________________
૧૬૮
ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૨૪ तदसत्, प्राचीनाचार्यव्याख्यामुल्लङ्घ्य विपरीतव्याख्यानस्यापसिद्धान्तत्वात्, तदाहुः श्रीहेमचन्द्रસૂરથ: (ગયો. વા. ) –
यदार्जवादुक्तमयुक्तमन्यैस्तदन्यथाकारमकारि शिष्यैः ।
___ न विप्लवोऽयं तव शासनेऽभूदहोऽधृष्या तव शासनश्रीः ।। इति । न चेदमुपदेशपदवृत्तिकृत एव दूषणदानं, किन्तु ‘एक एव तु मार्गोऽपि तेषां शमपरायणः ।।' (योगदृष्टि० १२८) इत्यादि वदतां श्रीहरिभद्रसूरीणां, 'समाख्यातं' इति पदसूचितग्रन्थकृदेकवाक्यताशालिश्रीसिद्धसेनदिवाकराणां तदनुसारिणामन्येषां चेत्यतिदुरन्तोऽयं कोऽपि मोहमहिमा, या चानुपपत्तिरुद्भाविता 'यदि द्वादशाङ्गं रत्नाकरतुल्यं' इत्यादिना साऽनुपपन्ना, समुद्राज्जलं गृहीत्वा मेघो वर्षति, ततश्च नद्यः प्रवृद्धा भवन्तीति प्रसिद्धेः परप्रवादानामपि नदीतुल्यानां जैनागमसमुद्रगृहीतार्थजलादांशिकक्षयोपशममेघात्प्रवृद्धिसंभवात्, एवं नदीतुल्यानां परप्रवादानां जैनागमसमुद्रमूलत्वे
(પ્રાચીન વ્યાખ્યાથી વિપરીત વ્યાખ્યા કરવી એ અપસિદ્ધાન્ત) પૂર્વપક્ષીએ કરેલી નવી કલ્પના ખોટી છે, કેમ કે પ્રાચીન આચાર્યે કરેલી વ્યાખ્યાનું ઉલ્લંઘન કરીને એનાથી વિપરીત વ્યાખ્યા કરવી એ સિદ્ધાન્તવિરુદ્ધ છે. કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચન્દ્રસૂરિ મહારાજે કહ્યું છે કે (અયોગ તા. ૧૬) “અન્યદર્શનના પૂર્વાચાર્યોએ ભોળપણના કારણે જે કાંઈ અયુક્ત કહ્યું તેને તેમના શિષ્યોએ અન્યથાસિદ્ધ કર્યું. અર્થાત્ તેનું ખંડન કરી નવો સિદ્ધાન્ત સ્થાપ્યો. પણ પૂર્વપુરુષોના વચનોનું ખંડન કરવારૂપ આ બળવો તારા શાસનમાં થયો નથી. તેથી ખરેખર હે પ્રભો! તારી શાસનશ્રી અધૃષ્ય છે અર્થાત્ એની સામે કોઈ પડી શકે એમ નથી.” વળી ઉપદેશપદની ઉક્તવૃત્તિમાં જે આ અસંગતિની કલ્પના કરી છે તે માત્ર ઉપદેશપદના વૃત્તિકારને જ દોષ દેવા રૂપ નથી કિન્તુ યોગદષ્ટિ સમુચ્ચય(૧૨૮)માં “કપિલાદિ તે બધાનો માર્ગ એક જ છે જે શમની પ્રધાનતા વાળો છે.” “ઇત્યાદિ કહેતાં શ્રી હરિભદ્રસૂરિ મહારાજને તેમજ ઉપદેશપદની તે ગાથામાં “સમાખ્યાત' પદ મૂકીને સૂચવેલા ગ્રન્થકાર જેવા જ અભિપ્રાયવાળા શ્રી સિદ્ધસેન દિવાકરસૂરિ વગેરેને તેમજ તેમને અનુસરનારા પછીના બધા પૂર્વાચાર્યોને પણ દોષ દેવા રૂપ છે માટે આવી નવી કલ્પના કરવી એ મોહનો ખરેખર અતિ દુરન્ત અને કોઈક અવર્ણનીય એવો પ્રભાવ જ છે. વળી “જો દ્વાદશાંગ સમુદ્ર તુલ્ય હોય તો...” ઇત્યાદિ કહીને જે અનુપપત્તિનું ઉદ્દભાવન કર્યું છે તે પણ અસંગત છે, કેમ કે “સમુદ્રમાંથી પાણીને લઈને વાદળાં વરસે છે અને તેનાથી નદીઓ ઊભરાય છે.” ઇત્યાદિ વાત પ્રસિદ્ધ હોઈ સમુદ્રમાંથી નદીઓ નીકળી હોવી કહેવી એ પણ અસંગત નથી. એમ નદીતુલ્ય પરપ્રવાદો પણ જૈનાગમરૂપ સમુદ્રમાંથી અર્થારૂપ જળનું ગ્રહણ કરનાર આંશિક ક્ષયોપશમરૂપ મેઘ દ્વારા પુષ્ટ થવા સંભવે છે. આમ નદી જેવા પરપ્રવાદો