________________
૨૧૬
ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૩૭
एवं सर्वेषां साधूनां साधुक्रियां सत्स्वाध्यायादिरूपां, एवं सर्वेषां श्रावकाणां मोक्षसाधनयोगान् वैयावृत्यादीन्, एवं सर्वेषां देवानामिन्द्रादीनां, सर्वेषां जीवानां सामान्येनैव भवितुकामानामासन्नभव्यानां कल्याणाशयानां, एतेषां किं? इत्याह-मार्गसाधनयोगान् सामान्येनैव कुशलव्यापारान्, अनुमोदे इति क्रियानुवृत्तिः । भवन्ति चैतेषामपि मार्गसाधनयोगाः, मिथ्यादृष्टीनामपि गुणस्थानकत्वाभ्युपगमादनभिग्रहे सति । प्रणिधिशुद्धिमाह-भवतु ममैषानुमोदनेત્યાદિ '
अत्र हि सामान्येनैव कुशलव्यापाराणामनुमोद्यत्वमुक्तं, इति मिथ्यादृशामपि स्वाभाविकदानरुचित्वादिगुणसमूहो व्यक्त्याऽनुमोद्यो न तु तद्विशेष एवाश्रयणीयः । यत्तु 'दानमपि परेषामधर्मपोषकत्वादधिकरणमिति दानरुचित्वादिगुणेष्वपि विशेषाश्रयणमावश्यकमित्यासन्नसम्यक्त्वसङ्गमनयसारादिसदृशसाधुदानादिनैव दानरुचित्वादिकं ग्राह्यमिति परस्याभिमतं तदसत्, भूमिकाभेदेन दानविधेरपि भेदात्, सम्यग्दृष्टिं प्रति प्रासुकैषणीयादिदानविधेरिवादिधार्मिकं प्रति 'पात्रे दीनादिवर्गे
સૂત્રપ્રદાન, સર્વ સાધુભગવંતોની સમ્યક સ્વાધ્યાયાદિ રૂપ સાધુક્રિયા, સર્વ શ્રાવકોના વૈયાવૃત્યાદિ મોક્ષસાધનભૂત યોગો, ઇન્દ્રાદિ સર્વદેવોના, સામાન્યથી સર્વ જીવોના પવિત્ર આશયવાળા આસન્નસિદ્ધિક જીવોના સામાન્ય રીતે કુશલ વ્યાપારરૂપ માર્ગસાધન યોગો... આ બધાને હું અનુમોદું છું. આ દેવ વગેરે જીવોમાં પણ માર્ગસાધનભૂત યોગી હોય છે, કેમ કે કદાગ્રહમુક્ત દશામાં (અનાભિગ્રહિક મિથ્યાત્વકાળમાં) તેઓમાં પણ ગુણસ્થાનક માનેલું છે. પોતાના પ્રણિધાનની શુદ્ધિને જણાવવા “મને આ અનુમોદના...' ઇત્યાદિ કહ્યું છે.”
| (સઘળાં કુશળ વ્યાપારો સામાન્યથી અનુમોદનીય) અહીં સામાન્યથી જ કુશળવ્યાપારોને અનુમોદનીય કહ્યા છે. તેથી મિથ્યાત્વીઓનો પણ સ્વાભાવિક દાનસૂચિત્વ વગેરે ગુણોનો સમૂહપ્રકટ રીતે અનુમોદનીય છે જ. માટે “સમયકત્વાભિમુખ મિથ્યાત્વીઓના જ દાનાદિ અનુમોદનીય છે, અન્ય મિથ્યાત્વીઓના નહિ એવો ભેદ કરવો નહિ. પરનો જે અભિપ્રાય છે કે “અન્ય મિથ્યાત્વીઓનું તો દાન પણ અધર્મનું પોષક હોઈ અધિકરણરૂપ બને છે. તેથી એ દાનાદિ અનુમોદનીય નથી. માટે “જે કોઈ દાનાદિ ગુણો હોય તે બધા જ અનુમોદનીય હોય એવો નિયમ નથી, કિન્તુ કેટલાક દાનાદિ અનુમોદનીય હોય છે અને કેટલાક અનનુમોદનીય. દાનાદિ ગુણોમાં જેમ આવો વિભાગ કરવો પડે છે તેમ દાનચિત્વાદિ ગુણોમાં પણ અનુમોદનીય - અનનુમોદનીયનો વિભાગ પાડવો આવશ્યક બને જ છે. માટે સમ્યકત્વપ્રાપ્તિની નજીક રહેલા સંગમ-નવસારાદિએ કરેલા દાન જેવા દાનથી જે દાનચિત્રાદિ ગુણો જણાય તેને જ અનુમોદનીય માનવા જોઈએ” આવો જે પરાભિપ્રાય છે તેને ખોટો જાણવો, કેમ કે ભૂમિકાભેદના કારણે દાનવિધિમાં પણ ભેદ હોય છે. સમ્યકત્વને ઉદ્દેશીને પ્રાસુક-એષણીય આહારાદિની દાનવિધિ કહી છે જ્યારે આદિધાર્મિકને ઉદ્દેશીને “પાત્ર, દીનાદિવર્ગ