________________
આરાધક-વિરાધક ચતુર્ભગી
૧૭૫ केषामपि क्रियावतामपि लेशतोऽप्याराधकत्वं" इत्यपास्तम्, एतेन भवाभिनन्दिनां मिथ्यादृशां सर्वक्रियावैफल्यसिद्धावपि तद्विलक्षणानां भावानुपहतत्वेन देशाराधकत्वाप्रतिघातात्, एतेन 'मिथ्यादृशां सर्वं कृत्यं निरर्थकम्' इत्यादीन्यपि वचनानि व्याख्यातानि, विशिष्टफलाभावापेक्षयाऽपि निरर्थकત્વવચનવર્ણનાત્ ા પચતે (૩૫.મા.૪ર૬) – नाणं चरित्तहीणं लिंगग्गहणं च दंसणविहूणं । संजमहीणं च तवं जो चरइ णिरत्ययं तस्स ।। इत्यादि ।
अथ पोषमासे वटवृक्षाम्रवृक्षयोः सहकारफलं प्रत्यकारणत्ववचनयोर्यथा स्वरूपयोग्यतासहकारियोग्यताऽभावेन विशेषस्तथा मिथ्यादृक्कृत्यचारित्रहीनज्ञानादिनिरर्थकतावचनयोरपि स्फुट एव विशेष इति चेत्? त_यमपरोऽपि विशेषः परिभाव्यताम्, सहकारफलस्थानीयं मोक्षं प्रति भवाभि
ઉત્તરપક્ષ ઃ આવું કથન અયોગ્ય છે, કેમ કે સૂત્રકૃતાંગની ઉક્ત વ્યાખ્યાથી ભવાભિનંદી મિથ્યાત્વીઓની સર્વક્રિયાઓ નિષ્ફળ સિદ્ધ થતી હોવા છતાં તેઓ કરતાં વિલક્ષણ એવા માર્ગાનુસારી મિથ્યાત્વની ક્રિયાઓ, અશુદ્ધ ભાવથી ઉપહત ન હોવાના કારણે શીલરૂપ બનતી હોવાથી તેઓમાં દેશઆરાધકત્વ અબાધિત છે. આ વાત પરથી જ “મિથ્યાત્વીઓની સર્વ ક્રિયાઓ નિરર્થક હોય છે” ઇત્યાદિ જણાવનાર શાસ્ત્રવચનોની પણ સંગતિ જાણી લેવી, કેમ કે જેનાથી વિશિષ્ટ ફળની પ્રાપ્તિ થતી ન હોય તેને પણ નિરર્થક તરીકે જણાવનાર વચનો શાસ્ત્રમાં દેખાય છે, જેમ કે ઉપદેશમાલા (૪૨૫) માં કહ્યું છે કે “ચારિત્રશૂન્ય જ્ઞાન, દર્શનરહિત સાધુવેશ અને સંયમહીન તપને જે આચરે છે તેના તે જ્ઞાનાદિ નિરર્થક છે” તાત્પર્ય એ છે કે જેમ અવિરતસમ્યગ્દષ્ટિના સાવ નિરર્થક નહિ એવા પણ જ્ઞાન વગેરેનો ચારિત્રીના જ્ઞાન વગેરે જેવું વિશિષ્ટ ફળ મળતું ન હોવાથી નિરર્થક તરીકેનો વ્યવહાર શાસ્ત્રમાં દેખાય છે તેમ માર્ગાનુસારી મિથ્યાત્વીની ક્રિયાઓ અંગે પણ જાણવું.
(અકારણતાના બે પ્રકાર) શંકાઃ પોષ મહિનામાં વડ અને આંબો બંને પર કેરીઓ આવતી નથી. એ બંનેનો કેરીના અકારણ તરીકે વ્યવહાર થાય છે. તેમ છતાં એ વ્યવહારમાં જેમ વિશેષતા હોય છે કે વડ તો કેરી માટે સ્વરૂપયોગ્ય જ ન હોવાના કારણે અકારણ છે, જ્યારે આંબો વિશિષ્ટ કાળ વગેરે રૂપ સહકારીઓના અભાવના કારણે ફળોપધાયક તરીકે અકારણ છે. તેમ મિથ્યાત્વીની ક્રિયા અને અવિરતસમ્યગ્દષ્ટિઓના ચારિત્ર્યશૂન્યજ્ઞાનાદિ નિરર્થક હોવાના વ્યવહારમાં તફાવત સ્પષ્ટ છે. અર્થાત્ તે જ્ઞાનાદિની નિરર્થકતા તેઓની ફળોપધાયકતાના, ચારિત્રરૂપ સહકારી ન મળવાથી થયેલ અભાવમાં ફલિત થાય છે. જ્યારે મિથ્યાત્વીની ક્રિયાઓની નિરર્થકતા તો સ્વરૂપયોગ્યતાના અભાવમાં જ ફલિત થાય છે.
સમાધાનઃ તમારું આ કથન અમારી વાતને જ પુષ્ટ કરે છે. “મિથ્યાત્વીઓનું સર્વ કૃત્ય નિરર્થક
१. ज्ञानं चारित्रहीनं लिङ्गग्रहणं च दर्शनविहीनम्। संयमहीनं च तपो यश्चरति निरर्थकं तस्य ।।