________________
૨૧૭
અનુમોદના-પ્રશંસા વિચાર च' इत्यादेरपि दानविधेः प्रतिपादनात्, ततः सामान्येन कुशलव्यापारा आदिधार्मिकयोग्या एव ग्राह्या इति युक्तं पश्यामः ।
एतेन १ पुण्यप्रकृतिहेतोरेवानुमोद्यत्वे क्षुत्तृट्सहन-रज्जुग्रहण-विषभक्षणादीनामप्यनुमोद्यत्वापत्तिः । २ पुण्यप्रकृत्युदयप्राप्तस्यैव धर्मस्यानुमोद्यत्वे च चक्रवर्तिनः स्त्रीरत्नोपभोगादेरप्यनुमोद्यत्वापत्तिः । ३ सम्यक्त्वनिमित्तमात्रस्य चानुमोद्यत्वेऽकामनिर्जराव्यसनादेरप्यनुमोद्यत्वापत्तिः ।
"अणुकंपऽकामणिज्जरबालतवो दाणविणयविब्भंगे । સંનોmવિખ્યમોને વસઘૂસવસવારે ” (ગા. નિ. ૮૪૧) इत्यादिनाऽनुकंपादीनामपि सम्यक्त्वप्राप्तिनिमित्तत्वप्रतिपादनात् । ४ धर्मबुद्ध्या क्रियमाणस्यैवानुष्ठानस्यानुमोद्यत्वे चाभिग्रहिकमिथ्यादृशा धर्मबुद्ध्या क्रियमाणस्य जैनसमयत्यजनत्याजनादेरप्यनुमोद्यत्वापत्तिः, इति सम्यक्त्वाभिमुखस्यैव मार्गानुसारिकृत्यं साधुदानधर्मश्रवणाद्यनुमोद्यं, न
વગેરેને આપવા રૂપ દાનવિધિ જે કહી છે તેના પરથી ઉક્ત વાત ફલિત થાય છે. તેથી સમ્યકત્વાભિમુખ જીવની દાનવિધિ કરતાં વિલક્ષણ એવી આદિધાર્મિક જીવની દાનવિધિથી પણ જે દાનસૂચિત્વાદિ ગુણો જણાય છે તેને અનુમોદનીય માનવા જોઈએ. માટે તમે કહ્યાં તેવા વિભાગ વગર સામાન્યથી જ આદિધાર્મિક જીવયોગ્ય સકલ કુશલ અનુષ્ઠાનોને અનુમોદનીય માનવા જોઈએ એવું અમને યોગ્ય લાગે છે.
| (અનુમોદનીય શું? પૂર્વપક્ષકૃત વિકલ્પો) પૂર્વપક્ષઃ (૧) પુણ્યપ્રકૃતિબંધના હેતુભૂત જે હોય તેને અનુમોદનીય માનવામાં ભૂખ-તરસ સહન કરવી, ગળે ફાંસો ખાવો, ઝેર પી જવું, વગેરેને પણ અનુમોદનીય માનવાની આપત્તિ આવશે. (૨) પુણ્ય પ્રકૃતિના ઉદયથી પ્રાપ્ત થયેલી ચીજને અનુમોદનીય માનવામાં ચક્રવર્તી જે સ્ત્રીરત્નાદિને ભોગવે છે તેને અનુમોદનીય માનવાની આપત્તિ ઊભી થશે. (૩) સમ્યકત્વની પ્રાપ્તિના જે કોઈ નિમિત્ત હોય તે બધાને અનુમોદનીય માનવામાં અકામનિર્જરા-સંકટ વગેરે પણ અનુમોદનીય બની જાય, કેમ કે આવશ્યક નિર્યુક્તિ (૮૪૫)માં અનુકંપા -વગેરેનું પણ સમ્યકત્વની પ્રાપ્તિના નિમિત્ત તરીકે પ્રતિપાદન કર્યું છે. તે આ પ્રમાણે - અનુકંપા-અકામ નિર્જરા-બાળતપ-દાન-વિનય-વિભંગ-સંયોગ-વિપ્રયોગવ્યસન-ઉત્સવ-ઋદ્ધિસત્કાર (આ બધા સમ્યકત્વ પ્રાપ્તિના નિમિત્ત કારણો છે.) (૪) ધર્મબુદ્ધિથી (આ હું ધર્મ કરી રહ્યો છું એવા અભિપ્રાયથી) કરાતું અનુષ્ઠાન અનુમોદનીય છે એવું જો માનીએ તો આભિગ્રહિક મિથ્યાત્વીઓ ધર્મબુદ્ધિથી જૈનધર્મને છોડવા-છોડાવવાની જે પ્રવૃત્તિઓ કરે છે તે પણ અનુમોદનીય બની જવાની આપત્તિ આવે. તેથી નક્કી થાય છે કે સમ્યક્ત્વાભિમુખ જીવના જ સાધુદાન-ધર્મશ્રવણ १. अनुकम्पाऽकामनिर्जराबालतपोदानविनयविभङ्गम्। संयोगविप्रयोगौ व्यसनोत्सवद्धि सत्कारम् ॥
-
-
-
-
-
-
-
-
-
-
--