________________
૧૯૪
ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૩૧ धर्मचिन्ताऽपि प्रथमं समाधिस्थानमुक्तं । तदुक्तं समवायागे (१०) -
"धम्मचिंता वा से असमुप्पण्णपुव्वा समुप्पज्जेज्जा सव्वं धम्मं जाणित्तए" त्ति ।
एतवृत्तिर्यथा - "तत्र धर्मा=जीवादिद्रव्याणां उपयोगोत्पादादय स्वभावास्तेषां चिन्ता=अनुप्रेक्षा, धर्मस्य वा श्रुतचारित्रात्मकस्य सर्वज्ञभाषितस्य 'हरिहरादिनिगदितधर्मेभ्यः प्रधानोऽयं' इत्येवं चिन्ता धर्मचिन्ता, वाशब्दो वक्ष्य-माणसमाधिस्थानापेक्षया विकल्पार्थः, से इति यः कल्याणभागी तस्य साधोः, असमुत्पन्नपूर्वा-पूर्वस्मिन्ननादावतीते कालेऽनुपजाता, तदुत्पादे ह्यपार्द्धपुद्गलपरावर्तान्ते कल्याणस्यावश्यंभावात्, समुत्पद्येत जायेत । किंप्रयोजना चेयं? अत आह-सर्व निरवशेष, धर्म जीवादिद्रव्यस्वभावमुपयोगोत्पादादिकं श्रुतादिरूपं वा, जाणित्तए= ज्ञपरिज्ञया ज्ञातुं, ज्ञात्वा च प्रत्याख्यानपरिज्ञया परिहरणीयधर्म परिहर्तुम् । इदमुक्तं भवति-धर्मचिन्ता धर्मज्ञानવેરળમૂતા નાતે તિ !”
अत्रापूर्वधर्मचिन्ताया उत्कर्षतोऽपार्द्धपुद्गलपरावर्त्तव्यवधानेन कल्याणकारणत्वमुक्तं, अन्यत्र च मुक्त्यद्वेषादिगुणानां चरमपुद्गलपरावर्त्तव्यवधानेनेति प्रवचनपूर्वापरभावपर्यालोचनया गुणसामान्यस्य चरमावर्त्तमानत्वमस्माभिरुन्नीयते । यदि चैवमपि स्वतन्त्रपरतन्त्रसाधारणापुनर्बन्धकादिगुणानामपार्द्धपुद्गलपरावर्त्तमानत्वमेव सकलगीतार्थसंमतं स्यात्तदा नास्माकमाग्रह इत्यस्यां परीक्षाસમાધિસ્થાન કહ્યું છે. જેમ કે શ્રીસમવાયાંગ(૧૦)માં કહ્યું છે કે “પૂર્વે ઉત્પન્ન ન થયેલ એવી ધર્મચિંતા તેને ઉત્પન્ન થાય છે. જે ધર્મના જ્ઞાન અને કરણરૂપ બને છે.” આની વૃત્તિનો અર્થ આ પ્રમાણે – “અહીં ધર્મ એટલે જીવાદિ દ્રવ્યોના જ્ઞાનાદિ કે ઉત્પાદ-વ્યયાદિ સ્વભાવો. તેની અનુપ્રેક્ષા એટલે ધર્મચિંતા. અથવા સર્વજ્ઞભાષિત શ્રુત-ચારિત્રરૂપ ધર્મ હરિહર વગેરેએ કહેલા ધર્મ કરતાં શ્રેષ્ઠ છે.' ઇત્યાદિ વિચારણા એ ધર્મચિંતા. “વા' શબ્દ આગળ કહેવાતાં બીજાં સમાધિસ્થાનોની અપેક્ષાએ વિકલ્પ દેખાડવા માટે છે. આવી ચિંતા અનાદિ અતીતકાળમાં પૂર્વે ક્યારેય ઉત્પન્ન થઈ હોતી નથી, કેમકે એ ઉત્પન્ન થયા પછી દેશોન અર્ધ પુગલપરાવર્તમાં તો અવશ્ય કલ્યાણ થઈ જ જાય છે. કલ્યાણ પામનાર તે જીવને આ ચિંતા ઉત્પન્ન થાય છે. આ ચિંતાનું પ્રયોજન જણાવવા આગળ કહ્યું છે કે – જીવાદિ દ્રવ્યોના ઉપયોગ - ઉત્પાદાદિરૂપ કે કૃતાદિરૂપ ધર્મ જ્ઞપરિજ્ઞાથી જાણવા માટે અને જાણીને પછી પ્રત્યાખ્યાન પરિજ્ઞાથી ત્યાજય ધર્મનો ત્યાગ કરવા માટે આ ચિંતા ઉપજે છે. તાત્પર્ય એ છે કે આ ધર્મચિંતા ધર્મના જ્ઞાન અને કરણ રૂપે પરિણમે છે.”અહીં અપૂર્વ ધર્મચિંતા ઉત્કૃષ્ટથી પણ દેશોન અર્ધપુદ્ગલપરાવર્તના વ્યવધાનથી કલ્યાણ(મોક્ષ)નું કારણ બને છે, એમ કહ્યું છે. અન્યત્ર શાસ્ત્રમાં મુક્તિઅદ્વેષ આદિ ગુણો ચરમ પુદ્ગલપરાવર્તના વ્યવધાનપૂર્વક મોક્ષના કારણ બને છે. એમ કહ્યું છે. તેથી પ્રવચનના આગલા પાછલા કથનોનો વિચાર કરવાથી અમે એવા અનુમાન પર આવીએ છીએ કે સામાન્યગુણોની પ્રાપ્તિ ચરમ
१. धर्मचिन्ता वा तस्यासमुत्पन्नपूर्वा समुत्पद्येत सर्व धर्म ज्ञात्वा ।