________________
૧૮૮
<
ધર્મપરીક્ષા ભાગ-૧ / ગાથા-૨૮ तत्फलं च देशविराधकत्वेन देशद्वयाराधकत्वाक्षेपः । तथा च पूर्वभङ्गादाधिक्यं लभ्यते, तेन देशविराधकत्वेऽविरतसम्यग्दृष्टेर्देशाराधकादप्यधमत्वं स्यादित्यपास्तं, परिभाषितस्य विराधकत्वस्याधमत्वाप्रयोजकत्वात्, प्रत्युत देशद्वयाराधकत्वाक्षेपकतयोत्कर्षप्रयोजकत्वात् न च परिभाषा न सूत्रनीतिरिति शङ्कनीयं, 'सव्वामगंधं परिच्चज्ज निरामगंधी परिव्वए' इत्यादीनां परिभाषासूत्राणामपि तन्त्रे व्यवस्थापितत्वाद्, यदि च देशविराधकत्वं नैवं पारिभाषिकमङ्गीक्रियेत तदाऽनुपात्तव्रतः सम्यग्दृष्टिः कस्मिन् भङ्गेऽवतारणीयः ? न च नावतारणीय एव, सर्वाराधकादन्यत्र सहकारियोग्यताभावाभिधानाय त्रिभिरेव भङ्गैः सर्वेषां तद्विलक्षणानां सङ्ग्राह्यत्वादिति सूक्ष्ममीक्षणीयम्
P
112G11
શકે નહિ એવી આપત્તિ આવતી નથી, કેમ કે ગતિ વગેરેની પ્રાપ્તિ પારિભાષિક નહિ, પણ તાત્ત્વિક આરાધકતા-વિરાધકતા પર આધાર રાખે છે તેમજ કેવલી ભગવંતો અંગેની પણ ઉક્ત આપત્તિ છે જ નહિ, કેમ કે માત્ર ચારિત્રાંશ માટેની જ આ પરિભાષા છે.) આ રીતે અવિરતસમ્યક્ત્વીનો આ ભાંગામાં સમાવેશ કરવાથી લાભ એ થાય છે કે તેને ચારિત્રાત્મક દેશનો વિરાધક કહેવાથી એ જ્ઞાન-દર્શનરૂપે શેષ બે દેશોનો આરાધક હોવો જણાઈ જાય છે. અને તેથી દેશ આરાધકના પહેલાં ભાંગા કરતાં પણ એનામાં આરાધકભાવની અધિકતા હોવી જણાય છે.
~
~
તેથી જ ~ “અવિરતસમ્યક્ત્વી જો દેશવિરાધક હોય તો પૂર્વભાંગાના દેશઆરાધક કરતાં પણ તે અધમ કહેવાશે.' ~ એવી શંકા દૂર થઈ જાય છે, કેમ કે આ પારિભાષિક વિરાધકત્વ અધમતાને જણાવનાર નથી, કિન્તુ અન્ય બે દેશની આરાધનાને જણાવવા દ્વારા ઉત્કર્ષને જ જણાવે છે. ~‘આ ચતુર્થંગીની પ્રરૂપણા ભગવતી સૂત્રમાં છે. અને સૂત્રમાં તો વાસ્તવિક વાતોનું જ નિરૂપણ હોય ને, પારિભાષિક વાતોનું થોડું હોય ?” ~ એવી શંકા ન કરવી, કેમ કે શાસ્ત્રોમાં પરિભાષા જણાવનાર સૂત્રો પણ હોય છે. જેમ કે શ્રીઆચારાંગ સૂત્રમાં (૨-૩-૮૭) ‘‘સામગંધ પરિત્ત્વગ્ન નિરામાંધી પરિત્વને" ઇત્યાદિ. વળી અહીં દેશવિરાધકત્વ જો પારિભાષિક લેવાનું ન હોય અને જ્યોતિષ ઉપરની ગતિના અભાવ વગેરેનું પ્રયોજક એવું વાસ્તવિક જ લેવાનું હોય તો જેણે વ્રતગ્રહણ કર્યું નથી, તેવા અવિરત સમ્યગ્દષ્ટિનો સમાવેશ કયા ભાંગામાં કરશો ? ‘આ પ્રસ્તુત ચતુર્થંગીના એકે ભાંગામાં એનો સમાવેશ કરવાનો જ નથી’ એવું ન કહેવું, કારણ કે સર્વઆરાધક સિવાયના શેષ સઘળા જીવોનો ત્રણ ભાંગાઓમાં સમાવેશ કરવાનો છે. તે પણ એટલા માટે કે “જ્ઞાન-ક્રિયા ઉભયવાળા સર્વઆરાધક જીવો જ મોક્ષની ફળોપધાયકતા ધરાવે છે, શેષ સઘળા જીવો એક અંશનો ગમે એટલો ઉત્કર્ષ પામે તો પણ વધુમાં વધુ સહકારીયોગ્યતા (જ્ઞાનાદિરૂપ અન્ય સહકારી મળે તો મોક્ષાત્મક ફળના ઉપધાયક બની શકવાની યોગ્યતા)
૨. સર્વામધં પરિત્ય નિયમન્ય: પત્રિનેત્॥ (આવા. ૨-રૂ-૮૭)