________________
૧૮૨
ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૨૬
सागरोपमकोटीनां कोट्यो मोहस्य सप्ततिः कर्मग्रन्थे प्रसिद्धा, अभिन्नग्रन्थे वस्योत्कर्षतो बन्धो यद् यस्मात्कारणात्, न तु=न पुनः, एकाऽपि सागरोपमकोटाकोटीबन्धः, इतरस्य तु-भिन्नग्रन्थेः पुनर्मिथ्यादृष्टेरपि सतः ।।२६८।।
अथोपसंहरन्नाहतदत्र परिणामस्य भेदकत्वं नियोगतः । बाह्यं त्वसदनुष्ठानं प्रायस्तुल्यं द्वयोरपि ।।२६९।।
यतो ग्रन्थिमतिक्रम्यास्य न बन्धः तत्-तस्माद्, अत्र-अनयोभिन्नग्रन्थीतरयोर्जीवयोर्विषये, परिणामस्य= अन्तःकरणस्य, भेदकत्वं भेदकभावो, नियोगतः नियोगेन, बाह्यं तु-बहिर्भवं पुनः, असदनुष्ठानम् अर्थोपार्जनादि प्रायो=बाहुल्येन तुल्यं समं द्वयोरप्यनयोरिति ।।२६९।।"
सैद्धान्तिकमतमेतद् । येऽपि कार्मग्रन्थिका भिन्नग्रन्थेरपि मिथ्यात्वप्राप्तावुत्कृष्टस्थितिबन्धमिच्छन्ति, तेषामपि मतेन तथाविधरसाभावात् तस्य शोभनपरिणामत्वे न विप्रतिपत्तिः । यद्यपि अल्पबन्धेऽपि भित्रग्रन्थेरशुभानुबन्धान्मिथ्यात्वप्राबल्येऽनन्तसंसारित्वं संभवति, तथापि मन्दीभूतं लोकोत्तरमिथ्यात्वं संनिहितमार्गावतारणबीजं स्यादिति विशेषः, न चैवं 'लौकिकमिथ्यात्वाल्लोकोत्तरमिथ्यात्वं शोभनं' इत्येकान्तोऽपि ग्राह्यः, लोकोत्तरस्यापि भिन्नग्रन्थीतरसाधारणत्वात् । मुग्धानां परेषां मिथ्यात्ववृद्धिजनकतया लोकोत्तरमिथ्यात्वस्यापि महापापत्वेनोक्तत्वाच्च । यदागमः -
જીવોનો ઉત્કૃષ્ટસ્થિતિબંધ હોય છે. જ્યારે ભિન્નગ્રન્થિક જીવ મિથ્યાત્વી બને તો પણ તેનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ એક કોટાકોટી સાગરોપમ પણ હોતો નથી. આનો ઉપસંહાર કરતાં યોગબિંદુકાર કહે છે કે - આમ ભિન્નગ્રન્થિક અને અભિન્નગ્રન્થિક જીવોના કર્મબંધમાં જે ભેદ છે તેમાં તેઓના પરિણામને જ અવશ્ય ભેદક માનવો પડે છે. કેમ કે ધન કમાવું વગેરે રૂપ બાહ્ય અસઅનુષ્ઠાન તો પ્રાયઃ એ બંનેને સમાન જ હોય છે.” આ સિદ્ધાન્તના મતે કહ્યું. ભિન્નગ્રન્થિક જીવો પણ મિથ્યાત્વની હાજરીમાં ઉત્કૃષ્ટસ્થિતિ બંધ કરે છે. એવું જે કાર્મગ્રંથિકો માને છે, તેઓએ પણ ભિન્નગ્રન્થિક જીવોને અભિન્નગ્રન્થિક જીવો જેવો તીવ્રતમ રસબંધ તો માન્યો જ નથી. તેથી ભિન્નગ્રન્થિક જીવો કંઈક શુભ પરિણામવાળા હોય છે એ બાબતમાં તો કોઈ વિવાદ છે જ નહિ. ભિન્નગ્રન્થિક જીવોને બંધ અલ્પ હોવા છતાં અશુભ અનુબંધના કારણે મિથ્યાત્વ જો પ્રબળ બને તો તેઓ અનંતસંસારી પણ જો કે બને છે, તો પણ મંદ થયેલું તેઓનું લોકોત્તર મિથ્યાત્વ નજીકમાં રહેલ મોક્ષમાર્ગમાં અવતરણનું બીજ પણ બને છે એટલી વિશેષતા છે. વળી આ બધી વાતો પરથી “લૌકિક મિથ્યાત્વ કરતાં લોકોત્તર મિથ્યાત્વ સારું” એવો એકાન્ત પણ પકડવો નહિ, કેમ કે લોકોત્તર મિથ્યાત્વ પણ ભિન્નગ્રન્થિક કે અભિન્નગ્રન્થિક બન્ને જાતના જીવોમાં સંભવે છે. (અર્થાત્ અભિન્નગ્રન્થિકનું તે પ્રબળ પણ સંભવે જ છે.) તેમજ લોકોત્તરમિથ્યાત્વ બીજા મુગ્ધ જીવોના મિથ્યાત્વને પુષ્ટ કરનાર હોઈ મહાપાપ તરીકે કહેવાયું પણ છે. જેમ કે પિંડનિર્યુક્તિ