________________
આરાધક-વિરાધક ચતુર્થંગી
<
૧૮૫
च ग्रन्थिं सोऽपुनर्बन्धक उच्यते । एतयोश्चाभिन्नग्रन्थित्वेन कुग्रहः संभवति, न पुनरविरतसम्यग्दृष्ट्यादीनां, मार्गाभिमुखमार्गपतितयोस्तु कुग्रहसंभवेऽपि तत्त्याग एतद्भावनामात्रासाध्य इत्यत उक्तं सकृद्बन्धकापुनर्बन्धकयोरिति । एतयोश्च भावसम्यक्त्वाभावाद्दीक्षायां द्रव्यसम्यक्त्वमेवमारोप्यते इति । कुग्रहविरहं = असदभिनिवेशवियोगं, लघु=शीघ्रं, करोति = विधत्ते । (इह विरहशब्देन हरिभद्राचार्यकृतत्वं प्रकरणस्यावेदितं विरहाङ्कत्वात्तस्येत्येवं સર્વત્રૈતિ થાર્થ:।।૪૪૫)' કૃતિ ।
तथा च धर्ममात्रफलानुष्ठानवतां गीतार्थनिश्रितसाधु श्रावकाणामपि भावतोऽनधिगतश्रुतज्ञानत्त्वाच्छीलवत्त्वाच्च देशाराधकत्वमेव, तथैव परिभाषणात् । चारित्रमोहनीयक्षयोपशमविशेषाद् भावतोऽधिगतश्रुतज्ञानानां शीलवतां द्रव्यतोऽल्पश्रुतानामपि माषतुषादीनां त्वेवं सर्वाराधकत्वमेव परिशिष्यते રૂતિ વૃષ્ટવ્યમ્ ।।૨૭।।
विवेचितः प्रथमो भङ्गोऽथ द्वितीयं भङ्गं विवेचयन्नाह
देसस्स भंगओ वा अलाहओ वा विराहगो बीओ । संविग्गपक्खिओ वा सम्मद्दिट्ठी अविरओ वा ।। २८ ।।
નથી અને ગ્રન્થિને ભેદી નાખવાનો છે તે અપુનર્બંધક કહેવાય છે. આ બંને પ્રકારના જીવોએ ગ્રન્થિભેદ કર્યો ન હોવાથી તેઓમાં કુગ્રહ હોવો સંભવિત છે પણ અવિરત સમ્યક્ત્વી વગેરેમાં તે સંભવતો નથી. મોર્ગાભિમુખ અને માર્ગપતિત જીવોને કુગ્રહ સંભવતો હોવા છતાં તેનો ત્યાગ આ દીક્ષાવિધિની ભાવનામાત્રથી શક્ય ન હોઈ અહીં “સમૃદ્ધ્ધક અને અપુનર્બંધકના કુગ્રહનો વિરહ કરે છે” એમ કહ્યું છે. આ બંને પ્રકારના જીવોમાં ભાવસમ્યક્ત્વનો અભાવ હોવાથી દીક્ષામાં દ્રવ્યસમ્યક્ત્વનું આરોપણ કરાય છે એ જાણવું. (અહીં ‘વિરહ’ શબ્દ એ વાતને જણાવે છે કે આ પ્રકરણ શ્રી હરિભદ્રસૂરિમહારાજે રચેલું છે, કેમ કે વિરહ શબ્દ તેમનું જ ચિહ્ન છે. આ પ્રમાણે દરેક પ્રકરણોમાં સમજવું.) આમ ધર્મમાત્ર ફળક અનુષ્ઠાનવાળા અને ગીતાર્થ નિશ્રિત એવા સાધુ-શ્રાવકો પણ ભાવથી શ્રુતજ્ઞાનને પામેલા ન હોઈ અને શીલયુક્ત હોઈ દેશઆરાધક જ છે એ જાણવું, કારણ કે દેશઆરાધકપણાની પણ તેવી જ પરિભાષા છે. તેમજ ચારિત્રમોહનીયના વિશેષપ્રકારના ક્ષયોપશમના કારણે ભાવથી શ્રુત પામી ગયેલા તેમજ શીલયુક્ત એવા શ્રીમાષતુષમુનિ વગેરે દ્રવ્યથી અલ્પશ્રુતવાળા હોવા છતાં આવી પરિભાષાને અનુસરીને સર્વઆરાધક જ હોવા ફલિત થાય છે એ જાણવું. ॥૨૭॥
પ્રથમ ભંગનું વિવેચન થઈ ગયું. હવે બીજા ભંગનું વિવેચન કરતાં ગ્રન્થકાર કહે છે
ગાથાર્થ : ચારિત્રરૂપ દેશને ભાંગી નાખનાર જીવ કે તે દેશને નહિ પામેલ જીવ બીજા ભાંગાનો ૧. શ્રીમદ્ અભ્યદેવસૂરિ મહારાજે આ બેને અપુનર્બંધક કરતાં જુદા પાડી ભાવવંદનાના અધિકારી કહ્યા છે. જુઓ પંચા ૩૩ અને ૩-૭. આ બેની વ્યાખ્યા માટે જુઓ ઉપદેશ રહસ્ય શ્લો. ૧૮ની વૃત્તિ-૧૯.