________________
૧૮૬
ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૨૮ देशस्य भङ्गतो वाऽलाभतो वा विराधको द्वितीयः ।
संविग्नपाक्षिको वा सम्यग्दृष्टिरविरतो वा ।।२८ ।। देसस्सत्ति । देशस्य मोक्षमार्गतृतीयांशभूतस्य चारित्रस्य गृहीतस्य, भङ्गादलाभाद्वा देशस्य विराधको ज्ञेयः, स च देशभङ्गापेक्षया संविग्नपाक्षिको देशाऽप्राप्त्यपेक्षया चाविरतसम्यग्दृष्टिः, तथा च 'ज्ञानदर्शनवत्त्वे सति चारित्रभङ्गाप्राप्त्यन्यतरवत्त्वं देशविराधकत्वमिति परिभाषितं भवति ।
इत्थं च जिनोक्तानुष्ठानमधिकृत्यैव कृतप्रतिज्ञानिर्वहणाद्देशाराधकः विरतिपरित्यागेनैव चाविरतसम्यग्दृष्टिरपि देशविराधकः, 'प्राप्तस्य तस्यापालनाद्' इति वचनात्, इत्युभयोरपि प्रकारयोः सविषयत्वेन प्रामाण्ये सिद्धे यद् 'अप्राप्तेर्वा' इति विकल्पेन व्याख्यानं तत्केनाभिप्रायेण? इति संशये सम्यग्वक्तृवचनं वयमपि श्रोतुकामाः स्म इति बोध्यं, यतो यद्यप्राप्तिमात्रेण विराधकत्वं स्यात् तर्हि चरकસ્વામી દેશવિરાધક છે. એ સંવિગ્નપાક્ષિક હોય છે કે અવિરત સમ્યકત્વી હોય છે.
મોક્ષમાર્ગના ત્રીજા અંશરૂપ ગૃહીત ચારિત્રનો ભંગ કરવાથી કે એ ચારિત્રની પ્રાપ્તિ થઈ ન હોવાથી દેશવિરાધકતા આવે છે. આમાં દેશભંગવાળા જીવ તરીકે સંવિગ્નપાક્ષિક આવે છે અને તે દેશની અપ્રાપ્તિવાળા જીવ તરીકે અવિરત સમ્યગ્દષ્ટિ જીવ આવે છે. આના પરથી એવી પરિભાષા ફલિત થાય છે કે “જ્ઞાન-દર્શનની હાજરી સાથે ચારિત્રનો ભંગ કે ચારિત્રની અપ્રાપ્તિ એ બેમાંથી એકની હાજરી હોવી એ દેશવિરાધકત્વ છે.”
(વૃત્તિકારે કરેલી વિકલ્પ વ્યાખ્યા અયોગ્ય - પૂર્વપક્ષ) શંકાઃ ઉપર (સ.શ.શ્લો. ૭૮ની વૃત્તિમાં) જે કહી ગયા કે જિનોક્ત અનુષ્ઠાનની અપેક્ષાએ જ આરાધક-વિરાધક ભાવ રહ્યો છે તેના પરથી ફલિત થાય છે કે જિનોક્ત અનુષ્ઠાન અંગેની પ્રતિજ્ઞાનું પરિપાલન કરવાથી જ દેશઆરાધક બનાય છે, જેમ કે દ્રવ્યલિંગી મિથ્યાત્વી. એમ ગ્રહણ કરેલી વિરતિનો પરિત્યાગ કરવાથી જ દેશવિરાધક બનાય છે, કારણ કે “પ્રાપ્ત-વિરતિનું પાલન ન કરવાથી દેશવિરાધક બનાય છે' એવું શાસ્ત્રવચન છે, જેમ કે સાધુપણું છોડી દેનાર અવિરત સમ્યગ્દષ્ટિ જીવ. આમ શ્રીભગવતીજી સૂત્રમાં બતાવેલ ચતુર્ભગીના પહેલાં બન્ને ભાંગાના સ્વામી જીવો તરીકે આ જીવો મળી જતાં હોવાથી બન્ને ભાંગા સવિષય બની જવાના કારણે સ્ત્ર પ્રમાણભૂત ચરિતાર્થ હોવું સિદ્ધ થઈ જ જાય છે. તો પછી વૃત્તિકારે જે “મyતેવ' એવું વિકલ્પ વ્યાખ્યાન કર્યું છે તે કયા અભિપ્રાયે કર્યું છે? એનો અમને સંશય છે. તેથી આ બાબતમાં કોઈ સમાધાન કરનાર મળે તો અમે પણ તેમની વાતો સાંભળવા ઇચ્છીએ છીએ એ જાણવું. તાત્પર્ય એ છે કે આ ચતુર્ભગીના ચારમાંથી એકેય ભાંગો શૂન્ય નથી. તેથી બીજા ભાંગામાં પણ કોઈ ને કોઈ જીવો હોવા તો જોઈએ જ. તો જ તેને જણાવનાર સૂત્ર સાર્થક બને. પ્રાપ્તચારિત્રનું પાલન ન કરનાર જીવદેશવિરાધક છે આટલી જ વ્યાખ્યાથી પણ ચારિત્રભ્રષ્ટ