________________
૧૮૦
ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૨૫, ૨૬ विधो गीतार्थाऽनिश्रिततपश्चरणरतोऽगीतार्थः बालतपस्वी च शीलवानश्रुतवान् मार्गानुसारित्वेन देशाराधक इत्युभयोः पक्षयोर्नातिविशेष इति द्रष्टव्यम् ।।२५।। ननु लौकिकमिथ्यात्वाल्लोकोत्तरमिथ्यात्वं बलीय इति हेतोरुभयोर्महाभेद एव इत्यत आह -
लोइअमिच्छत्ताओ लोउत्तरियं तयं महापावं । इअ णेगंतो जुत्तो जं परिणामा बहुविगप्पा ।।२६।।
लौकिकमिथ्यात्वाल्लोकोत्तरिकं तन्महापापम् ।
इत्येकान्तो न युक्तो यत्परिणामा बहुविकल्पाः ।।२६ ।। लोइअमिच्छत्ताओत्ति । लौकिकमिथ्यात्वाल्लोकोत्तरिकं तत्-मिथ्यात्वं, महापापं इत्येकान्तो न युक्तः, यत्परिणामा बहुविकल्पा-नानाभेदाः संभवन्ति । तथा च यथा लौकिकं मिथ्यात्वं तीव्रमन्दादिभेदान्नानाविधं तथा लोकोत्तरमपीति न विशेषः, प्रत्युत ग्रन्थिभेदानन्तरमल्पबन्धापेक्षया लोकोत्तरमेवाल्पपापमिति । तदुक्तं योगबिन्दुसूत्रवृत्त्योः - રૂપ ઉત્તેજક હાજર હોવાથી વિશિષ્ટ નિર્જરા થાય જ છે. અને તેથી તેનું એવું કાંઈક અનુષ્ઠાન આગામાનુપાતી પણ બને જ છે, તેથી કોઈ અસંગતિ નથી. આમ ગીતાર્થ અનિશ્રિત અને તપ-ચારિત્રમાં ઉજમાળ એવો આવો અગીતાર્થ અને બાળતપસ્વી એ બન્ને શીલવાનું અશ્રુતવાન્ જીવો માર્ગાનુસારી હોઈ દેશઆરાધક છે. તેથી જુદા જુદા આચાર્યોના આ બે સાંપ્રદાયિક પક્ષમાં બહુ ભેદ નથી એ જાણવું. રપ
- લૌકિક મિથ્યાત્વ કરતાં લોકોત્તર મિથ્યાત્વ વધારે ગાઢ હોય છે. તેથી લૌકિક મિથ્યાત્વવાળા અન્યમાર્ગસ્થ માર્ગાનુસારી કરતાં લોકોત્તર મિથ્યાત્વવાળો ગીતાર્થ-અનિશ્ચિત-અગીતાર્થ વધુ ગાઢ મિથ્યાત્વવાળો જ હોય છે. તો એ બંનેને દેશઆરાધક જણાવનાર બે પક્ષોમાં બહુ ભેદ નથી એમ શી રીતે કહેવાય? - એવી શંકાને દૂર કરવા ગ્રન્થકાર કહે છે
ગાથાર્થ: “લૌકિક મિથ્યાત્વ કરતાં લોકોત્તર તે (મિથ્યાત્વ) મોટું પાપ છે – એવો એકાન્ત માનવો યોગ્ય નથી, કેમકે પરિણામો અનેક પ્રકારનાં હોય છે.
(કર્મબન્ધના બે ભેદ-મહાબંધ અને અલ્પબંધ) જેમ તીવ્ર-મંદ વગેરે ભેદના કારણે લૌકિક મિથ્યાત્વના અનેક પ્રકાર હોય છે તેમ લોકોત્તર મિથ્યાત્વના પણ હોય જ છે. તેથી લોકોત્તર મિથ્યાત્વ ગાઢ જ હોય અને લૌકિક કરતાં વધુ ભયંકર જ હોય એવો એકાન્ત નથી. ઊલટું ગ્રન્થિભેદ થયા પછી ક્યારેય ઉત્કૃષ્ટ કર્મસ્થિતિ બંધાતી નથી પણ અલ્પ જ જે બંધાય છે તેની અપેક્ષાએ તો એમ જ માનવું યોગ્ય છે કે લોકોત્તર મિથ્યાત્વ જ લૌકિકની અપેક્ષાએ નાનું પાપ છે.