिनप्रवचनाभिहितत्वप्रतिसन्धानेन तदस्फुटीकृतमेव । अतः 'स्तोकस्यापि भगवदभिमतस्य गुणस्योपेक्षा न श्रेयसी' इत्यध्यवसायदशायां तत्प्रशंसा गुणानुरागातिशयद्वारा कल्याणावहा । अत एव गुणानुरागसङ्कोचपरिहाराय स्तोकगुणालम्बनेनापि भक्त्युद्भावनं विधेयमित्युपदिशन्ति पूर्वाचार्याः । तदुक्तं बृहत्कल्पभाष्यवृत्त्योः - "दंसणनाणचरित्तं तवविणयं जत्थ जत्तियं पासे । जिणपन्नत्तं भत्तीए पूयए तं तहिं भावं ।।"
"दर्शनं च=निःशङ्कितादिगुणोपेतं सम्यक्त्वं, ज्ञानं च=आचारादि, चारित्रं च-मूलोत्तरगुणानुपालनात्मकं, दर्शनज्ञानचारित्रं द्वन्द्वैकवद्भावः, एवं तपश्च=अनशनादि, विनयश्च=अभ्युत्थानादिरूपस्तपोविनयम्, एतद्दर्शनादि यत्र पार्श्वस्थादौ पुरुषे यावत् यत्परिमाणं स्वल्पं बहु वा, पश्येत् जानीयात्, तत्र तमेव भावं जिनप्रज्ञप्तं स्वचेतसि व्यवस्थाप्य तावत्यैव भक्त्या कृतिकर्मादिलक्षणया पूजयेद्" इति । तेन मार्गानुसारिकृत्यं सर्वमपि भावयोगादनुमोदनीयं प्रशंसनीयं चेति सिद्धम् ।।३५।।
તેમ દયાદિગુણો માટે કાંઈ વ્યક્તદોષરૂપ બની જતું નથી. એમાં કારણ એ છે કે દયાદિગુણો અભિનિવિષ્ટ અન્ય તીર્થિકોને સાક્ષી કરીને બતાવાતા નથી. માટે માર્ગાનુસારી અન્ય તીર્થિકના પ્રશંસા કરાતા તે ગુણો અભિનિવિષ્ટ જીવોના મિથ્યાત્વની વૃદ્ધિનો હેતુ બનતા નથી. ઉપરથી “ઓ હો ! આ દયાદિગુણો વાસ્તવિક રીતે તો જિનપ્રવચનમાં કહ્યા છે” ઇત્યાદિ પ્રતિસંધાન દ્વારા મિથ્યાત્વને અવ્યક્ત (મંદ) કરનારા જ છે. તેથી “ભગવાનને સંમત નાના ગુણની પણ ઉપેક્ષા હિતાવહ નથી” એવા અધ્યવસાય વખતે તે દયાદિ નાના ગુણોની પ્રશંસા પણ ગુણાનુરાગને ચઢિયાતો બનાવવા દ્વારા કલ્યાણકારી બને છે. તેથી જ તો ગુણાનુરાગ સાંકડો ન થઈ જાય એ માટે “અલ્પગુણને જોઈને પણ ભક્તિ ઊભરાવવી” એવો પૂર્વાચાર્યો ઉપદેશ આપે છે. બૃહત્કલ્પ ભાષ્ય ()માં કહ્યું છે –
જે જીવમાં જેટલા જિનપ્રજ્ઞપ્ત દર્શન-જ્ઞાન-ચારિત્ર-તપ-વિનયને જુએ તેમાં તે ભાવને ભક્તિથી પૂજવો” આની વૃત્તિ આ પ્રમાણે - “નિઃશંકિતાદિ ગુણયુક્ત સમ્યકત્વ, આચારાંગાદિનું જ્ઞાન, મૂળઉત્તરગુણના અનુપાલનરૂપ ચારિત્ર, અનશનાદિ તપ અને અભ્યત્થાનાદિ રૂપ વિનય, જિનપ્રજ્ઞપ્ત આ ભાવોને પાસત્થા વિગેરેમાં જેટલા ઓછાવત્તા પ્રમાણમાં જુએ, તેમાં રહેલા તે ભાવને સ્વચિત્તમાં લાવી તેટલા પ્રમાણવાળી વંદનાદિરૂપ ભક્તિથી પૂજવો.”
તેથી બધું માર્ગાનુસારી કૃત્ય મોક્ષાશય વગેરે ભાવયુક્ત હોઈ અનુમોદનીય અને પ્રશંસનીય છે એ વાત સિદ્ધ થાય છે. તેથી જે જે અનુમોદનીય હોય તે તે પ્રશંસનીય હોય અને જે જે પ્રશંસનીય હોય તે
१. दर्शनज्ञानचरित्रं, तपोविनयं यत्र यावत् पश्येत् । जिनप्रज्ञप्तं भक्त्या पूजयेत् तं तत्र भावम् ॥