________________
ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૨૨
आतुरप्रत्याख्यानप्रकीर्णके । व्याख्यादेशो यथा - ' संमोहत्ति संमोहयन्ति उन्मार्गदेशनादिना मोक्षमार्गाद् भ्रंशयन्ति ये ते संमोहाः, संयता अप्येवंविधा देवत्वेनोत्पन्ना संमोहा, एवंरूपा दुर्गतयो मरणेऽपध्यानादिना विराधितानां भवन्ति, ततश्च्युता अनन्तसंसारं परिभ्रमन्ति' इति चेत् ? न, अभव्यादीनामप्यकालवचनौषधप्रयोगात् प्राप्तग्रैवेयकोत्पादानां संमोहप्राबल्येन लुप्तसुखानां देवदुर्गतत्वाऽविशेषाद् ।' उक्तं चोपदेशपदे (४३८૪૪૨) –
१
कह णु अकालपओगे इत्तो गेविज्जगाइसुहसिद्धी । णणु साऽहिगओसहजोगसोक्खतुल्ला मुणेयव्वा ।। कुणइजह संणिवाए सदोसहं जोगसोक्खमित्तं तु । तह एयं विण्णेयं अणोरपारंमि संसारे ।।
य तत्तओ तयंपि हु सोक्खं मिच्छत्तमोहिअमइस्स । जह रोद्दवाहिगहि अस्स ओसहाओ वि तब्भावे || जह चेवोवहयनयणो सम्मं रूवं ण पासई पुरिसो । तह चेव मिच्छदिट्ठी विउलं सोक्खं ण पावे ।।
૧૪૦
<d
તે મરણ બગડી જવાથી મળે છે. ઉન્માર્ગ દેશના વગેરેથી જેઓ બીજાઓને મોક્ષમાર્ગથી ભ્રષ્ટ કરે છે, તેઓ સંમોહ કહેવાય છે. એવા સાધુઓને મરીને દેવ તરીકે ઉત્પન્ન થયા પછી પણ સંમોહ કહેવાય છે. આવી દેવદુર્ગતિઓ દુર્ધ્યાન વગેરેથી મરણને બગાડી નાખવાથી મળે છે. ત્યાંથી નીકળેલા જીવો અનંતકાલ સંસારમાં રખડે છે.’
(ગ્રેવેયકાદિમાં પણ અભવ્યોને વિપુલ સુખ ન હોય)
સમાધાન ઃ અકાલ વચનૌષધપ્રયોગથી ત્રૈવેયકમાં જઈ બેઠેલા અભવ્યોનું પણ સંમોહની પ્રબળતાના કા૨ણે સુખ લુપ્ત થઈ ગયું હોવાથી તેઓ પણ નિહવની જેમ દેવદુર્ગત જ હોય છે. ઉપદેશપદ (૪૩૮૪૪૨) માં કહ્યું છે કે - “શંકા - અભવ્યાદિનો વચનૌષધપ્રયોગ જો અનવસરનો હોય તો એનાથી ગ્રેવૈયક વગેરેના સુખોની પ્રાપ્તિ શી રીતે થાય ? સમાધાનઃ વચનરૂપી અધિકૃત ઔષધના યોગ (સંબંધ) માત્ર થવાથી થતા સુખ જેવી તે પ્રાપ્તિ હોય છે. જેમ સંનિપાત થયો હોય ત્યારે સારા ઔષધનો યોગ પણ કંઈક રાહતની લાગણી આપે છે - કંઈક સુખ નિરાંતનો અનુભવ કરાવે છે તેમ અનાદિઅનંત સંસારમાં તેઓને મળેલું સુખ આ વચનઔષધના યોગથી થયેલ ‘હાશ’ જેવું જાણવું. જે ભયંકર વ્યાધિગ્રસ્ત જીવને ઔષધયોગથી થયેલ ‘હાશ’ ઔષધપ્રયોગના પરિણામાત્મક તાત્ત્વિક સુખરૂપ હોતું નથી તેમ મિથ્યાત્વના કારણે મૂઢમતિવાળા તેનું આ સુખ તાત્ત્વિક હોતું નથી. અથવા જેમ હણાયેલ આંખ વાળો જીવ રૂપને બરાબર જોતો નથી. અર્થાત્ મળેલી સુંદર સ્ત્રી વગેરે પણ ભોગરૂપ બનતા નથી તેમ
१. कथं न्वकालप्रयोगे इतो ग्रैवेयकादिसुखसिद्धिः । ननु साधिकृतौषधयोगसौख्यतुल्या ज्ञातव्या ॥
करोति यथा सन्निपाते सदौषधं योगसौख्यमात्रं तु । तथैतद् विज्ञेयं अनर्वाक्पारे संसारे ॥
न च तत्वतस्तदपि खलु सौख्यं मिथ्यात्वमोहितमतेः । यथा रौद्रव्याधिगृहीतस्यौषधादपि तद्भावे ॥ यथा चैवोपहतनयनः सम्यग्रूपं न पश्यति पुरुषः । तथा चैव मिथ्यादृष्टिः विपुलं सौख्यं न प्राप्नोति ॥