________________
ચતુર્ભગીમાં મુખ્ય આરાધકત્વનો અધિકાર
૧૩૫ क्यात्, प्रत्येकस्वल्पसामर्थ्यस्याभावे च सिकतासमुदायात्तैलस्येव तत्समुदायादपि मोक्षस्यानुपपत्तेः । तदिदमाहाक्षेपसमाधानपूर्वं भाष्यकार:पत्तेयमभावाओ णिव्वाणं समुदियासु ण जुत्तं । नाणकिरियासु वोत्तुं सिकतासमुदाये तेल्लं व ।। वीसुंण सव्वह च्चिय सिकतातेल्लं व साहणाभावो । देसोवगारिया जा सा समवायंमि संपुण्णा ।। (विशे० મા સ્નો-૨૨૬૩-૬૪)
अग्रिमगाथार्थो यथा - न च विष्वक् पृथक्, सर्वथैव सिकताकणानां तैल इव साध्ये ज्ञानक्रिययोर्मोक्षं प्रति साधनत्वाभावः, किन्तु या च यावती च तयोर्मोक्षं प्रति देशोपकारिता प्रत्येकावस्थायामप्यस्ति सा च समुदाये संपूर्णा भवतीत्येतावान् विशेषः, अतः संयोग एव ज्ञानक्रिययोः कार्यसिद्धिरिति । तच्च मुख्यमाराधकत्वमसंयतभव्यद्रव्यदेवानामेकान्तेन भावशून्यया क्रियया न सम्भवतीति । यदि च देशाराधकत्वमभ्युदयापेक्षया व्याख्येयं तदा सर्वाराधकत्वमप्यभ्युदयापेक्षयैव पर्यवस्येदिति न काचित्परस्यप्रयोजनसिद्धिः, સમુદિત તે બેમાં તે સામર્થ્ય પરિપૂર્ણ હોય છે.” એવું જો જણાવતો હોય તો જ સાર્થક બને. અને એ માટે તો જે જ્ઞાન-ક્રિયા પ્રત્યેક અવસ્થામાં અલ્પ પણ સામર્થ્ય ધરાવતાં જ હોય તેની જ આ ભાંગાઓમાં વાત હોવી જોઈએ. માટે મુખ્ય આરાધકત્વ જ અહીં પ્રસ્તુત છે. જે જ્ઞાન-ક્રિયા પ્રત્યેક અવસ્થામાં અલ્પ પણ સામર્થ્ય ધરાવતા નથી તેવા જ્ઞાન-ક્રિયાના તો સમુદાયથી પણ મોક્ષપ્રાપ્તિ થતી નથી. જેમ કે પ્રત્યેક અવસ્થામાં તેલનો અંશ પણ ન ધરાવતી રેતીના ઢગલામાંથી પણ તેલ મળતું નથી. આ વાત શંકાસમાધાન પૂર્વક ભાષ્યકારે પણ કહી છે- “શંકા - જેમ રેતીના પ્રત્યેક કણમાં તેલ નથી તો તેના સમુદાયમાં પણ તે હોતું નથી. તેમ પ્રત્યેક જ્ઞાન કે ક્રિયામાં નિર્વાણજનકતા નથી તેથી સમુદિત તે બેમાં તે શક્તિ કહેવી યુક્ત નથી. સમાધાન-સિકતાકણોમાં તેલનો જેમ સર્વથા અભાવ છે તેમ જ્ઞાન અને ક્રિયામાં કંઈ મોક્ષસાધકતાનો સર્વથા અભાવ નથી. એક એક પૃથકમાં જે થોડી ઘણી પણ દેશોપકારિતા હોય છે તે સમુદાયમાં સંપૂર્ણ થાય છે. તેથી જ્ઞાન-ક્રિયાનો મેળ થવામાં જ કાર્ય સિદ્ધ થાય છે. આ મુખ્ય આરાધત્વ અસંયતભવ્યદ્રવ્યદેવોમાં (દ્રવ્યલિંગીમાં) તેઓની એકાન્ત ભાવશૂન્ય ક્રિયાથી આવી શકતું નથી. તેથી દેશઆરાધક તરીકે દ્રવ્યલિંગી લઈ શકાતાં નથી.
| (ચતુર્ભગી પ્રરૂપણાનું પ્રયોજન ન સરવાની આપત્તિ)
વળી સામાચારીપાલનના બળે નવમાં ચૈવેયક સુધીના થતાં અભ્યદયની અપેક્ષાએ જ જો દેશ આરાધકત્વ માનવાનું હોય તો તો સર્વ આરાધત્વ પણ તેવા ભૌતિક અભ્યદયની અપેક્ષાએ જ માનવાનું રહે. અને તો પછી “મોક્ષપ્રાપ્તિ માટે સૌથી વધુ હિતકર જ્ઞાન-ક્રિયા પ્રત્યેક નથી પણ એ બેનો સમુદાય
-
-
१. प्रत्येकमभावान्निर्वाणं समुदितयोन युक्तम् । ज्ञानक्रिययोर्वक्तुं सिकतासमुदाये तैल इव ॥ २. विष्वग् न सर्वथैव सिकतातैल इव साधनाभावः । देशोपकारिता या सा समवाये संपूर्णा ॥