________________
૧૯૮
<
ધર્મપરીક્ષા ભાગ-૧ / ગાથા-૩૪
सामान्यविशेषत्वाद् भेदोऽनुमोदनाप्रशंसयोः । यथा पृथिवीद्रव्ययोर्न पृथग् विषयस्य भेदेन ।। ३४ ।।
सामन्नविसेसत्तति । अनुमोदनाप्रशंसयोः सामान्यविशेषत्वात् = सामान्यविशेषभावाद् भेदः यथा पृथिवीद्रव्ययोः । द्रव्यं हि सामान्यं पृथिवी च विशेषः, एवमनुमोदना सामान्यं, प्रशंसा च विशेष इत्येतावाननयोर्भेदः। न पुनः पृथग् विषयस्य भेदेनात्यन्तिको भेदः, प्रशंसाया अनुमोदनाभेदत्वेन तदन्यविषयत्वासिद्धेः । न हि घटप्रत्यक्षं प्रत्यक्षभिन्नविषयमिति विपश्चिता वक्तुं युक्तं, न च मानसोत्साहरूपानुमोदनाया अपि प्रशंसाया भिन्नविषयत्वनियमः, प्रकृतिसुन्दरस्यैव वस्तुनः सम्यग्दृशामनुमोदनीयत्वात्प्रशंसनीयत्वाच्च ।
न च " अनुमोदनायाः स्वेष्टसाधकमेव वस्तु विषयः, तादृशस्यैव तपः संयमादेरारंभपरिग्रहादेर्वा विरतैरविरतैश्चानुमोदनात्, न तु परेष्टसाधकमात्मनश्चानिष्टसाधनमपि, निजधनापहारस्याप्यनुमोदनीयत्वापत्तेः, प्रशंसायाश्चेष्टमनिष्टं च वस्तु विषयः, इष्टस्य धार्मिकानुष्ठानस्यानिष्टस्य
જેમ દ્રવ્ય સામાન્યરૂપ છે અને પૃથ્વી તેના વિશેષ ભેદ રૂપ છે તો એ બેનો એટલી અપેક્ષાએ ભેદ છે તેમ અનુમોદના સામાન્યરૂપ છે અને પ્રશંસા તેના એક વિશેષ ભેદ રૂપ છે. માટે તે બેનો એટલો ભેદ છે. પણ તે બેના વિષયો જુદા જુદા હોવાના કારણે તે બન્ને અત્યંત ભિન્ન જ છે એવું નથી, કેમકે પ્રશંસા એ અનુમોદનાના જ ભેદરૂપે હોઈ અનુમોદના કરતાં જુદા વિષયવાળી હોતી નથી. જેમ પ્રત્યક્ષના વિશેષ ભેદ રૂપ ઘટપ્રત્યક્ષનો વિષય ‘ઘટ’ એ ‘પ્રત્યક્ષસામાન્યનો વિષય નથી પણ તેનાથી જુદો છે’ એવું બુદ્ધિમાન્ માણસે કહેવું યોગ્ય નથી તેમ પ્રશંસાનો વિષય અનુમોદનાના વિષય કરતાં જુદો હોય છે’ એવું પણ કહેવું યોગ્ય નથી. ~‘પ્રશંસા વાચિક હોય છે, અનુમોદના તમારા કથન મુજબ ત્રણે પ્રકારની હોય છે. તેથી વાચિક અનુમોદના અને પ્રશંસાનો વિષય તુલ્ય હોવા છતાં ચિત્તના ઉત્સાહરૂપ માનસિક અનુમોદનાનો જે વિષય હોય તે પ્રશંસાનો વિષય ન હોવાથી ‘માનસિક અનુમોદનાનો વિષય પ્રશંસા કરતાં જુદો જ હોય છે’ એમ તો કહી શકાય છે ને !” ~ એવી શંકા ન કરવી, કેમકે જે વસ્તુ સહજ રીતે સુંદર હોય તે જ સમ્યગ્દષ્ટિ જીવોને અનુમોદનીય અને પ્રશંસનીય હોય છે. તેથી તેવી વસ્તુરૂપ વિષય બન્નેનો તુલ્ય જ હોય છે.
પૂર્વપક્ષ ઃ પોતાના ઇષ્ટને જે સાધી આપનાર હોય તે જ વસ્તુ અનુમોદનાનો વિષય બને છે, કારણ કે સાધુઓ તપ-સંયમ વગેરેની અને ગૃહસ્થો આરંભ-પરિગ્રહ વગેરેની અનુમોદના કરતાં દેખાય છે. બીજી વ્યક્તિઓના ઇષ્ટની સાધક એવી જે વસ્તુ પોતાનું અનિષ્ટ કરનાર હોય તે અનુમોદનાનો વિષય બનતી નથી, કેમકે તો પછી ચોરે કરેલી પોતાના ધનની ચોરી પણ અનુમોદનીય બની જવાની આપત્તિ આવે. જ્યારે પ્રશંસાનો તો ઇષ્ટ કે અનિષ્ટ બન્ને વસ્તુ વિષય બને છે એવું જણાય છે, કેમકે ઇષ્ટ એવા