________________
આરાધક-વિરાધક ચતુર્ભાગી
૧૮૧ "भिन्नग्रन्थेस्तृतीयं तु सम्यग्दृष्टेरतो हि न । पतितस्याप्यते बन्धो ग्रन्थिमुल्लङ्घ्य देशितः ।।२६६ ।। व्याख्या-भिन्नग्रन्थेस्तृतीयं तु=अनिवृत्तिकरणं पुनर्भवति । एवं सति यत्सिद्धं तदाह-सम्यग्दृष्टेर्जीवस्य अतो हि अत एव, करणत्रयलाभादेव हेतोः न-नैव, पतितस्य तथाविधसङ्कलेशात्सम्यक्त्वात्परिभ्रष्टस्य, आप्यते= लभ्यते, बन्धो ज्ञानावरणादिपुद्गलग्रहणरूपः, कीदृशोऽयं ? इत्याह- ग्रन्थिं ग्रन्थिभेदकालभाविनी कर्मस्थितिमित्यर्थः, उल्लङ्घ्य अतिक्रम्य, देशितः=सप्ततिकोट्यादिप्रमाणतया प्रज्ञप्तः, 'बंधेण ण वोलइ कयाइ' इत्यादि वचनप्रामाण्यात् ।।२६६।। एवं सामान्यतो ज्ञेयः परिणामोऽस्य शोभनः । मिथ्यादृष्टेरपि सतो महाबन्धविशेषतः ।।२६७।।
एवं ग्रन्थेरुल्लङ्घनेन बन्धाभावात्, सामान्यतः=न विशेषेण, ज्ञेयः परिणामोऽस्य सम्यग्दृशः । शोभनः प्रशस्तो, मिथ्यादृष्टेरपि सतः तथाविधमिथ्यात्वमोहोदयात्, कुतः ? इत्याह-महाबन्धविशेषतः । इह द्विधा बन्धः, महाबन्ध इतरबन्धश्च, तत्र मिथ्यादृष्टेर्महाबन्धः शेषश्चेतरस्य, ततो महाबन्धस्य विशेषतो अवस्थाऽन्तरविशेषात् । इदमुक्तं भवति-लब्धसम्यक्त्वस्य प्राणिनो मिथ्यादृष्टित्वेऽपि न सामान्यमिथ्यादृष्टेरिव बन्धः, किन्तु कश्चिदत्यन्तચૂન: ર૬૭TI - तद्विशेष एव कुतः? इत्याह - सागरोपमकोटीनां कोट्यो मोहस्य सप्ततिः । अभिन्नग्रन्थिबन्धो यद् न त्वेकाऽपीतरस्य तु ।।२६८।।।
યોગબિંદુ (૨૬૬ થી ર૬૯) સૂત્ર-વૃત્તિમાં કહ્યું છે કે “
ભિન્નગ્રન્થિક જીવને અનિવૃત્તિકરણ નામનું ત્રીજું કારણ પ્રવર્તે છે. આમ યથાપ્રવૃત્ત વગેરે ત્રણ કરો પ્રાપ્ત થવાથી જ એ જીવ, ક્યારેક સંક્લેશના કારણે કદાચ સમ્યક્તથી ભ્રષ્ટ થાય તો પણ તેને થતો જ્ઞાનાવરણ વગેરે કર્મોનો બંધ ગ્રન્થિભેદકાલીન અંતઃકોડાકોડી સાગરોપમ પ્રમાણ કર્મસ્થિતિને ઓળંગીને ૭૦ કોટાકોટી સાગરોપમ વગેરે પ્રમાણમાં થતો નથી. એવું - બંધથી ક્યારેય તે સ્થિતિને ઓળંગે નહિ – ઇત્યાદિ જણાવનાર શાસ્ત્રવચનોથી પ્રરૂપાયેલું છે. આમ ગ્રન્થિભેદકાલીન કર્મસ્થિતિ કરતાં વધુ બંધ થતો નથી એ વાત પરથી જણાય છે કે ભિન્નગ્રન્થિક જીવોનો પરિણામ સામાન્યથી પ્રશસ્ત જ હોય છે, કેમ કે તે કદાચ મિથ્યાત્વમોહના ઉદયના કારણે મિથ્યાત્વી બને અને મહાબંધ કરે તો પણ એમાં વિશેષતા હોય છે. કર્મબંધ બે પ્રકારે હોય છે મિથ્યાત્વીઓનો મહાબંધ અને બીજા જીવોનો તે સિવાયનો (અલ્પબંધ). એમાં પણ સમ્યકત્વ પામી ગયેલ જીવ મિથ્યાત્વી બને તો પણ જે મહાબંધ કરે છે તે અનાદિ મિથ્યાત્વી જેવો મહાબંધ હોતો નથી, કિન્તુ તેના કરતાં અત્યંત ન્યૂન હોય છે. તેના મહાબંધમાં આ વિશેષતા શા માટે હોય છે? તો કે –
(ભિન્નગ્રન્શિકનો અભિન્નગ્રન્થિક જેવો અશુભપરિણામ ન જ હોય) - મિથ્યાત્વમોહની જે ૭૦ કોટાકોટી સાગરોપમ સ્થિતિ કર્મગ્રન્થમાં કહેલ છે તે અભિન્નગ્રન્થિક ૨. વધેન નાતિક્રાતિ વા (મા. નિ.)
—
—
—
—
—
—
—
—
—
—
—
—
—
—
—
—
—
—
—
—
—
–