________________
અનુમોદના-પ્રશંસા વિચાર
૨૦૧ इत्यादौ कारणिकाशुद्धग्रहणप्रशंसाया अप्यतिचारत्वप्रसङ्गाद्, अनभिमतोपचारादतिचारभङ्गयोस्तु परिणामभेदः प्रयोजको न तु विषयभेद इति यत्किञ्चिदेतत् । शास्त्रेऽपि प्रशंसाऽनुमोदनाविशेष एव गीयते । तदुक्तं पञ्चाशकवृत्तिकृता 'जइणोवि हु दव्वत्थयभेओ अणुमोअणेण अस्थित्ति' इति प्रतीकं विवृण्वता 'यतेरपि भावस्तवारूढसाधोरपि, न केवलं गृहिण एव, हु शब्दोऽलङ्कृतौ, द्रव्यस्तवविशेषः अनुमोदनेन=जिनपूजादिदर्शनजनितप्रमोदप्रशंसादिलक्षणयाऽनुमत्या, अस्ति-विद्यते, इतिशब्दो वाक्यपरिसमाप्ताવિતિ' રૂ૪. एवमनुमोदनाप्रशंसयोर्विषयभेदाभावे सिद्धेऽनुमोदनीयप्रशंसनीययोर्विषमव्याप्तिं परिहरन्नाह -
तेणमणुमोअणिज्जं पसंसणिज्जं च होइ जाईए । सुद्धं किच्चं सव्वं भावविसिटुं तु अनपि ।।३५।।
પણ જ્યારે તે પૂરતા પ્રમાણમાં મળતી ન હોય ત્યારે રોગીના દષ્ટાન્તને અનુસરીને તે જ બંનેને હિતકર બને છે.” તેનાથી સૂચિત થયેલ કારણિક-અશુદ્ધ ગ્રહણની પ્રશંસા પણ અતિચાર રૂપ બની જાય. શાસ્ત્રને સંમત ન હોય એવા ઉપચારથી કરાયેલ પ્રશંસા અતિચારરૂપ જે બને છે અને તેવી અનુમોદના ભંગરૂપ જે બને છે તેમાં તેવો જુદો જુદો પરિણામ જ જવાબદાર છે, વિષયનો ભેદ નહિ. માટે આવી દલીલોથી તે બેના વિષયને જુદો જુદો માનવો એ વાત તુચ્છ છે. વળી શાસ્ત્રમાં પણ પ્રશંસાને અનુમોદનાના જ એક ભેદ રૂપે કહી છે. જેમકે “જઈણો વિ...” (પંચા. ૬-૨૮) શ્લોકને પ્રતીકનું વિવરણ કરતાં વૃત્તિકારે કહ્યું છે કે “માત્ર ગૃહસ્થોને જ નહિ પણ ભાવ-સ્તવ પર આરૂઢ થયેલા સાધુઓને પણ શ્રાવકોથી કરાતી જિનપૂજા વગેરે જોઈને થયેલ આનંદ-પ્રશંસા વગેરે રૂપ અનુમોદના દ્વારા એક પ્રકારનો દ્રવ્યસ્તવ હોય છે. “હુ' શબ્દ અલંકાર તરીકે અને ઇતિ શબ્દ પરિસમાપ્તિ જણાવવા વપરાયો છે.” li૩૪ો
આમ અનુમોદના અને પ્રશંસાના વિષય જુદા જુદા હોતા નથી એવું સિદ્ધ થયે છતે અનુમોદનીય - પ્રશંસનીયની વચ્ચે વિષમવ્યાપ્તિ નથી એવું જણાવતાં ગ્રનથકાર કહે છે. જ્યાં જ્યાં “અ” હોય ત્યાં ત્યાં બ” હોય અને જ્યાં જ્યાં “બ” હોય ત્યાં ત્યાં “અ” હોય તો “અ” અને “બ'ની સમવ્યાપ્તિ કહેવાય. પણ
જ્યાં જ્યાં “બ” હોય ત્યાં ત્યાં “અ” હોય જ એવી બીજી શરત જો પરિપૂર્ણ ન હોય તો અ-બની વિષમવ્યાપ્તિ કહેવાય છે.).
ગાથાર્થઃ આમ તે બેના વિષય જુદા ન હોવાથી સ્વરૂપતઃ જે શુદ્ધ હોય તે બધું કાર્ય શુદ્ધ જાતિવાળું હોવા તરીકે અનુમોદનીય અને પ્રશંસનીય બને છે અને સ્વરૂપે અશુદ્ધ એવું પણ વિષયશુદ્ધ વગેરે અનુષ્ઠાન જો શુભભાવ યુક્ત હોય તો, તે તેવું હોવાના કારણે એ બંને રૂપ બને છે.
૨. ગણોત્તરાર્ધ: ઇર્ષ – ચ સુદ્ધતિંતગુત્તીણ II (પંવા. ૬/૨૮) छाया : यतेरपि खलु द्रव्यस्तवभेदोऽनुमोदनेनास्ति इति । एतच्चात्र ज्ञेयमिति शुद्धं तन्त्रयुक्त्या ॥