________________
ઉદધાવિવ૦ શ્લોકનો પૂર્વપક્ષકલ્પિત અભિપ્રાય
૧૬૭ अन्यतीथिकानां निजनिजमार्गश्रद्धानलक्षणाः, समुदीर्णाः सम्यगुदयं प्राप्ताः, तद्विषयो भगवान् जात इत्यर्थः । अयं भावः-यत्किञ्चिदकरणनियमादिकं जिनेन सुन्दरतया भणितं तदन्यतीर्थिकैरपि तथैव प्रतिपन्नम्, एतच्च साम्प्रतमपि नालिकेरादिफलाहारेणैकादशीपर्वोपवासं कुर्वाणा जैनाभिमतोपवासं सम्यक्तया मन्यन्ते, जैनाश्च तदुपवासं लेशतोऽपि न मन्यन्ते, अत एव च 'न च तासु भवान् प्रदृश्यते' इति तासु अन्यतीर्थिकदृष्टिषु भवान् न प्रदृश्यते' अन्यतीर्थिकश्रद्धानविषयीभूतं धार्मिकानुष्ठानं गङ्गास्नानादिकं भवान् लेशतोऽपि न मन्यत इत्यर्थः । अन्यतीथिकानां दृष्टयो भगवति वर्त्तन्ते, तत्र दृष्टान्तमाह-यथोदधौ सर्वाः सिन्धवः समुदीर्णा भवन्ति सम्यगुदयं प्राप्ताः स्युः, लोकेऽपि भर्तृसंबन्धेन स्त्रिय उदिता भवन्तीति प्रसिद्धः । 'तासु च भवान्नास्ति' इत्यत्र दृष्टान्तमाह - यथा प्रविभक्तासु सरित्सु नदीषु समुद्रो नास्ति-तासु च समुद्रो नावतरतीत्यर्थः । अनेनाभिप्रायेण स्तुतिः, न पुनरर्हदुपदिष्टप्रवचनद्वाराऽर्हत्सकाशादन्यतीर्थिकदृष्टयः समुत्पन्ना इत्यभिप्रायेणेति -
સમર્થ નથી. તેથી શાક્યાદિ પ્રવાદો નદીતુલ્ય છે અને તેના મૂળરૂપ દ્વાદશાંગ રત્નાકરતુલ્ય છે એવો સ્તુતિકારનો અભિપ્રાય જ નથી કે જેથી એવા અર્થના સમર્થન માટે એ શ્લોકની સાક્ષી આપવી સંગત બને. સ્તુતિકારનો અભિપ્રાય તો આવો છે કે – હે નાથ ! અન્ય તીર્થિકોની પોતપોતાના માર્ગ પરની શ્રદ્ધારૂપ દૃષ્ટિઓ તારે વિશે સમ્યગૂ ઉદય પામેલી છે, અર્થાત્ ભગવાન તેઓનો પણ વિષય બન્યા છે. તાત્પર્ય એ છે કે જિનેશ્વર ભગવાને અકરણનિયમ વગેરે જે કાંઈ ચીજને સુંદર કહી છે તેને અન્યતીર્થિકોએ પણ સુંદર તરીકે જ સ્વીકારી છે. આ વાત વર્તમાનમાં પણ જોવા મળે છે. જેમ કે હાલમાં પણ નાળિયેર વગેરે ફળોનો આહાર કરીને એકાદશી વગેરે પર્વનો ફરાળી ઉપવાસ કરનારા પણ બ્રાહ્મણો વગેરે જૈનોના ઉપવાસને જ સાચો ઉપવાસ માને છે. જ્યારે જૈનો તો તેઓના આ ફરાળી ઉપવાસને ઉપવાસના કે ધર્મના એક અંશ રૂપે પણ સ્વીકારતા નથી. માટે જ સ્તુતિકારે આગળ કહ્યું છે કે તે દૃષ્ટિઓમાં તું દેખાતો નથી. અર્થાત્ અન્યતીર્થિકોની શ્રદ્ધાનો વિષય બનેલ ગંગાસ્નાન વગેરે ધાર્મિક અનુષ્ઠાનને તું લેશ પણ ધર્મરૂપ (આદરણીય) માનતો નથી. અન્યતીર્થિકોની દષ્ટિઓ ભગવાનમાં રહી છે એ બાબતમાં દૃષ્ટાન્ત આપવા સ્તુતિકારે “ઉદધાવિવ...' ઇત્યાદિ કહ્યું છે. તે આ રીતે – જેમ પતિ સમુદ્રમાં બધી નદીઓ સારો ઉદય પામે છે તેમ હે પ્રભો! તારામાં બધી નદીઓ ઉદય પામેલ છે. લોકમાં પણ એ વાત પ્રસિદ્ધ છે કે પતિના મેળાપથી સ્ત્રીનો ઉદય થાય છે. “એ દૃષ્ટિઓમાં તું નથી એ બાબતમાં દષ્ટાન્ત તરીકે “તાસુ ચ...' ઇત્યાદિ કહ્યું છે. અર્થાત જેમ જુદી જુદી નદીઓમાં સમુદ્ર હોતો નથી – એટલે કે તેઓમાં સમુદ્ર ભળતો નથી - તેમ તે જુદી જુદી દૃષ્ટિઓમાં તું અવતરતો નથી. આમ સ્તુતિકારે આવા અભિપ્રાયથી ઉદધાવિવ...” ઇત્યાદિ સ્તુતિ કરી છે, નહિ કે “અન્યદૃષ્ટિઓ ભગવાને કહેલ પ્રવચનમાંથી નીકળેલ હોઈ ભગવાનમાંથી જ નીકળી છે' એવું પ્રતિપાદન કરવાના અભિપ્રાયથી.