________________
૧૯૦
ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૩૦ तन्मतनिराकरणार्थमाह -
भावो जेसिमसुद्धो ते ववहारट्ठियावि एरिसया । णिच्छयपरंमुहो खलु ववहारो होइ उम्मग्गो ।।३०।।
भावो येषामशुद्धस्ते व्यवहारस्थिता अपीदृशकाः ।
निश्चयपराङ्मुखः खलु व्यवहारो भवत्युन्मार्गः ।।३०।। भावोत्ति । भावः चित्तपरिणामो, येषामशुद्धः=अपुनर्बन्धकाधुत्तीर्णत्वेन लेशेनापि निश्चयास्पर्शी, ते व्यवहारस्थिता अपि स्वाभिमतैहिकप्रयोजनार्थं व्यवहारमाश्रिता अपि, ईदृशकाः सर्वविराधका एव, निश्चयपराङ्मुखः खलु व्यवहार उन्मार्गो भवतीति न तेषां क्लिष्टकर्मणां स त्राणायेति । यस्तु व्यवहारो बलवानभ्यधायि प्रवचने स निश्चयप्रापको न तु तदप्रापकः, अत एव 'अविधिनाप्यभ्यासो विधेयः, दुषमायां विधेर्दुर्लभत्वात्, तस्यैव चाश्रयणे मार्गोच्छेदप्रसङ्गात्' इत्याद्यशास्त्रीयाभिनिवेशपरित्यागार्थं विधियत्न एव व्यवहारशुद्धिहेतुः शास्त्रे कर्तव्यतयोपदर्शितः । तदुक्तं છે જ એ વાત ‘વવહારો વિ...” ઇત્યાદિ પ્રમાણભૂત વચનથી જણાય જ છે તેઓના આવા અભિપ્રાયનું નિરાકરણ કરવા ગ્રન્થકાર કહે છે
ગાથાર્થ: જેઓનો ભાવ અશુદ્ધ છે, તેઓ વ્યવહારમાં રહ્યા હોય તો પણ આવા=સર્વ-વિરાધક જ છે. કેમ કે નિશ્ચયને પરાભુખ વ્યવહાર ઉન્માર્ગ બની જાય છે. અર્થાત્ તેનો માર્ગ માર્ગરૂપ જ ન હોવાથી વાસ્તવિક રીતે જેને શાસ્ત્રકારોએ બળવાનું કહ્યો છે તેવા વ્યવહારરૂપ પણ હોતો નથી.
(કયો વ્યવહાર બળવાન) જેઓનો મનઃપરિણામ અશુદ્ધ હોય છે - અર્થાત્ અપુનબંધકાદિ અવસ્થા પામેલ ન હોઈ અંશથી પણ નિશ્ચયને સ્પર્શતો નથી - તેઓ પોતાને અભિમત ઐહિક પ્રયોજન માટે જિનોક્ત અનુષ્ઠાન રૂપ વ્યવહારને વળગેલાં હોય તો પણ સર્વવિરાધક જ છે, કેમકે નિશ્ચયને પરામુખ
વ્યવહાર ઉન્માર્ગરૂપ બનતો હોઈ તે ભારેકર્મી જીવોને કોઈ જાતનું રક્ષણ આપી શકતો નથી. પ્રવચનમાં પણ નિશ્ચયપ્રાપક વ્યવહારને જ બળવાનું કહ્યો છે, નિશ્ચયઅપ્રાપક વ્યવહારને નહિ. તેથી જ “અવિધિથી પણ આ વંદના વગેરે અનુષ્ઠાનો આચરવા, કેમ કે દુષમકાળમાં વિધિ અત્યંત દુર્લભ છે. તેથી જો વિધિને જ પકડવાનો હોય તો (અર્થાત્ “વિધિપૂર્વક થાય તો જ અનુષ્ઠાન કરવું, નહીંતર નહિ આવી પકડ રાખવાની હોય તો) માર્ગનો જ ઉચ્છેદ થઈ જવાની આપત્તિ આવશે, કેમ કે હાલમાં સંપૂર્ણ વિધિપાલન લગભગ અશક્ય જ છે” ઈત્યાદિ અશાસ્ત્રીય કદાગ્રહ દૂર કરવા માટે વિધિ અંગેનો પ્રયત્ન જ વ્યવહારશુદ્ધિનો હેતુ છે અને તે જ કર્તવ્ય છે” એવું શાસ્ત્રોમાં કહ્યું છે. અર્થાત્ વિધિપૂર્વક