________________
આરાધક-વિરાધક ચતુર્ભગી
૧૯૩ नन्वेवं विधिविकलव्यवहारस्याराधकत्वाप्रयोजकत्वेऽपि विधिशुद्धव्यवहारस्य भावहीनस्याप्याराधकत्वप्रयोजकत्वे किं बाधकं ? परं प्रति तस्य निश्चयप्रापकत्वाद्, इत्यत आह -
भावुज्झियववहारा ण किंपि आराहगत्तणं होइ । भावो उ बोहिबीजं सव्वण्णुमयंमि थोवोवि ।।३१।।
भावोज्झितव्यवहारान किमप्याराधकत्वं भवति ।
भावस्तु बोधिबीजं सर्वज्ञमते स्तोकोऽपि ।।३१।। भावुझिअत्ति । भावोज्झितव्यवहारा भवाभिनन्दिनां द्रव्यव्रतधारिणां विधिसमग्रादपि, न किमप्याराधकत्वं भवति, परं प्रति निश्चयप्रापकस्यापि तस्य स्वकार्याकारित्वाद्, भावस्तु सर्वज्ञमते स्तोकोऽपि बोधिबीजं, विशेषधर्मविषयस्य स्तोकस्यापि भावस्य विशेषफलत्वाद्, अत एवापूर्वा હોઈ શુદ્ધિ પામેલા.” નિષ્કર્ષ - વિધિવિકલ વ્યવહારની કોઈ મહત્તા નથી. શાસ્ત્રમાં પણ તેને બળવાનું કહેલ જ નથી. તેથી તેના કારણે જીવમાં આરાધકત્વ આવી શકતું નથી. li૩૦
(ભાવશૂન્યવ્યવહાર અકિંચિત્કર) ૧.—“વિધિશૂન્ય અનુષ્ઠાનાદિ કરવા રૂપ વ્યવહાર આ રીતે આરાધકત્વને લાવી આપનાર ન હોવા છતાં, વિધિશુદ્ધ અનુષ્ઠાન કરવા રૂપ વિધિશુદ્ધ વ્યવહાર ભાવહીન જીવોમાં પણ આરાધકત્વ લાવી આપતો હોય (અર્થાત્ દેવલોક પ્રાપ્તિ વગેરેના ઉદેશથી પળાતું નિરતિચાર સાધુપણું તેને પાળનાર અભવ્યાદિ મિથ્યાત્વીમાં દેશઆરાધકત્વ વગેરે લાવી આપતું હોય, તો તેને અટકાવનાર કોણ છે? કેમકે એની એ વિધિશુદ્ધ ક્રિયાઓ જોઈને બીજા જીવો ચારિત્રાદિમાં જોડાય છે અને નૈશ્ચયિક આરાધકત્વ પામે છે. આમ બીજા (ભાવયુક્ત) જીવોને નૈૠયિક આરાધકત્વ લાવી આપનાર તે વિધિશુદ્ધ વ્યવહાર નિશ્ચયપ્રાપક તો છે જ ” એવી શંકાને મનમાં રાખીને ગ્રન્થકાર કહે છે
ગાથાર્થ ભાવશૂન્ય વ્યવહારથી કોઈપણ જાતનું આરાધકત્વ પ્રાપ્ત થતું નથી. સર્વજ્ઞમતમાં અલ્પ પણ ભાવ એ જ બોધિબીજ કહેવાય છે.
ભવાભિનંદી દ્રવ્યવ્રતધારી જીવોમાં તેઓના સમગ્ર વિધિપાલનરૂપ ભાવશૂન્યવ્યવહારથી જરાક પણ આરાધકત્વ આવતું નથી. કેમકે (લેશ પણ ભાવયુક્ત બનીને તેનું પાલન કરનારા) બીજા જીવોને (અથવા તેનો આ વ્યવહાર જોઈ ભાવપૂર્વક અનુમોદના કરનારા બીજા જીવોને પરંપરાએ પણ) નિશ્ચયની પ્રાપ્તિ કરાવી આપનાર એવો પણ તે વ્યવહાર “ભાવશૂન્ય આવા ક્રિયાપ્રવૃત્તજીવને તે પ્રાપ્તિ કરાવી આપવાનું પોતાનું કામ કરી શકતો નથી. તે આટલા માટે કે સર્વજ્ઞપ્રણીત આ જૈનદર્શનમાં અલ્પ પણ વિશેષધર્મવિષયક ભાવને જ વિશેષફળ આપનાર મનાયો છે, તેથી જ અપૂર્વ ધર્મચિંતાને પણ પહેલું