________________
ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૨૪, ૨૫
नन्दिमिथ्यादृक्कृत्यं वटवृक्षवदयोग्यं अपुनर्बंधकादिकृत्यं तु सहकाराङ्कुरवत्पारंपर्येण योग्यमिति सर्वमिदं निपुणं निभालनीयम् ।। २४ ।।
तदेवं 'शीलवान श्रुतवांश्च बालतपस्वी देशाराधक:' इति वृत्तिगतः प्रथमपक्षः समर्थितः, अथ तद्गतं द्वितीयं पक्षं समर्थयति
पक्खतरम्म भणिओ गीयत्थाणिस्सिओ अगीओ सो । जोऽभिणिविट्ठचित्तो भीरू एगंतसुत्तरुई ।। २५ ।। पक्षान्तरे भणितो गीतार्थानिश्रितोऽगीतः सः । योऽनभिनिविष्टचित्तो भीरुरेकान्तसूत्ररुचिः ।।२५।।
पक्खंतरम्मित्ति | पक्षान्तरे= अन्येषामाचार्याणां व्याख्याने, गीतार्थानिश्रितोऽगीतार्थः स देशाराधको भणितः योऽनभिनिविष्टचित्तः=आत्मोत्कर्ष-परद्रोह - गुरु- गच्छादिप्रद्वेषमूलासद्ग्रहाकलङ्कितचित्तः, भीरुः=कुतोऽपि हेतोरेकाकिभावमा श्रयन्नपि स्वेच्छानुसारेण प्रवर्तमानोऽपि स्वारसिक
૧૭૬
-
હોય છે.’ એવું શાસ્ત્રવચન પણ ભવાભિનંદી મિથ્યાત્વીની ક્રિયાઓને કેરી જેવા મોક્ષ માટે વડલાની જેમ સ્વરૂપે અયોગ્ય જણાવે છે. જ્યારે અપુનર્બન્ધકાદિની ક્રિયાઓને આંબાના અંકુરાની જેમ પરંપરાએ યોગ્ય હોવી (સહકારીકારણો મળશે એટલે અવશ્ય ફળ આપનાર) જણાવે છે. (અર્થાત્ અત્યારે ફળોપધાયક ન હોવા માત્રના કારણે એ નિરર્થક છે.) તેથી તે બે પ્રકારના મિથ્યાત્વીઓની ક્રિયામાં આ પણ એક તફાવત હોય છે. માટે અન્યશાસ્ત્રોક્ત ક્રિયાથી પણ અપુનર્બંધકાદિ જીવ દેશઆરાધક બની શકે છે એ સૂક્ષ્મબુદ્ધિથી વિચારવું. ॥૨૪॥
આમ શીલવાન્ અશ્રુતવાન્ બાળતપસ્વી દેશ આરાધક છે એવા વૃત્તિમાં કહેલ દેશઆરાધકના પ્રથમ વિકલ્પનું સમર્થન કર્યું. હવે વૃત્તિમાં જ કહેલાં તેના બીજા વિકલ્પનું સમર્થન કરવા ગ્રન્થકાર કહે છે -
ગાથાર્થઃ દેશઆરાધકના બીજા વિકલ્પમાં ગીતાર્થની નિશ્રામાં ન રહેલ તે અગીતાર્થને દેશઆરાધક કહ્યો છે જે અભિનિવેશમુક્ત છે, જિનાજ્ઞાભંગભીરુ છે અને એકાન્તે સૂત્રરુચિવાળો છે. (એકાકીને ચારિત્રનો અસંભવ)
શ્રીભગવતીજી સૂત્રની અન્ય આચાર્યોએ કરેલી વ્યાખ્યામાં ગીતાર્થઅનિશ્રિત તે અગીતાર્થને દેશઆરાધક કહ્યો છે જે અગીતાર્થ (૧) સ્વઉત્કર્ષ, પરદ્રોહ, ગુરુ-ગચ્છ વગેરે ૫રનો પ્રદ્વેષ વગેરે મૂલક (=વગેરેના કારણે) કદાગ્રહથી કલંકિત થયેલા ચિત્તવાળો ન હોય, (૨) કોઈક કારણસ૨ એકાકી થયો હોવા છતાં અને પોતાની ઇચ્છા મુજબ પ્રવર્તતો હોવા છતાં અંદરથી જ જિનાજ્ઞાનો પોતાનાથી ભંગ ન